Ahmedabad: નવી લક્ઝયુરિયસ કારની ખરીદી મહારાષ્ટ્રથી અને રજિસ્ટ્રેશન ગુજરાતમાં

ગુજરાતમાં લક્ઝુરિયર્સ નવી કારોમાં એક લાખ સુધીનું ડિસ્કાઉન્ટ અપાય છે, જ્યારે મહારાષ્ટ્રમાં ડિમાન્ડ નહીં રહેવાના લીધે નવી કારોમાં બેથી અઢી લાખ સુધીનું ડિસ્કાઉન્ટ અપાતું હોવાતી મહિને 250થી 300 નવી કાર ગુજરાતઓ ખરીદી કરે છે. જેમાં અમદાવાદમાં મહિને 25 કાર ઠલવાય છે. નવી કારોમાં ફોર્ચ્યુનર કાર વધુ છે.આ સિવાય દિલ્હી, ચંડીગઢ અને પશ્ચિમ બંગાલથી સેકન્ડ હેન્ડ BMW, મર્સિડીઝ, ઓડી અને વોક્સવેગન જેવી લક્ઝયુરિયસ કારોની ગુજરાતમાં ડિમાન્ડ વધતાં કિંમતમાં થોડો વધારો થયો છે. હાલ લક્ઝયુરિયસ કાર 18 લાખથી લઇ એક કરોડ સુધીની કિંમતમાં મળે છે. ગુજરાતમાં પ્રદૂષણની ચિંતા વગર 15 વર્ષ પછી ક્રમશઃ પાંચ વર્ષનું સર્ટિફિકેટ અપાતું હોવાથી ડિમાન્ડ વધુ છે. મહિને 200થી વધુ કાર વેચાય છે.ગુજરાતમાં નવી લક્ઝયુરિયસ કારમાં અપાતા એક લાખ સુધીના ડિસ્કાઉન્ટ સામે મહારાષ્ટ્રમાં અઢી લાખથી વધુ એટલે કે દોઢ લાખથી વધુ ડિસ્કાઉન્ટ મળતું હોવાથી લોકો કાર ખરીદી બાય રોડ ગુજરાતમાં લાવીને ગુજરાતની RTOમાં રજિસ્ટ્રેશન કરાવાય છે. બીજી તરફ દિલ્હી NCR અને ચંડીગઢમાં ડીઝલ કારમાં 10 વર્ષ પછી અને પેટ્રોલ કારમાં 15 વર્ષ પછી ચલાવવા માટે ફિટનેસ સર્ટિફિકેટ અપાતું નથી. જ્યારે પશ્ચિમ બંગાળમાં દર પાંચ વર્ષે RTO ટેક્સ ભરવો પડે છે અને ગુજરાતમાં આજીવન ફિક્સ 6 ટકા ટેક્સ છે. જેના કારણે બહારના ઉપરોક્ત રાજ્યોમાં લક્ઝયુરિયસ કારોની કન્ડિશન સારી હોવા છતાં ઓછા ભાવમાં વેચાય છે. કારણ કે, ગુજરાતમાં 15 વર્ષ પછી પણ ક્રમશઃ પાંચ વર્ષનું ફિટનેસ સર્ટિફિકેટ અપાતું હોવાથી ગુજરાતીઓ ફાયદો ઉઠાવે છે, એટલે ઉપરોક્ત બહારના રાજ્યોની BS-4ની 10 અને 15 વર્ષ જૂની 3 કરોડ સુધીની BMW 18 લાખથી 1 કરોડ, 3 કરોડ સુધીની મર્સિડીઝ 30 લખીથી લઇ એક કરોડ, 1.25થી 1.50 કરોડની ઓડી 20 લાખથી લઇ 80 લાખ અને 65 લાખની વોક્સવેગન 20થી 40 લાખ સુધીની કિંમતની લક્ઝયુરિયસ કાર સેકન્ડ હેન્ડ માર્કેટમાં ગુજરાતમાં મહિને 200થી વધુ વેચાય છે. આમાંથી અમદાવાદમાં મહિને 25 કાર વેચાય છે. આ સિવાય રાજકોટ, ભાવનગર અને ભૂજમાં પણ વેચાય છે. કાર સહિત જે તે RTOની NOC સહિત કાગળોની સંપૂર્ણ જવાબદારી સબડીલર અથવા દલાલની હોવાથી કાર ખરીદીમાં લોકો રસ ધરાવે છે. પાલનપુર અને આસપાસના ગામડાંમાં સૌથી વધુ કાર વેચાઇ રહી છે. અમદાવાદથી ટુવ્હીલર લઈ જઈને વિસનગર, પાલનપુર અને મહેસાણામાં વેચાણ કરાય છે વિસનગર, પાલનપુર અને મહેસાણામાં તો કેટલાક વાહન ડીલરો અમદાવાદથી ટૂ-વ્હીલરની ખરીદી કરી ધૂમ વેચાણ કરે છે. અમદાવાદના ડીલરો 2,500થી વધુ ડિસ્કાઉન્ટ આપે છે, જેમાં એક હજાર ડિસ્કાઉન્ટ આપીને વિસનગર અને મહેસાણાના કેટલાક ડિલરો રોકડામાં ધૂમ વેચાણ કરે છે.

Ahmedabad: નવી લક્ઝયુરિયસ કારની ખરીદી મહારાષ્ટ્રથી અને રજિસ્ટ્રેશન ગુજરાતમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં લક્ઝુરિયર્સ નવી કારોમાં એક લાખ સુધીનું ડિસ્કાઉન્ટ અપાય છે, જ્યારે મહારાષ્ટ્રમાં ડિમાન્ડ નહીં રહેવાના લીધે નવી કારોમાં બેથી અઢી લાખ સુધીનું ડિસ્કાઉન્ટ અપાતું હોવાતી મહિને 250થી 300 નવી કાર ગુજરાતઓ ખરીદી કરે છે. જેમાં અમદાવાદમાં મહિને 25 કાર ઠલવાય છે. નવી કારોમાં ફોર્ચ્યુનર કાર વધુ છે.

આ સિવાય દિલ્હી, ચંડીગઢ અને પશ્ચિમ બંગાલથી સેકન્ડ હેન્ડ BMW, મર્સિડીઝ, ઓડી અને વોક્સવેગન જેવી લક્ઝયુરિયસ કારોની ગુજરાતમાં ડિમાન્ડ વધતાં કિંમતમાં થોડો વધારો થયો છે. હાલ લક્ઝયુરિયસ કાર 18 લાખથી લઇ એક કરોડ સુધીની કિંમતમાં મળે છે. ગુજરાતમાં પ્રદૂષણની ચિંતા વગર 15 વર્ષ પછી ક્રમશઃ પાંચ વર્ષનું સર્ટિફિકેટ અપાતું હોવાથી ડિમાન્ડ વધુ છે. મહિને 200થી વધુ કાર વેચાય છે.ગુજરાતમાં નવી લક્ઝયુરિયસ કારમાં અપાતા એક લાખ સુધીના ડિસ્કાઉન્ટ સામે મહારાષ્ટ્રમાં અઢી લાખથી વધુ એટલે કે દોઢ લાખથી વધુ ડિસ્કાઉન્ટ મળતું હોવાથી લોકો કાર ખરીદી બાય રોડ ગુજરાતમાં લાવીને ગુજરાતની RTOમાં રજિસ્ટ્રેશન કરાવાય છે. બીજી તરફ દિલ્હી NCR અને ચંડીગઢમાં ડીઝલ કારમાં 10 વર્ષ પછી અને પેટ્રોલ કારમાં 15 વર્ષ પછી ચલાવવા માટે ફિટનેસ સર્ટિફિકેટ અપાતું નથી. જ્યારે પશ્ચિમ બંગાળમાં દર પાંચ વર્ષે RTO ટેક્સ ભરવો પડે છે અને ગુજરાતમાં આજીવન ફિક્સ 6 ટકા ટેક્સ છે. જેના કારણે બહારના ઉપરોક્ત રાજ્યોમાં લક્ઝયુરિયસ કારોની કન્ડિશન સારી હોવા છતાં ઓછા ભાવમાં વેચાય છે. કારણ કે, ગુજરાતમાં 15 વર્ષ પછી પણ ક્રમશઃ પાંચ વર્ષનું ફિટનેસ સર્ટિફિકેટ અપાતું હોવાથી ગુજરાતીઓ ફાયદો ઉઠાવે છે, એટલે ઉપરોક્ત બહારના રાજ્યોની BS-4ની 10 અને 15 વર્ષ જૂની 3 કરોડ સુધીની BMW 18 લાખથી 1 કરોડ, 3 કરોડ સુધીની મર્સિડીઝ 30 લખીથી લઇ એક કરોડ, 1.25થી 1.50 કરોડની ઓડી 20 લાખથી લઇ 80 લાખ અને 65 લાખની વોક્સવેગન 20થી 40 લાખ સુધીની કિંમતની લક્ઝયુરિયસ કાર સેકન્ડ હેન્ડ માર્કેટમાં ગુજરાતમાં મહિને 200થી વધુ વેચાય છે. આમાંથી અમદાવાદમાં મહિને 25 કાર વેચાય છે. આ સિવાય રાજકોટ, ભાવનગર અને ભૂજમાં પણ વેચાય છે. કાર સહિત જે તે RTOની NOC સહિત કાગળોની સંપૂર્ણ જવાબદારી સબડીલર અથવા દલાલની હોવાથી કાર ખરીદીમાં લોકો રસ ધરાવે છે. પાલનપુર અને આસપાસના ગામડાંમાં સૌથી વધુ કાર વેચાઇ રહી છે.

અમદાવાદથી ટુવ્હીલર લઈ જઈને વિસનગર, પાલનપુર અને મહેસાણામાં વેચાણ કરાય છે

વિસનગર, પાલનપુર અને મહેસાણામાં તો કેટલાક વાહન ડીલરો અમદાવાદથી ટૂ-વ્હીલરની ખરીદી કરી ધૂમ વેચાણ કરે છે. અમદાવાદના ડીલરો 2,500થી વધુ ડિસ્કાઉન્ટ આપે છે, જેમાં એક હજાર ડિસ્કાઉન્ટ આપીને વિસનગર અને મહેસાણાના કેટલાક ડિલરો રોકડામાં ધૂમ વેચાણ કરે છે.