Surendranagar નવલા દિવસોમાંય બોનસ નર્કાગારનું
સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં ગટરના ગંદા પાણી રહીશોના ઘર અને શેરીઓમાં રસ્તામાં સતત ભરાયેલા રહેતા હોવાથી નર્કાગાર જેવી સ્થિતિ સર્જાતા બિમારી ફેલાવાનો ભય દેખાતો હોવાથી પાલિકા સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક ઉકેલની માંગ કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના નવા જંકશન પાસે જનયુગરોડ ઉપરની દેવસોસાયટીમાં ગટરના ગંદા પાણી સતત સોસાયટીના રસ્તામાં ભરાયેલા રહે છે.આ પાણી રહીશોના ઘરની અંદર અને પાણીના ટાંકા સુધી પહોચતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ બાબતની અમિતભાઈ ગઢવી શહિતના રહીશોએ સુરેન્દ્નનગર પાલિકામાં સતત રજૂઆત કરવા છતાય કોઈ ધ્યાન આપતું નથી.જેના કારણે રહીશોને મચ્છર અને દૂર્ગધના કારણે બિમારી ફેલાવાનો ભય દેખાઈ રહ્યો છે.શહેરમાં ઠેર ઠેર ગંદકી અને ગટરના ગંદા પાણી ઉભરાવવાની સમસ્યાની વ્યાપક ફ્રિયાદ હોવા છતાય પાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી ના કરાતી હોવાથી રહીશોએ પાલિકા સતાધીશો સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં ગટરના ગંદા પાણી રહીશોના ઘર અને શેરીઓમાં રસ્તામાં સતત ભરાયેલા રહેતા હોવાથી નર્કાગાર જેવી સ્થિતિ સર્જાતા બિમારી ફેલાવાનો ભય દેખાતો હોવાથી પાલિકા સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક ઉકેલની માંગ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના નવા જંકશન પાસે જનયુગરોડ ઉપરની દેવસોસાયટીમાં ગટરના ગંદા પાણી સતત સોસાયટીના રસ્તામાં ભરાયેલા રહે છે.આ પાણી રહીશોના ઘરની અંદર અને પાણીના ટાંકા સુધી પહોચતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ બાબતની અમિતભાઈ ગઢવી શહિતના રહીશોએ સુરેન્દ્નનગર પાલિકામાં સતત રજૂઆત કરવા છતાય કોઈ ધ્યાન આપતું નથી.જેના કારણે રહીશોને મચ્છર અને દૂર્ગધના કારણે બિમારી ફેલાવાનો ભય દેખાઈ રહ્યો છે.શહેરમાં ઠેર ઠેર ગંદકી અને ગટરના ગંદા પાણી ઉભરાવવાની સમસ્યાની વ્યાપક ફ્રિયાદ હોવા છતાય પાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી ના કરાતી હોવાથી રહીશોએ પાલિકા સતાધીશો સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.