Suratથી “જળ સંચય જન ભાગીદારી” પહેલનો PM મોદીએ કરાવ્યો શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાતના સુરતમાં સામુદાયિક ભાગીદારી સાથે સંયુક્ત પ્રયાસ સ્વરૂપે હાથ ધરવામાં આવેલી પહેલ “જળ સંચય જન ભાગીદારી”નો શુભારંભ કરાવ્યો છે. સુરતથી ‘જળ સંચય ભાગીદારી પહેલ’ PM મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાઇને આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. PMના સમગ્ર સમાજના વિઝનથી પ્રેરિત થઈને જળ સંરક્ષણ માટે સમગ્ર સરકારી અભિગમ અને સામુદાયિક ભાગીદારી અને માલિકી પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકારે જળસુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવા નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય હિતધારકોને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો છે. PM મોદીનું કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું હતું કે, જળસંચય માત્ર એક પોલિસી નથી, આ એક પ્રયાસ છે, એક પુણ્ય છે. ગુજરાતના લોકો આપદાના સમયમાં એક થયા અને આ અભિયાનમાં ભાગ લેવા માટે સૌને શુભકામના પાઠવવામાં આવી રહી છે. વિશાળ નદીઓ હોવા છતાં પાણીથી ઝઝૂમવું પડે છે. કુદરતી આપદાથી ભારે ખાનાખરાબી સર્જાઈ છે. ભારતની નદીઓને આપણે માતા કહીએ છીએ... પણ આજનો આ કાર્યક્રમ ગુજરાતની ધરતી પરથી શુભારંભ થયો છે. લોકો સુધી પાણી પહોંચાડવા કેટલાય સફળ પ્રયોગ થયા છે.પહેલા ગુજરાતની શું દશા હતી તે સૌને ખબર છે. આપણે દેશને જળસંકટમાંથી બહાર કાઢીને રહીશું. અમે પહેલીવાર જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે. પહેલા દેશમાં માત્ર 3 કરોડ ઘરોમાં પાઈપથી પાણી પહોંચતું હતું. હવે આજે નળથી જળ અંતર્ગત પાણી પહોંચી રહ્યું છે. ગુજરાતની પાણી સમિતિમાં મહિલાઓએ કમાલ કર્યો છે. જળશક્તિ અભિયાન એક રાષ્ટ્રીય મિશન બની ગયું છે. એક પેડ મા કે નામ લગાવવાની અપીલ કરી છે. આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે અને દેસના વિકાસલક્ષી કાર્યોમાં યોગદાન આપવાનું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાતના સુરતમાં સામુદાયિક ભાગીદારી સાથે સંયુક્ત પ્રયાસ સ્વરૂપે હાથ ધરવામાં આવેલી પહેલ “જળ સંચય જન ભાગીદારી”નો શુભારંભ કરાવ્યો છે. સુરતથી ‘જળ સંચય ભાગીદારી પહેલ’ PM મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાઇને આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. PMના સમગ્ર સમાજના વિઝનથી પ્રેરિત થઈને જળ સંરક્ષણ માટે સમગ્ર સરકારી અભિગમ અને સામુદાયિક ભાગીદારી અને માલિકી પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકારે જળસુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવા નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય હિતધારકોને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો છે.
PM મોદીનું કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું હતું કે, જળસંચય માત્ર એક પોલિસી નથી, આ એક પ્રયાસ છે, એક પુણ્ય છે. ગુજરાતના લોકો આપદાના સમયમાં એક થયા અને આ અભિયાનમાં ભાગ લેવા માટે સૌને શુભકામના પાઠવવામાં આવી રહી છે. વિશાળ નદીઓ હોવા છતાં પાણીથી ઝઝૂમવું પડે છે. કુદરતી આપદાથી ભારે ખાનાખરાબી સર્જાઈ છે. ભારતની નદીઓને આપણે માતા કહીએ છીએ... પણ આજનો આ કાર્યક્રમ ગુજરાતની ધરતી પરથી શુભારંભ થયો છે. લોકો સુધી પાણી પહોંચાડવા કેટલાય સફળ પ્રયોગ થયા છે.
પહેલા ગુજરાતની શું દશા હતી તે સૌને ખબર છે. આપણે દેશને જળસંકટમાંથી બહાર કાઢીને રહીશું. અમે પહેલીવાર જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે. પહેલા દેશમાં માત્ર 3 કરોડ ઘરોમાં પાઈપથી પાણી પહોંચતું હતું. હવે આજે નળથી જળ અંતર્ગત પાણી પહોંચી રહ્યું છે. ગુજરાતની પાણી સમિતિમાં મહિલાઓએ કમાલ કર્યો છે. જળશક્તિ અભિયાન એક રાષ્ટ્રીય મિશન બની ગયું છે. એક પેડ મા કે નામ લગાવવાની અપીલ કરી છે. આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે અને દેસના વિકાસલક્ષી કાર્યોમાં યોગદાન આપવાનું છે.