Banaskanthaના ખેડૂતો દિવેલાના ઉભા પાકમાં સંકલિત રોગને નિયંત્રણ લેવા અજમાવો આ પદ્ધતિ

જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જોગ દિવેલાના પાકમાં રોગ નિયંત્રણ માટેના પગલા લેવા જણાવવામાં આવ્યું છે. જે મુજબ વધુ વરસાદને પગલે દિવેલા પાકમાં સંકલિત રોગ નિયંત્રણ માટે દિવેલાના ઊભા પાકમાં મૂળખાઇ રોગના અસરકારક નિયંત્રણ માટે ૧ હેક્ટરમાં ૫૦૦ કિ.ગ્રા. લીંબોળી કે રાયડાના ખોળ સાથે ૫ કિ.ગ્રા. ટ્રાયકોડર્મા હરજીયાનમ પાવડર ભેળવી ચાસમાં આપવાની ભલામણ છે.પાન ઉપર કરો દવાનો છંટકાવ ટ્રાયકોડર્મા મેળવવા માટે આપના નજીકની કૃષિ યુનિવર્સીટી અથવા કેવીકે અથવા જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાનો સંપર્ક/ મુલાકાત કરવી.ભાદરવા માસના ઓતરા ચીતરાના તાપમાં મૂળના કોહવારા રોગની તિવ્રતા વધુ જોવા મળતી હોવાથી આ માસમાં ભેજની તંગી અને ગરમી વધુ હોય ત્યારે પાકને જરૂરિયાત મુજબ રાત્રે પિયત આપવું અને પાણીની ખેંચ પડવા દેવી નહીં.આ રોગના રાસાયણિક નિયંત્રણ માટે કોઇ પણ તાંબાયુક્ત દવા (૩૦ ગ્રામકોપર ઓક્ઝીક્લોરાઈડને ૧૦ લિટર પાણીમાં ઓગાળી) અસરગ્રસ્ત છોડની આજુબાજુ આપીને ખુરપી વડે ગોડ કરવો તેમજ વધુ રોગવાળા છોડને ખેતરમાંથી મૂળ સાથે ઉખાડી બાળીને નાશ કરવો. ઝાળ (ઓલ્ટરનેરિયા બ્લાઇટ) અને પાનના ટપકાના રોગની શરૂઆત થતા ૨૫ ગ્રામ મેન્કોઝેબ ૭૫% વેટેબલ પાવડર અથવા ૪૦ ગ્રામ તાંબાયુક્ત કોપર ઓક્ઝીક્લોરાઈડ (૫૦% વેટેબલ પાવડર)ને ૧૦ લિટર પાણીમાં ઓગાળી પાન ઉપર છંટકાવ કરવો. ભેજવાળા વાતાવરણમાં આ રોગ ઉગ્ર બને છે આ રોગ ભેજવાળા વાતાવરણમાં વધુ ઉગ્ર બનતો હોવાથી આ પરિસ્થિતીમાં બે થી ત્રણ છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.જીવાણુથી થતા પાનના ટપકાના રોગની શરૂઆત થાય કે તરત જ ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લિન ૧૦ લિટર પાણીમાં અથવા ૨.૫ ગ્રામ પૌષામાઈસીન ૧૦ લિટર પાણીના દ્રાવણનો છોડ ઉપર છંટકાવ કરવો. પાકમાં રોગની તીવ્રતા વધુ રહેતી હોય છે ચોમાસામાં ઝરમર ઝરમર વરસાદ સતત પડતો હોય ત્યારે રોગની તીવ્રતા વધુ રહેતી હોય છે, આવી પરિસ્થિતીમાં બીજો છંટકાવ ૧૫ દિવસે કરવો.ગ્રે મોલ્ડ રોગની શરૂઆત થાય ત્યારે ૧૦ મિ.લિ. પ્રોપીકોનાજોલ અથવા ૧૦ ગ્રામ કાર્બેન્ડેઝીમને ૧૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો. દિવેલાના પાકમાં રેનીફોર્મ કૃમિનો ઉપદ્રવ ઘટાડવા માટે પાકમાં રીંગ કરી ખાતર સાથે ૩૩ કિ.ગ્રા. કાર્બોફ્યુરાન ૩% દાણાદાર ૧ હેક્ટર પ્રમાણે આપવું. ખેડૂતો આ અધિકારીનો કરી શકે છે સંપર્ક વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરી શકાશે.  

Banaskanthaના ખેડૂતો દિવેલાના ઉભા પાકમાં સંકલિત રોગને નિયંત્રણ લેવા અજમાવો આ પદ્ધતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જોગ દિવેલાના પાકમાં રોગ નિયંત્રણ માટેના પગલા લેવા જણાવવામાં આવ્યું છે. જે મુજબ વધુ વરસાદને પગલે દિવેલા પાકમાં સંકલિત રોગ નિયંત્રણ માટે દિવેલાના ઊભા પાકમાં મૂળખાઇ રોગના અસરકારક નિયંત્રણ માટે ૧ હેક્ટરમાં ૫૦૦ કિ.ગ્રા. લીંબોળી કે રાયડાના ખોળ સાથે ૫ કિ.ગ્રા. ટ્રાયકોડર્મા હરજીયાનમ પાવડર ભેળવી ચાસમાં આપવાની ભલામણ છે.

પાન ઉપર કરો દવાનો છંટકાવ
ટ્રાયકોડર્મા મેળવવા માટે આપના નજીકની કૃષિ યુનિવર્સીટી અથવા કેવીકે અથવા જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાનો સંપર્ક/ મુલાકાત કરવી.ભાદરવા માસના ઓતરા ચીતરાના તાપમાં મૂળના કોહવારા રોગની તિવ્રતા વધુ જોવા મળતી હોવાથી આ માસમાં ભેજની તંગી અને ગરમી વધુ હોય ત્યારે પાકને જરૂરિયાત મુજબ રાત્રે પિયત આપવું અને પાણીની ખેંચ પડવા દેવી નહીં.આ રોગના રાસાયણિક નિયંત્રણ માટે કોઇ પણ તાંબાયુક્ત દવા (૩૦ ગ્રામકોપર ઓક્ઝીક્લોરાઈડને ૧૦ લિટર પાણીમાં ઓગાળી) અસરગ્રસ્ત છોડની આજુબાજુ આપીને ખુરપી વડે ગોડ કરવો તેમજ વધુ રોગવાળા છોડને ખેતરમાંથી મૂળ સાથે ઉખાડી બાળીને નાશ કરવો. ઝાળ (ઓલ્ટરનેરિયા બ્લાઇટ) અને પાનના ટપકાના રોગની શરૂઆત થતા ૨૫ ગ્રામ મેન્કોઝેબ ૭૫% વેટેબલ પાવડર અથવા ૪૦ ગ્રામ તાંબાયુક્ત કોપર ઓક્ઝીક્લોરાઈડ (૫૦% વેટેબલ પાવડર)ને ૧૦ લિટર પાણીમાં ઓગાળી પાન ઉપર છંટકાવ કરવો.

ભેજવાળા વાતાવરણમાં આ રોગ ઉગ્ર બને છે
આ રોગ ભેજવાળા વાતાવરણમાં વધુ ઉગ્ર બનતો હોવાથી આ પરિસ્થિતીમાં બે થી ત્રણ છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.જીવાણુથી થતા પાનના ટપકાના રોગની શરૂઆત થાય કે તરત જ ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લિન ૧૦ લિટર પાણીમાં અથવા ૨.૫ ગ્રામ પૌષામાઈસીન ૧૦ લિટર પાણીના દ્રાવણનો છોડ ઉપર છંટકાવ કરવો.

પાકમાં રોગની તીવ્રતા વધુ રહેતી હોય છે
ચોમાસામાં ઝરમર ઝરમર વરસાદ સતત પડતો હોય ત્યારે રોગની તીવ્રતા વધુ રહેતી હોય છે, આવી પરિસ્થિતીમાં બીજો છંટકાવ ૧૫ દિવસે કરવો.ગ્રે મોલ્ડ રોગની શરૂઆત થાય ત્યારે ૧૦ મિ.લિ. પ્રોપીકોનાજોલ અથવા ૧૦ ગ્રામ કાર્બેન્ડેઝીમને ૧૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો. દિવેલાના પાકમાં રેનીફોર્મ કૃમિનો ઉપદ્રવ ઘટાડવા માટે પાકમાં રીંગ કરી ખાતર સાથે ૩૩ કિ.ગ્રા. કાર્બોફ્યુરાન ૩% દાણાદાર ૧ હેક્ટર પ્રમાણે આપવું.

ખેડૂતો આ અધિકારીનો કરી શકે છે સંપર્ક
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરી શકાશે.