Gandhinagarમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ગાંધીનગર-વાવોલને જોડતો અંડરપાસ બંધ
ગાંધીનગરમાં મેઘરાજાની જોરદાર બેટીંગભારે વરસાદથી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાં ગાંધીનગર-વાવોલને જોડતો અંડરપાસ બંધ આજે મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ધમરોળ્યુ છે અને અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે અને સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. ગાંધીનગર-વાવોલને જોડતો અંડરપાસ બંધ ત્યારે ગાંધીનગરમાં મેઘરાજા મહેરબાન થતાં શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અને મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે ભારે વરસાદના કારણે ગાંધીનગર-વાવોલને જોડતા અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયા છે, જ્યારે સાવચેતીને પગલે હાલમાં વાહનચાલકોની અવરજવર બંધ કરવામાં આવી છે. અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે 7 અંડરપાસ બંધ અમદાવાદમાં પણ વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે AMCએ સાવચેતી અને અંડર પાસમાં કોઈ વાહન ફસાઈ ના જાય તેની તકેદારી રાખીને શહેરના 7 અંડર પાસ બંધ કરી દીધા છે. શહેરના અખબાર નગર, મીઠાખડી અંડર પાસ, ઉસ્માનપુરા, 1સી સિલ્વરસ્ટાર અંડર પાસ, પરિમલ અંડર પાસ, એલસી-25 મકરબા અંડર પાસ અને દક્ષિણી અંડર પાસ લોકોની અવરજવર કરવા માટે બંધ કરી દેવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ રાજ્યમાં આજે વરસેલા ધોધમાર વરસાદ બાદ હવે ફરી એક વખત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહીની શક્યતા વ્યક્ત કરી છે. આજે રાત્રે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. ત્યારે ગાંધીનગર – અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 2થી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સારો વરસાદ વરસવાની શકયતાઓ વધુમાં તેમણે જણાવ્યું કે સપ્ટેમબર મહિના પણ વરસાદની આગાહી છે. 2થી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સારો વરસાદ વરસવાની શકયતાઓ સેવાઈ રહી છે. 12થી 15 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આગામી 48 કલાક પણ ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ સેવાઈ રહી છે, જેમાં ઉત્તર ગુજરાત સહિતના ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગાંધીનગરમાં મેઘરાજાની જોરદાર બેટીંગ
- ભારે વરસાદથી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાં
- ગાંધીનગર-વાવોલને જોડતો અંડરપાસ બંધ
આજે મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ધમરોળ્યુ છે અને અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે અને સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે.
ગાંધીનગર-વાવોલને જોડતો અંડરપાસ બંધ
ત્યારે ગાંધીનગરમાં મેઘરાજા મહેરબાન થતાં શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અને મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે ભારે વરસાદના કારણે ગાંધીનગર-વાવોલને જોડતા અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયા છે, જ્યારે સાવચેતીને પગલે હાલમાં વાહનચાલકોની અવરજવર બંધ કરવામાં આવી છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે 7 અંડરપાસ બંધ
અમદાવાદમાં પણ વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે AMCએ સાવચેતી અને અંડર પાસમાં કોઈ વાહન ફસાઈ ના જાય તેની તકેદારી રાખીને શહેરના 7 અંડર પાસ બંધ કરી દીધા છે. શહેરના અખબાર નગર, મીઠાખડી અંડર પાસ, ઉસ્માનપુરા, 1સી સિલ્વરસ્ટાર અંડર પાસ, પરિમલ અંડર પાસ, એલસી-25 મકરબા અંડર પાસ અને દક્ષિણી અંડર પાસ લોકોની અવરજવર કરવા માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ
રાજ્યમાં આજે વરસેલા ધોધમાર વરસાદ બાદ હવે ફરી એક વખત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહીની શક્યતા વ્યક્ત કરી છે. આજે રાત્રે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. ત્યારે ગાંધીનગર – અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
2થી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સારો વરસાદ વરસવાની શકયતાઓ
વધુમાં તેમણે જણાવ્યું કે સપ્ટેમબર મહિના પણ વરસાદની આગાહી છે. 2થી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સારો વરસાદ વરસવાની શકયતાઓ સેવાઈ રહી છે. 12થી 15 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આગામી 48 કલાક પણ ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ સેવાઈ રહી છે, જેમાં ઉત્તર ગુજરાત સહિતના ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે.