Wankaner: સતત વરસાદથી સુપ્રસિદ્ધ માટેલિયો ધરો ઓવરફ્લો, રસ્તા પર પાણી ભરાયાં

માં ખોડીયારના ધામ પાસેનો ધરો ઓવરફ્લો ધરો ઓવરફ્લો થતા માટેલના સ્થાનિકોમાં ખુશી માટેલિયા ધરા સાથે લોકોની ધાર્મિક આસ્થા છે મોરબી જિલ્લામાં સતત વરસાદને પગલે વાંકાનેરનો માટેલિયો ધરો ઓવરફ્લો થયો છે. માં ખોડીયારના ધામ પાસેનો ધરો ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ધરો ઓવરફ્લો થતા માટેલના સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે. વાંકાનેર તાલુકામાં આવેલા ખોડિયાર માતાના જગ પ્રસિદ્ધ માટેલ ધામ ખાતે આવેલ માટેલિયા ધરામાં ઉપરવાસમાં સારા વરસાદને લીધે પાણીની ધીંગી આવક થતાં ધરો છલોછલ ભરાઈ ગયો હતો અને ઉપરવાસની સતત આવકના પગલે ઓવરફ્લો થતાં આસપાસના ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં. વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી માટેલ જવાના રસ્તા પર પાણી ફરી વળતાં વાહન ચાલકોને હાલાકી સહન કરવી પડી હતી. મોરબી જિલ્લામાં રવિવારે સાંજથી શરૂ થઈ રાત્રી દરમિયાન ધીમીધારે વરસાદ વરસતા નદી નાળામાં વરસાદી પાણી વહેવા લાગ્યા હતા. વાંકાનેર તાલુકાના માટેલ ગામના ઉપરવાસમાં સારો વરસાદ પડ્યો હોવાના કારણે માટેલ ગામે આવેલ માટેલિયો ધરો વહેલી સવારથી ઓવર ફ્લો થઈ ગયો છે અને માટેલિયા ધરાનું પાણી રસ્તા ઉપર વહેવા લાગ્યું હોવાથી માટેલથી ઉપરના આસપાસના ગામના રસ્તાઓ વરસાદી પાણીના લીધે પ્રભાવિત થયા છે. વાહનચાલકોને સંભાળીને જવા આવવા તાકીદ કરવામાં આવી છે.

Wankaner: સતત વરસાદથી સુપ્રસિદ્ધ માટેલિયો ધરો ઓવરફ્લો, રસ્તા પર પાણી ભરાયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માં ખોડીયારના ધામ પાસેનો ધરો ઓવરફ્લો
  • ધરો ઓવરફ્લો થતા માટેલના સ્થાનિકોમાં ખુશી
  • માટેલિયા ધરા સાથે લોકોની ધાર્મિક આસ્થા છે

મોરબી જિલ્લામાં સતત વરસાદને પગલે વાંકાનેરનો માટેલિયો ધરો ઓવરફ્લો થયો છે. માં ખોડીયારના ધામ પાસેનો ધરો ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ધરો ઓવરફ્લો થતા માટેલના સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે.

વાંકાનેર તાલુકામાં આવેલા ખોડિયાર માતાના જગ પ્રસિદ્ધ માટેલ ધામ ખાતે આવેલ માટેલિયા ધરામાં ઉપરવાસમાં સારા વરસાદને લીધે પાણીની ધીંગી આવક થતાં ધરો છલોછલ ભરાઈ ગયો હતો અને ઉપરવાસની સતત આવકના પગલે ઓવરફ્લો થતાં આસપાસના ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં.

વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી

માટેલ જવાના રસ્તા પર પાણી ફરી વળતાં વાહન ચાલકોને હાલાકી સહન કરવી પડી હતી. મોરબી જિલ્લામાં રવિવારે સાંજથી શરૂ થઈ રાત્રી દરમિયાન ધીમીધારે વરસાદ વરસતા નદી નાળામાં વરસાદી પાણી વહેવા લાગ્યા હતા.

વાંકાનેર તાલુકાના માટેલ ગામના ઉપરવાસમાં સારો વરસાદ પડ્યો હોવાના કારણે માટેલ ગામે આવેલ માટેલિયો ધરો વહેલી સવારથી ઓવર ફ્લો થઈ ગયો છે અને માટેલિયા ધરાનું પાણી રસ્તા ઉપર વહેવા લાગ્યું હોવાથી માટેલથી ઉપરના આસપાસના ગામના રસ્તાઓ વરસાદી પાણીના લીધે પ્રભાવિત થયા છે. વાહનચાલકોને સંભાળીને જવા આવવા તાકીદ કરવામાં આવી છે.