Surendranagarના જોરાવરનગરમાં ગઈકાલે થયેલી હત્યામાં આરોપી વનરાજ ખાચર ઝડપાયો

સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ફાયરિંગ કરી હત્યા નિપજાવનાર આરોપી વનરાજ ખાચરની પોલીસે ધરપકડ કરી છે,પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો છે.ત્યારે પાન પાર્લર ચલાવતા મૃતક જીતુભા ગોહિલ પર ફાયરિંગ કર્યુ હતુ,રૂપિયાની લેતીદેતી મામલે હત્યા થઈ હોવાની વાત સામે આવી હતી. રૂપિયાની લેતીદેતીમાં કરાઈ હત્યા સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગરમાં ભરચક વિસ્તારમાં જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ કરાતા એકનું મોત નિપજ્યું છે.આરોપી પાસે ફટાકડાના રૂપિયા લેવાના હોવાથી અગાઉ ગત અઠવાડિયે માથાકૂટ થઇ હતી અને એ માથાકૂટનો ખાર રાખીને વનરાજ નામના આરોપીએ ફાયરિંગ કર્યુ હતુ.મૃતક જીતુભા ગોહીલ મયુરપાન પાર્લર ચલાવતા હતાં અને મૃતકના ઘેર માતમ છવાયો છે બે દિકરી એક દીકરાએ બાપની છત્રછાયા ગુમાવી છે.જીલ્લા એસપી ગીરીશકુમાર પંડ્યા ડીવાયએસપી રબારી એલસીબી સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકનું પીએમ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. હત્યાનો નોંધાયો ગુનો પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને તપાસ હાથધરી છે,આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને મુખ્ય વાત તો એ છે કે ગેરકાયદેસર રીતે હથિયાર કયાંથી લાવ્યા તે પણ એક સવાલ છે,ત્યારે મૃતદેહના પીએ બાદ પરિવારને મૃતદેહ અંતિમ ક્રિયા માટે સોંપવામાં આવ્યો હતો,પોલીસની અલગ-અલગ ટીમો આ બાબતે તપાસ કરી રહી હતી અને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યો છે સાથે સાથે આરોપીઓ જિલ્લો છોડીને ફરાર થઈ ગયો હતો તેવી માહિતી પણ સામે આવી હતી.

Surendranagarના જોરાવરનગરમાં ગઈકાલે થયેલી હત્યામાં આરોપી વનરાજ ખાચર ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ફાયરિંગ કરી હત્યા નિપજાવનાર આરોપી વનરાજ ખાચરની પોલીસે ધરપકડ કરી છે,પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો છે.ત્યારે પાન પાર્લર ચલાવતા મૃતક જીતુભા ગોહિલ પર ફાયરિંગ કર્યુ હતુ,રૂપિયાની લેતીદેતી મામલે હત્યા થઈ હોવાની વાત સામે આવી હતી.

રૂપિયાની લેતીદેતીમાં કરાઈ હત્યા

સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગરમાં ભરચક વિસ્તારમાં જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ કરાતા એકનું મોત નિપજ્યું છે.આરોપી પાસે ફટાકડાના રૂપિયા લેવાના હોવાથી અગાઉ ગત અઠવાડિયે માથાકૂટ થઇ હતી અને એ માથાકૂટનો ખાર રાખીને વનરાજ નામના આરોપીએ ફાયરિંગ કર્યુ હતુ.મૃતક જીતુભા ગોહીલ મયુરપાન પાર્લર ચલાવતા હતાં અને મૃતકના ઘેર માતમ છવાયો છે બે દિકરી એક દીકરાએ બાપની છત્રછાયા ગુમાવી છે.જીલ્લા એસપી ગીરીશકુમાર પંડ્યા ડીવાયએસપી રબારી એલસીબી સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકનું પીએમ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.


હત્યાનો નોંધાયો ગુનો

પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને તપાસ હાથધરી છે,આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને મુખ્ય વાત તો એ છે કે ગેરકાયદેસર રીતે હથિયાર કયાંથી લાવ્યા તે પણ એક સવાલ છે,ત્યારે મૃતદેહના પીએ બાદ પરિવારને મૃતદેહ અંતિમ ક્રિયા માટે સોંપવામાં આવ્યો હતો,પોલીસની અલગ-અલગ ટીમો આ બાબતે તપાસ કરી રહી હતી અને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યો છે સાથે સાથે આરોપીઓ જિલ્લો છોડીને ફરાર થઈ ગયો હતો તેવી માહિતી પણ સામે આવી હતી.