સાબરમતી રીવરફ્રન્ટ પર સ્ટંટ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ અપાયા
અમદાવાદ,રવિવારશહેરના રીવરફ્રન્ટના રસ્તાઓ પર બાઇક અને સ્કૂટરને પુરઝડપેે ચલાવીને ટીનેજર બાળકો અને યુવાનો દ્વારા કરવામાં આવતા સ્ટંટના કારણે વાહનચાલકોને નિયમિત રીતે હાલાકી પડે છે. એટલું જ આવા તત્વોના કારણે અન્ય વાહનચાલકોના જીવને પણ જોખમ રહે છે. થોડા દિવસ પહેલા સ્કૂટર પર પુરઝડપે જતા ત્રણ સગીર વયના બાળકોને અકસ્માત નડયો હતો. જે અંગે પોલીસે બાળકોને સ્કૂટર આપનાર વાલી વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. રીવરફ્રન્ટના રસ્તા પર સાંજના સમયે રેસ લગાવવાના તેમજ રીલ માટે સ્ટંટ કરતા વાહનચાલકોને કારણે પણ નાના મોટા અકસ્માત થતા રહે છે. એટલું જ નહી રીવરફ્રન્ટ પર ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિની મર્યાદા રાખવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,રવિવાર
શહેરના રીવરફ્રન્ટના રસ્તાઓ પર બાઇક અને સ્કૂટરને પુરઝડપેે ચલાવીને ટીનેજર બાળકો અને યુવાનો દ્વારા કરવામાં આવતા સ્ટંટના કારણે વાહનચાલકોને નિયમિત રીતે હાલાકી પડે છે. એટલું જ આવા તત્વોના કારણે અન્ય વાહનચાલકોના જીવને પણ જોખમ રહે છે. થોડા દિવસ પહેલા સ્કૂટર પર પુરઝડપે જતા ત્રણ સગીર વયના બાળકોને અકસ્માત નડયો હતો. જે અંગે પોલીસે બાળકોને સ્કૂટર આપનાર વાલી વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. રીવરફ્રન્ટના રસ્તા પર સાંજના સમયે રેસ લગાવવાના તેમજ રીલ માટે સ્ટંટ કરતા વાહનચાલકોને કારણે પણ નાના મોટા અકસ્માત થતા રહે છે. એટલું જ નહી રીવરફ્રન્ટ પર ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિની મર્યાદા રાખવામાં આવી છે.