Suratમાં ખેતરમાં સુઈ રહેલી બાળકીનું કાર ચાલકની બેદરકારીથી મોત, પોલીસે નોંધ્યો ગુનો

Dec 15, 2024 - 13:00
Suratમાં ખેતરમાં સુઈ રહેલી બાળકીનું કાર ચાલકની બેદરકારીથી મોત, પોલીસે નોંધ્યો ગુનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં 4 મહિનાના બાળકનું મોત થયું છે,જેમાં કાર ચાલકે રિવર્સ લેતા સમયે આ ઘટના બની હતી,બાળકને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું છે,પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથધરી છે,અને કારને પોલીસ સ્ટેશન ગુનાના ભાગરૂપે લીધી છે,પોલીસે મૃત બાળકીના માતા-પિતાના પણ નિવેદન નોંધ્યા છે.

સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત
ખેત મજૂરી કરતા 4 માસના બાળકનું મોત થયું છે.શેરડી કાપતાં મજુરે પોતાના બાળકને રોડના વળાંકમાં બાજુ માં દીવાલ પાસે સુવડાવ્યું હતું અને કાર ચાલકે કાર રીવર્સ લેતા આ ઘટના બની છે,ફાર્મમાં જવાના રોડ પર આ ઘટના બની હતી,કાર ચાલક વળાંક લઈ પસાર થતો હતો તે દરમિયાન ટાયરનો ભાગ સુતેલા બાળકને માથાના ભાગે અડી ગયો જેના કારણે તેનું મોત થયું છે.કામરેજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

બાળક રમતું હોય જાહેર જગ્યાએ તો તેને એકલું ના મૂકો
જયારે તમારૂ બાળક જાહેર જગ્યામાં કે ફલેટના પ્લોટ વિસ્તારમાં રમતું હોય તો તેને એકલુ ના મૂકો,આવી ઘટના એક વાર નહી પરંતુ અનેક વાર બની ચૂકી છે,માતા-પિતાની બેદરકારીની કારણે બાળકને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.બાળક જયારે રમતુ હોય ત્યારે માતા અથવા પિતા અથવા તો ઘરનો એક સભ્ય હાજર હોય તો આવી ઘટનાથી તમારૂ બાળક જશી જશે.

9 ડિસેમ્બરે ઓલપાડમાં બની આવી ઘટના
સુરતના ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં કારની અડફેટે બાળકીનું મોત થયું છે.બાળકી રમતી હતી અને તે દરમિયાન અચાનક કાર ચાલકે રીવર્સ લેતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,અટોદરાની સ્વર્ગ સોસાયટીમાં બાળકી રમતી હતી અને આ ઘટના બની હોવાની માહિતી સામે આવી છે,પોલીસે કાર ચાલક અરવિંદ વિશ્વકર્માની અટકાયત કરી છે અને તપાસ હાથધરી છે.નવસારીનો કાર ચાલક છે અને તેની બેદરકારીના કારણે આ બાળકીનું મોત થયું હોવાની વાત સામે આવી 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0