Surat: હીરા ઉદ્યોગમાં અત્યાર સુધીની સૌથી ભયંકર મંદી, નેચરલ ડાયમંડના માગમાં ઘટાડો
સુરતનું નામ લેતાની સાથે જ આપણને ત્યાંનો હીરા ઉદ્યોગ યાદ આવે. ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે જ્યારે પણ વિદેશમાં કોઈ રાજકીય ઊથલપાથલ કે અન્ય કોઈ મોટી ઘટના બને છે ત્યારે તેની સીધી અસર હીરા ઉદ્યોગો ઉપર જોવા મળે છે. ખાસ કરીને યુરોપિયન દેશોમાં જ્યારે મંદીની અસર દેખાય છે. ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગ ઉપર સંકટના વાદળ છવાય છે. સુરતમાં ધબકતા હીરા ઉદ્યોગે ભયંકર મંદીનો માર સહન કર્યો છે. પણ આ વખતે જે મંદી આવી છે તે ખુબજ ભયંકર છે. સુરતમાં હીરા વેપારમાં ભયંકર મંદીનો માહોલ 5 મહિનામાં રફ હીરાની આયાતમાં 48 ટકા સુધીનો ઘટાડો થયો છે. ડિમાન્ડ નહીં હોવાથી ઉદ્યોગકારોએ રિસ્ક લેવાનું ટાળ્યું છે. માઇનિંગ કંપનીએ હરાજી ટાળવા સાથે આપી છૂટછાટ. હરાજી ટાળવા સાઈટ હોલ્ડરને છૂટછાટ આપી દીધી છે.5 મહિનામાં રફ હીરાની આયાતમાં 48 ટકા સુધીનો ઘટાડો નેચરલ ડાયમંડના માગમાં ઘટાડો સુરતમાં નેચરલ ડાયમંડનો ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતો હતો. વિદેશમાંથી આવતા રફને પોલિશ્ડ અને કટિંગ કરી વિદેશમાં મોકલવામાં આવે છે. પરંતુ આ વખતે વૈશ્વિક બજારમાં રિયલ ડાયમંડની માંગ ઘટી છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. સાથે સાથે લેબગ્રોન ડાયમંડને કારણે પણ નેચરલ ડાયમંડ ઉપર ખૂબ મોટી અસર દેખાઈ રહી છે. વૈશ્વિક સ્તરે મંદી હોવાને કારણે લોકોની ખરીદશક્તિમાં ઘટાડો નોંધાયો છે. જેથી નેચરલ ડાયમંડ ખરીદનારાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વખતે પણ મંદી છેલ્લાં બે વર્ષથી જોવા મળી રહી છે. નેચરલ ડાયમંડ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો આશા લઈને બેઠા છે કે હવે મંદી દૂર થશે પરંતુ લાંબોગાળો પસાર થઈ ગયા બાદ પણ હજી સુધી નેચરલ ડાયમંડની અંદર તેજી આવી નથી. આ ડાયમંડ ઉદ્યોગના ઇતિહાસમાં પહેલી વખત થયું છે. જેને કારણે હીરા ઉદ્યોગકારોની કેપિટલ ઉપર પણ ખૂબ મોટી અસર થઈ છે. નાણાકીય ધોવાણનો સમય ચાલી રહ્યો છે. નેચરલ ડાયમંડમાં વૈશ્વિક સ્તર ઉપર પણ અનેક સંકટો આવ્યાં હોવાને કારણે સ્થિતિ વધુ ખરાબ થતી જઈ રહી છે. એક તરફ વિશ્વભરમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ વિશ્વભરમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રફ ડાયમંડ ઉપર અનેક પ્રકારના પ્રતિબંધો અમેરિકા અને રશિયાના ખરાબ સંબંધોને કારણે લગાડવામાં આવ્યા હતા. વૈશ્વિક બજારમાં આજે પણ સ્થિતિ સ્પષ્ટ થઈ રહી નથી. જેથી ડાયમંડ ઉદ્યોગની ચિંતા હજી પણ યથાવત્ છે. આજે રિયલ ડાયમંડના વેપારની વાત કરીએ તો માત્ર 20% ઉપર આવીને અટકી ગયો છે. દરેક ઉદ્યોગની મંદી સહન કરવાની એક ક્ષમતા હોય છે. પરંતુ આ વખતે પ્રથમવાર એવું થયું છે કે મંદીનો સમય દોઢથી બે વર્ષ જેટલો પસાર થયો છે પરંતુ હજી તેમાંથી ઉદ્યોગ બહાર આવી શક્યો નથી, જે હીરા ઉદ્યોગ માટે ચિંતાનો વિષય બન્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતનું નામ લેતાની સાથે જ આપણને ત્યાંનો હીરા ઉદ્યોગ યાદ આવે. ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે જ્યારે પણ વિદેશમાં કોઈ રાજકીય ઊથલપાથલ કે અન્ય કોઈ મોટી ઘટના બને છે ત્યારે તેની સીધી અસર હીરા ઉદ્યોગો ઉપર જોવા મળે છે. ખાસ કરીને યુરોપિયન દેશોમાં જ્યારે મંદીની અસર દેખાય છે. ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગ ઉપર સંકટના વાદળ છવાય છે. સુરતમાં ધબકતા હીરા ઉદ્યોગે ભયંકર મંદીનો માર સહન કર્યો છે. પણ આ વખતે જે મંદી આવી છે તે ખુબજ ભયંકર છે.
સુરતમાં હીરા વેપારમાં ભયંકર મંદીનો માહોલ
5 મહિનામાં રફ હીરાની આયાતમાં 48 ટકા સુધીનો ઘટાડો થયો છે. ડિમાન્ડ નહીં હોવાથી ઉદ્યોગકારોએ રિસ્ક લેવાનું ટાળ્યું છે. માઇનિંગ કંપનીએ હરાજી ટાળવા સાથે આપી છૂટછાટ. હરાજી ટાળવા સાઈટ હોલ્ડરને છૂટછાટ આપી દીધી છે.
5 મહિનામાં રફ હીરાની આયાતમાં 48 ટકા સુધીનો ઘટાડો
નેચરલ ડાયમંડના માગમાં ઘટાડો સુરતમાં નેચરલ ડાયમંડનો ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતો હતો. વિદેશમાંથી આવતા રફને પોલિશ્ડ અને કટિંગ કરી વિદેશમાં મોકલવામાં આવે છે. પરંતુ આ વખતે વૈશ્વિક બજારમાં રિયલ ડાયમંડની માંગ ઘટી છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. સાથે સાથે લેબગ્રોન ડાયમંડને કારણે પણ નેચરલ ડાયમંડ ઉપર ખૂબ મોટી અસર દેખાઈ રહી છે. વૈશ્વિક સ્તરે મંદી હોવાને કારણે લોકોની ખરીદશક્તિમાં ઘટાડો નોંધાયો છે. જેથી નેચરલ ડાયમંડ ખરીદનારાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ વખતે પણ મંદી છેલ્લાં બે વર્ષથી જોવા મળી રહી છે. નેચરલ ડાયમંડ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો આશા લઈને બેઠા છે કે હવે મંદી દૂર થશે પરંતુ લાંબોગાળો પસાર થઈ ગયા બાદ પણ હજી સુધી નેચરલ ડાયમંડની અંદર તેજી આવી નથી. આ ડાયમંડ ઉદ્યોગના ઇતિહાસમાં પહેલી વખત થયું છે. જેને કારણે હીરા ઉદ્યોગકારોની કેપિટલ ઉપર પણ ખૂબ મોટી અસર થઈ છે. નાણાકીય ધોવાણનો સમય ચાલી રહ્યો છે. નેચરલ ડાયમંડમાં વૈશ્વિક સ્તર ઉપર પણ અનેક સંકટો આવ્યાં હોવાને કારણે સ્થિતિ વધુ ખરાબ થતી જઈ રહી છે.
એક તરફ વિશ્વભરમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે
એક તરફ વિશ્વભરમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રફ ડાયમંડ ઉપર અનેક પ્રકારના પ્રતિબંધો અમેરિકા અને રશિયાના ખરાબ સંબંધોને કારણે લગાડવામાં આવ્યા હતા. વૈશ્વિક બજારમાં આજે પણ સ્થિતિ સ્પષ્ટ થઈ રહી નથી. જેથી ડાયમંડ ઉદ્યોગની ચિંતા હજી પણ યથાવત્ છે. આજે રિયલ ડાયમંડના વેપારની વાત કરીએ તો માત્ર 20% ઉપર આવીને અટકી ગયો છે. દરેક ઉદ્યોગની મંદી સહન કરવાની એક ક્ષમતા હોય છે. પરંતુ આ વખતે પ્રથમવાર એવું થયું છે કે મંદીનો સમય દોઢથી બે વર્ષ જેટલો પસાર થયો છે પરંતુ હજી તેમાંથી ઉદ્યોગ બહાર આવી શક્યો નથી, જે હીરા ઉદ્યોગ માટે ચિંતાનો વિષય બન્યો છે.