Botadના ઉગામેડીમાં આકાર પામ્યું અદભુત અમૃત સરોવર, સ્થાનિકોમાં ખુશીનો માહોલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વાત બોટાદ જિલ્લામાં વિકસેલા ખુબ જ પ્રસિદ્ધ એવા સ્થળ ઉગામેડી ખાતે આવેલા અમૃત સરોવરની. કેન્દ્રસરકારે પણ લીધી નોંધ દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગતની ઉજવણીના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીએ દેશનાં તમામ જિલ્લાઓમાં દેશના તમામ જિલ્લાઓમાં ઓછામાં ઓછા ૭૫ અમૃત સરોવરના નવ નિર્માણ/નવીનીકરણ કરવા માટે ભારત કરવાનું આહ્વાન કર્યું હતું. જેના પ્રતિસાદરૂપે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા ઉગામેડી ગામમાં નમૂનારૂપ અદભુત અમૃત સરોવર નિર્માણ પામ્યું છે.જેની ખાસ નોંધ કેન્દ્ર સરકારે પણ લીધી છે. ડાયમંડ એક્સપોર્ટનો મળ્યો સહયોગ વડાપ્રધાનની અધ્યક્ષતામાં તા. ૨૨-૦૨-૨૦૨૩નો રોજ મળેલી “પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ (PRAGATI)” બેઠકમાં દેશના બે નમૂનારૂપ અમૃત સરોવર તરીકે ઉગામેડીના આ સરોવરની પસંદગી કરવામાં આવી છે.કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા સાંસદ આદર્શ ગામ યોજના-SAGY અંતર્ગત પસંદગી કરાયેલાં ઉગામેડી ગામમાં લોકભાગીદારી, મહાત્મા ગાંધી નરેગા તથા અન્ય સરકારી યોજના તેમજ કોર્પોરેટ સમાજિક જવાબદારી(CSR)ના ભાગરૂપે આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉગામેડી ગ્રામ વિકાસ સમિતિ તેમજ ગામના જ જાણીતા ઉદ્યોગકારની માલિકીના ધર્મનંદન ડાયમંડ એક્સપોર્ટના સહયોગથી નમૂનારૂપ તળાવનું નિર્માણ કરવાનું નક્કી કરાયું. જાણો આ તળાવની વિશેષતા ૫૧૫ મીટર લંબાઇ, ૧૦૦ મીટર આજુબાજુ પહોળાઈ ધરાવતું તેમજ ૩૦-૩૪ ફૂટ સરેરાશ ઊંડાઈવાળું આ સરોવર ૧૨.૭૪ એકરમાં ફેલાયેલું છે, જે ૪.૭૧ લાખ ક્યુબીક મીટર પાણીના જથ્થાની સંગ્રહશક્તિ ધરાવે છે. આ તળાવ નિર્માણમાં લોકભાગીદારી, CSR તથા સરકારી યોજનાઓ જેવી કે, ૧૫મું નાણાપંચ, મહાત્મા ગાંધી નરેગા અને વન વિભાગની યોજનાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે. ૧૪૯ લાખ એટલે કે લગભગ દોઢ કરોડના ખર્ચે નિર્માણ પામેલું આ સરોવર “ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી” તરીકે ઓળખ પામ્યું છે. આસપાસ વૃક્ષો પણ વાવ્યા કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ અમૃત સરોવર ખાતે વૃક્ષારોપણ, રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે ધ્વજવંદન કાર્યક્રમ માટે ધ્વજસ્તંભ નિર્માણ અને બેઠક વ્યવસ્થા, ફાઉન્ડેશન સ્ટોન, જવાનો રસ્તા નિર્માણ અને અન્ય સુશોભન દ્વારા ગામમાં આધુનિક સગવડો ધરાવતી નવી મિલકત નિર્માણ પામી છે.જિલ્લાનું ઉગામેડી અમૃત સરોવર મોડેલ દ્રષ્ટાંતરૂપ બનાવવામાં આવ્યું છે. “ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી”ની વિશેષતાઓમાં પાણી સંગ્રહ માટે પાકા ચેકડેમ, આસપાસ સુશોભનની કામગીરી સરોવરની આજુબાજુ સ્થાનિક પાંચ હજાર વૃક્ષોનું વનીકરણ અને હાલમાં આ તળાવ આસપાસ ૧.૨૫ લાખ વૃક્ષો વાવેતર કામગીરી પ્રગતિ હેઠળ છે. સાયકલ યાત્રા દ્વારા અનોખી ઉજવણી સુંદર પાકા રસ્તા, લાઈટ અને સીસીટીવી કેમેરા, બેસવા માટે અલગ-અલગ બેઠક વ્યવસ્થા, નૌકા વિહાર સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. તળાવની સુંદરતા માટે વિવિધ સુશોભન કામગીરીથી આ સરોવરની આગવી ઓળખ ઊભી થઈ છે. જેથી ઉગામેડી તથા આસપાસના ગામલોકો માટે હરવા-ફરવા અને સાતમ આઠમ અને કૃષ્ણ મહોત્સવ, યોગ કસરત સ્થળ, સેલ્ફી પોઈન્ટ જેવા કાર્યકમ ગામના અમૃત સરોવ૨ના સ્થળે આયોજન ઉજવણી માટે પસંદગીનું પ્રવાસન સ્થળ બન્યું છે.આઝાદી કા અમૃત મહોત્સવ ભાગ રૂપે ગઢડાથી મિશન અમૃત સરોવર ઉગામેડી સુધી ૨૦ કિમી સાયકલ યાત્રા દ્વારા અનોખી ઉજવણી કરી યુવાનોને પેરણા પૂરી પાડી હતી. ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી આજે ચિલ્ડ્રન પાર્ક, ગ્રામ્ય પિકનિક પોઈન્ટ ,નોંકા વિહાર અને વોકિંગ એરિયા તરીકે જિલ્લામાં આગવી ઓળખ અને પ્રેરણાનું સ્તોત્ર બન્યું છે.ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડીની વિશેષતાઓ જોઈ જિલ્લામાં તરઘરા, અણીયાળી કસ્બાતી, ઢાંકણીયા સહિતના ગામો પોતાના ગામમાં આવા મોડેલ અમૃત સરોવર બનાવવાની દિશામાં સુકાર્યરત છે. 50 રૂપિયાના ખર્ચે બોટીંગ ઉગામેડીમાં ગામના જાણીતા ધર્મનંદન ડાયમંડ એક્સપોર્ટના માલિક દ્વારા પોતાના ગામમાં ઉગામેડી ગ્રામ વિકાસ સમિતિ દ્વારા ઉદાહરણરૂપ તળાવ નિર્માણ નક્કી કરવામાં આવ્યું હતું. ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડીની વિશેષતામાં નૌકા વિહાર સગવડતા જેમાં. આ તળાવ અગામી સમયમાં જિલ્લાનું મોડેલ સરોવર બને અને વિશેષ નૌકા વિહાર સગવડતા ઉભી કરવા ૫૦.૦૦ લાખ રૂપિયાના ખર્ચે બોટિંગ જેટી બનાવવામાં આવી અને ૦૨ મોટી બોટ ખરીદી સાથે નાની સ્પીડ બોટ બે સ્કુટર બોટ મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત બાઈક બોટ પણ ૦૨ સુવિધા ઉભી કરવામાં આવી છે. ગામના મુખ્ય તહેવાર અન્ય સામજિક આનદ મનોરંજન દરમ્યાન ગામના લોકો અને આજુબાજુના લોકો તળાવની મુલાકાત લે ત્યારે નૌકા વિહારનો અવશ્ય લાભ લે છે. શાળાના બાળકો પ્રવાસ દરમ્યાન બોટિંગ લ્હાવો લે જે વિના મુલ્ય હોય છે. ચાલુ વર્ષમાં યોગ દિવસ ઉજવણી દરમ્યાન નૌકા વિહાર સાથે યોગની અનોખી ઉજવણી પણ કરવામાં આવી હતી. પ્રવાસન સ્થળ સરકારના ખેડૂતની આવક બમણી કરવાના નિર્ધારમાં અમૃત સરોવરોની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થશે. ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડીના નિર્માણ બાદ પાણીનો સંગ્રહ થતા આજુબાજુ સ્થાનિક ખેડૂતોને સિંચાઈમાં ફાયદો મળી રહ્યો છે. આજે આજુબાજુના ૧૦-૧૫ ગામોના ખેડૂતોની ૧,૨૦૦ હેક્ટર જેટલી ખેતીના પિયત માટે આ સરોવરના પાણીની મદદ મળી રહી છે. તેમજ તળાવની બાજુમાં ૨૦૦ ગાયોની ગૌશાળાના પશુઓને પણ પીવાનું પાણી પૂરું પાડી રહ્યું છે. આ ઉપરાંત ગ્રામજનો જરૂર પડ્યે તેનું પાણી શુદ્ધ કરી પીવા માટે ઉપયોગમાં લઈ શકાશે. આમ, ઉગામેડી ગામે નિર્માણ પામેલું અમૃત સરોવર જીવસૃષ્ટિની પાણીની જરૂરિયાત પૂરી કરવાની સાથે-સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. 

Botadના ઉગામેડીમાં આકાર પામ્યું અદભુત અમૃત સરોવર, સ્થાનિકોમાં ખુશીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વાત બોટાદ જિલ્લામાં વિકસેલા ખુબ જ પ્રસિદ્ધ એવા સ્થળ ઉગામેડી ખાતે આવેલા અમૃત સરોવરની.

કેન્દ્રસરકારે પણ લીધી નોંધ

દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગતની ઉજવણીના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીએ દેશનાં તમામ જિલ્લાઓમાં દેશના તમામ જિલ્લાઓમાં ઓછામાં ઓછા ૭૫ અમૃત સરોવરના નવ નિર્માણ/નવીનીકરણ કરવા માટે ભારત કરવાનું આહ્વાન કર્યું હતું. જેના પ્રતિસાદરૂપે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા ઉગામેડી ગામમાં નમૂનારૂપ અદભુત અમૃત સરોવર નિર્માણ પામ્યું છે.જેની ખાસ નોંધ કેન્દ્ર સરકારે પણ લીધી છે.


ડાયમંડ એક્સપોર્ટનો મળ્યો સહયોગ

વડાપ્રધાનની અધ્યક્ષતામાં તા. ૨૨-૦૨-૨૦૨૩નો રોજ મળેલી “પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ (PRAGATI)” બેઠકમાં દેશના બે નમૂનારૂપ અમૃત સરોવર તરીકે ઉગામેડીના આ સરોવરની પસંદગી કરવામાં આવી છે.કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા સાંસદ આદર્શ ગામ યોજના-SAGY અંતર્ગત પસંદગી કરાયેલાં ઉગામેડી ગામમાં લોકભાગીદારી, મહાત્મા ગાંધી નરેગા તથા અન્ય સરકારી યોજના તેમજ કોર્પોરેટ સમાજિક જવાબદારી(CSR)ના ભાગરૂપે આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉગામેડી ગ્રામ વિકાસ સમિતિ તેમજ ગામના જ જાણીતા ઉદ્યોગકારની માલિકીના ધર્મનંદન ડાયમંડ એક્સપોર્ટના સહયોગથી નમૂનારૂપ તળાવનું નિર્માણ કરવાનું નક્કી કરાયું.

જાણો આ તળાવની વિશેષતા

૫૧૫ મીટર લંબાઇ, ૧૦૦ મીટર આજુબાજુ પહોળાઈ ધરાવતું તેમજ ૩૦-૩૪ ફૂટ સરેરાશ ઊંડાઈવાળું આ સરોવર ૧૨.૭૪ એકરમાં ફેલાયેલું છે, જે ૪.૭૧ લાખ ક્યુબીક મીટર પાણીના જથ્થાની સંગ્રહશક્તિ ધરાવે છે. આ તળાવ નિર્માણમાં લોકભાગીદારી, CSR તથા સરકારી યોજનાઓ જેવી કે, ૧૫મું નાણાપંચ, મહાત્મા ગાંધી નરેગા અને વન વિભાગની યોજનાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે. ૧૪૯ લાખ એટલે કે લગભગ દોઢ કરોડના ખર્ચે નિર્માણ પામેલું આ સરોવર “ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી” તરીકે ઓળખ પામ્યું છે.

આસપાસ વૃક્ષો પણ વાવ્યા

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ અમૃત સરોવર ખાતે વૃક્ષારોપણ, રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે ધ્વજવંદન કાર્યક્રમ માટે ધ્વજસ્તંભ નિર્માણ અને બેઠક વ્યવસ્થા, ફાઉન્ડેશન સ્ટોન, જવાનો રસ્તા નિર્માણ અને અન્ય સુશોભન દ્વારા ગામમાં આધુનિક સગવડો ધરાવતી નવી મિલકત નિર્માણ પામી છે.જિલ્લાનું ઉગામેડી અમૃત સરોવર મોડેલ દ્રષ્ટાંતરૂપ બનાવવામાં આવ્યું છે. “ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી”ની વિશેષતાઓમાં પાણી સંગ્રહ માટે પાકા ચેકડેમ, આસપાસ સુશોભનની કામગીરી સરોવરની આજુબાજુ સ્થાનિક પાંચ હજાર વૃક્ષોનું વનીકરણ અને હાલમાં આ તળાવ આસપાસ ૧.૨૫ લાખ વૃક્ષો વાવેતર કામગીરી પ્રગતિ હેઠળ છે.


સાયકલ યાત્રા દ્વારા અનોખી ઉજવણી

સુંદર પાકા રસ્તા, લાઈટ અને સીસીટીવી કેમેરા, બેસવા માટે અલગ-અલગ બેઠક વ્યવસ્થા, નૌકા વિહાર સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. તળાવની સુંદરતા માટે વિવિધ સુશોભન કામગીરીથી આ સરોવરની આગવી ઓળખ ઊભી થઈ છે. જેથી ઉગામેડી તથા આસપાસના ગામલોકો માટે હરવા-ફરવા અને સાતમ આઠમ અને કૃષ્ણ મહોત્સવ, યોગ કસરત સ્થળ, સેલ્ફી પોઈન્ટ જેવા કાર્યકમ ગામના અમૃત સરોવ૨ના સ્થળે આયોજન ઉજવણી માટે પસંદગીનું પ્રવાસન સ્થળ બન્યું છે.આઝાદી કા અમૃત મહોત્સવ ભાગ રૂપે ગઢડાથી મિશન અમૃત સરોવર ઉગામેડી સુધી ૨૦ કિમી સાયકલ યાત્રા દ્વારા અનોખી ઉજવણી કરી યુવાનોને પેરણા પૂરી પાડી હતી. ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી આજે ચિલ્ડ્રન પાર્ક, ગ્રામ્ય પિકનિક પોઈન્ટ ,નોંકા વિહાર અને વોકિંગ એરિયા તરીકે જિલ્લામાં આગવી ઓળખ અને પ્રેરણાનું સ્તોત્ર બન્યું છે.ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડીની વિશેષતાઓ જોઈ જિલ્લામાં તરઘરા, અણીયાળી કસ્બાતી, ઢાંકણીયા સહિતના ગામો પોતાના ગામમાં આવા મોડેલ અમૃત સરોવર બનાવવાની દિશામાં સુકાર્યરત છે.

50 રૂપિયાના ખર્ચે બોટીંગ

ઉગામેડીમાં ગામના જાણીતા ધર્મનંદન ડાયમંડ એક્સપોર્ટના માલિક દ્વારા પોતાના ગામમાં ઉગામેડી ગ્રામ વિકાસ સમિતિ દ્વારા ઉદાહરણરૂપ તળાવ નિર્માણ નક્કી કરવામાં આવ્યું હતું. ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડીની વિશેષતામાં નૌકા વિહાર સગવડતા જેમાં. આ તળાવ અગામી સમયમાં જિલ્લાનું મોડેલ સરોવર બને અને વિશેષ નૌકા વિહાર સગવડતા ઉભી કરવા ૫૦.૦૦ લાખ રૂપિયાના ખર્ચે બોટિંગ જેટી બનાવવામાં આવી અને ૦૨ મોટી બોટ ખરીદી સાથે નાની સ્પીડ બોટ બે સ્કુટર બોટ મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત બાઈક બોટ પણ ૦૨ સુવિધા ઉભી કરવામાં આવી છે. ગામના મુખ્ય તહેવાર અન્ય સામજિક આનદ મનોરંજન દરમ્યાન ગામના લોકો અને આજુબાજુના લોકો તળાવની મુલાકાત લે ત્યારે નૌકા વિહારનો અવશ્ય લાભ લે છે. શાળાના બાળકો પ્રવાસ દરમ્યાન બોટિંગ લ્હાવો લે જે વિના મુલ્ય હોય છે. ચાલુ વર્ષમાં યોગ દિવસ ઉજવણી દરમ્યાન નૌકા વિહાર સાથે યોગની અનોખી ઉજવણી પણ કરવામાં આવી હતી.

પ્રવાસન સ્થળ

સરકારના ખેડૂતની આવક બમણી કરવાના નિર્ધારમાં અમૃત સરોવરોની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થશે. ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડીના નિર્માણ બાદ પાણીનો સંગ્રહ થતા આજુબાજુ સ્થાનિક ખેડૂતોને સિંચાઈમાં ફાયદો મળી રહ્યો છે. આજે આજુબાજુના ૧૦-૧૫ ગામોના ખેડૂતોની ૧,૨૦૦ હેક્ટર જેટલી ખેતીના પિયત માટે આ સરોવરના પાણીની મદદ મળી રહી છે. તેમજ તળાવની બાજુમાં ૨૦૦ ગાયોની ગૌશાળાના પશુઓને પણ પીવાનું પાણી પૂરું પાડી રહ્યું છે. આ ઉપરાંત ગ્રામજનો જરૂર પડ્યે તેનું પાણી શુદ્ધ કરી પીવા માટે ઉપયોગમાં લઈ શકાશે. આમ, ઉગામેડી ગામે નિર્માણ પામેલું અમૃત સરોવર જીવસૃષ્ટિની પાણીની જરૂરિયાત પૂરી કરવાની સાથે-સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.