Agriculture : શેરડીની ખેતી કરવાના છે અનેક ફાયદા, ખેડૂત જાણો મહત્વની વાત

શેરડી એ ગ્રામીણ પરિવારનો બહુવર્ષીય સભ્ય છોડ છે. બહુવર્ષીયનો અર્થ એ છે કે, એક વખત લગાવ્યા પછી બીજી વાર લગાવવાની જરૂર નથી. આમ જ અનેક વર્ષો સુધી ઉત્પાદન મળતું રહે છે. શેરડી એ પારિવારિક છોડ છે. જો આપણે એક આંખ લગાવીએ તો એમાંથી અનેક છોડ આવે છે, અને પરિવાર બને છે. એક પરિવારમાં મહત્તમ ૧૦૮ છોડ નીકળી શકે છે.પણ બધા છોડ શેરડીનું સ્વરૂપ લઈ શકતા નથી, રાસાયણિક ખેતીમાં એક આંખમાંથી શેરડીના ૬-૭ છોડ નીકળે છે.જ્યારે પ્રાકૃતિક કૃષિમાં આપણને એક આંખમાંથી શેરડીના ૧૨ થી ૨૧ સુધી છોડ પ્રાપ્ત થાય છે.શેરડી વાવવાનો સમય આમ તો ઓગસ્ટથી લઈને 10 નવેમ્બર સુધીનો માનવામાં આવે છે. આ સમય દરમિયાન શેરડીનું વાવેતર કરવું જોઈએ. પરંતુ શેરડી વાવવા પહેલા શક્ય હોય તો કઠોળનો પાક લેવો જોઈએ. ખેડની પદ્ધતિ જાણો જમીનને શેરડીનું ઉત્પાદન લેતાં પહેલાં સમતલ કરો. સમતલ કર્યા બાદ ૪૦૦ લીટર/એકર જીવામૃત પાણીની સાથે આપીને ઓરવણું કરો. ઓરવણા પછી વરાપ થઈ જાય પછી, હળવી ખેડ કરો અંતિમ ખેડના સમયે ૪૦૦ કિ.ગ્રા. ઘનજીવામૃત/એકર ભૂમિમાં ભેળવી દો. ત્યારબાદ ઉત્તર દક્ષિણ દિશામાં ખેડ કરો. બીજ માટે શેરડીની પસંદગી બીજ માટે ૮-૯ મહિનાની ઉંમરની શેરડી જોઈએ. તેમાં ૧૨% શર્કરાની માત્રા હોવી જોઈએ. છોડનો રંગ લીલો તથા આંખ ઉપસેલી હોવી જોઈએ. આખી શેરડી લીલી તથા સ્વસ્થ હોવી જોઈએ. જો શક્ય હોય તો પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થયેલી શેરડીનો પ્રયોગ કરો. એમાં ૩૦% ઉત્પાદન વધુ મળશે. શેરડીમાંથી બીજ આંખ એ રીતે કાઢવી કે, આંખની પાછળનો પહોળો ભાગ ૨/૩ અને આંખની સામેનો ભાગ ૧/૩ હોય. કેમ કે, શેરડીનું અંકુરણ વચ્ચેના ભાગથી થાય છે અને ત્યાં ખોરાકની સમાપ્તિ પછી આગળના ભાગથી ખોરાક લે છે. ૧ એકર જમીન માટે એક ગુંઠામાં થતી શેરડી જેટલા બીજની આવશ્યકતા હોય છે. ખેડ કર્યા પહેલાં પાકના અવશેષો એક સ્થળે એકત્રિત કરો. અંતિમ ખેડ પહેલાં ૧૦ કિલો ઘનજીવામૃત છાંટી દો અને ત્યારબાદ ૮ x ૮ ફૂટના અંતર ઉપર ચાસ પાડો. ૧ ગુંઠામાં ૪ ચાસ પાડો. શેરડી વાવવાની રીત શેરડી વાવતા પહેલા ૨ ફૂટના અંતરે ઉત્તર, દક્ષિણ દિશામાં ચાસ બનાવવાની અથવા ઢાળની વિરુદ્ધ દિશામાં ચાસ બનાવવા, આ ચાસની પહોળાઈ ૨ ફૂટ રાખો. એક બેડ ઉપર ચાર ચાસ થશે. જેમાં પહેલા ચાસમાં જમણી બાજુએ એક આંખનું શેરડીનું બીજ વાવો. બે આંખ વચ્ચે ૨ ફૂટનું અંતર રાખો. ઢાળના ઉપરના ભાગમાં બન્ને તરફ ડુંગળી વાવો. ડુંગળીના પાંદડાંનો આકાર પિરામિડ જેવો હોવાથી એ સૌથી વધારે સૌર ઊર્જાનો સંગ્રહ કરશે.બીજા ચાસમાં શેરડી તરફ ચોળી, અડદ, મેથી, ચણા જેવા કઠોળનાં બીજ વાવો. જમણી બાજુએ મરચી તથા ગલગોટા વાવો. બંને વચ્ચે ૬ ઇંચનું અંતર રાખો. ત્રીજા ચાસમાં બંને તરફ શાકભાજી, અનાજ, તેલીબિયાં વાવો. અને ચોથા ચાસમાં શેરડી તરફ કઠોળ લગાવો અને જમણી બાજુએ મરચી અને ગલગોટા વાવો. જીવામૃતશેરડી વાવ્યા પછી ૨૦૦ લીટર જીવામૃત પ્રતિ એકર મહિનામાં ૧-૨ વાર આપો. આમ, મિશ્ર પાકથી ઉત્પાદન પણ વધારે મળશે અને એક સાથે વધારે પાક મેળવી શકાશે. પિયતની વ્યવસ્થા શરૂઆતમાં પ્રથમ ૩ મહિના દરેક ચાસમાં પાણી આપવું. પણ ૩ મહિના બાદ ચાસ નંબર ૧નું પાણી બંધ કરી દો, ત્યાં સુધીમાં શેરડી લગભગ ૪ ફૂટની થઈ જાય છે. આગલા ૩ મહિના પછી ચાસ નંબર ૩માં પાણી આપવું અને બાકીની બધી ચાસનું પાણી બંધ કરવું. કેમ કે, આપણે જ્યારે પાણીને દૂરથી આપીએ છીએ ત્યારે છોડના મૂળ પાણીની શોધમાં આગળ વધે છે. લંબાઈ વધવાથી થડની ગોળાઈ વધે છે, ગોળાઈ વધવાથી શેરડીનું થડ મોટું થાય છે, થડ મોટું થવાથી છોડની ઊંચાઈ વધશે, ઊંચાઈ વધવાથી શેરડીનું ઉત્પાદન વધશે. આના દ્વારા ઓછામાં ઓછું પ્રતિ એકર ૪૦ હજાર સ્વસ્થ સાંઠાનું ઉત્પાદન મળશે. જીવાત નિયંત્રણ જ્યારે પણ પાક ઉપર જીવાત કે જીવાતનાં ઈંડાં જોવા મળે ત્યારે ૩ લીટર બ્રહ્માસ્ત્ર અને ૩ લીટર અગ્નિઅસ્ત્ર બન્ને ૨૦૦ લીટર પાણીમાં ભેળવીને સ્પ્રે કરવો. તેમજ જ્યારે પણ શેરડીનો પાક પીળો દેખાય કે, ફૂગ જોવા મળે તો ૧૫૦ લીટર પાણીમાં ૩ લીટર ખાટી છાશ ભેળવીને છંટકાવ કરવો.આરોગ્ય માટે ફાયદાકારક છે શેરડીનો રસઃ શેરડીના રસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે એસિડિટી, કમળો અને એનિમિયા જેવા રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. તે પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમે શેરડીના રસનો ઉપયોગ કરી શકો છો. ડાયાબિટીઝ માટે ફાયદાકારક છે. શેરડીનો રસ શરીરમાં ગ્લુકોઝનું (Glucose) સ્તર નિયંત્રિત કરે છે. કુદરતી ગળપણ ધરાવે છે જે ડાયાબિટીઝના દર્દી માટે ફાયદાકારક છે. શેરડીનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણ કરવામાં પણ મદદ કરે છે.શેરડીમાં સુક્રોઝનું પ્રમાણ વધારે ખાસ કરીને અત્યારે દરેક લોકો જે સમસ્યાથી પીડાય છે તેને મટાડવા શેરડી સક્ષમ છે. જેમકે, ખીલથી છુટકારો મેળવવામાં શેરડી ખૂબ મદદ કરે છે. તેમાં સુક્રોઝનું પ્રમાણ વધારે છે જે ઇજાના ઘાને મટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે ત્વચાના કાળા ડાઘ દૂર કરે છે અને ઝેરી પદાર્થને દૂર કરવાનું કામ કરે છે. આ ઉપરાંત શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે.

Agriculture : શેરડીની ખેતી કરવાના છે અનેક ફાયદા, ખેડૂત જાણો મહત્વની વાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શેરડી એ ગ્રામીણ પરિવારનો બહુવર્ષીય સભ્ય છોડ છે. બહુવર્ષીયનો અર્થ એ છે કે, એક વખત લગાવ્યા પછી બીજી વાર લગાવવાની જરૂર નથી. આમ જ અનેક વર્ષો સુધી ઉત્પાદન મળતું રહે છે. શેરડી એ પારિવારિક છોડ છે. જો આપણે એક આંખ લગાવીએ તો એમાંથી અનેક છોડ આવે છે, અને પરિવાર બને છે. એક પરિવારમાં મહત્તમ ૧૦૮ છોડ નીકળી શકે છે.પણ બધા છોડ શેરડીનું સ્વરૂપ લઈ શકતા નથી, રાસાયણિક ખેતીમાં એક આંખમાંથી શેરડીના ૬-૭ છોડ નીકળે છે.જ્યારે પ્રાકૃતિક કૃષિમાં આપણને એક આંખમાંથી શેરડીના ૧૨ થી ૨૧ સુધી છોડ પ્રાપ્ત થાય છે.શેરડી વાવવાનો સમય આમ તો ઓગસ્ટથી લઈને 10 નવેમ્બર સુધીનો માનવામાં આવે છે. આ સમય દરમિયાન શેરડીનું વાવેતર કરવું જોઈએ. પરંતુ શેરડી વાવવા પહેલા શક્ય હોય તો કઠોળનો પાક લેવો જોઈએ.

ખેડની પદ્ધતિ જાણો

જમીનને શેરડીનું ઉત્પાદન લેતાં પહેલાં સમતલ કરો. સમતલ કર્યા બાદ ૪૦૦ લીટર/એકર જીવામૃત પાણીની સાથે આપીને ઓરવણું કરો. ઓરવણા પછી વરાપ થઈ જાય પછી, હળવી ખેડ કરો અંતિમ ખેડના સમયે ૪૦૦ કિ.ગ્રા. ઘનજીવામૃત/એકર ભૂમિમાં ભેળવી દો. ત્યારબાદ ઉત્તર દક્ષિણ દિશામાં ખેડ કરો.

બીજ માટે શેરડીની પસંદગી

બીજ માટે ૮-૯ મહિનાની ઉંમરની શેરડી જોઈએ. તેમાં ૧૨% શર્કરાની માત્રા હોવી જોઈએ. છોડનો રંગ લીલો તથા આંખ ઉપસેલી હોવી જોઈએ. આખી શેરડી લીલી તથા સ્વસ્થ હોવી જોઈએ. જો શક્ય હોય તો પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થયેલી શેરડીનો પ્રયોગ કરો. એમાં ૩૦% ઉત્પાદન વધુ મળશે. શેરડીમાંથી બીજ આંખ એ રીતે કાઢવી કે, આંખની પાછળનો પહોળો ભાગ ૨/૩ અને આંખની સામેનો ભાગ ૧/૩ હોય. કેમ કે, શેરડીનું અંકુરણ વચ્ચેના ભાગથી થાય છે અને ત્યાં ખોરાકની સમાપ્તિ પછી આગળના ભાગથી ખોરાક લે છે. ૧ એકર જમીન માટે એક ગુંઠામાં થતી શેરડી જેટલા બીજની આવશ્યકતા હોય છે. ખેડ કર્યા પહેલાં પાકના અવશેષો એક સ્થળે એકત્રિત કરો. અંતિમ ખેડ પહેલાં ૧૦ કિલો ઘનજીવામૃત છાંટી દો અને ત્યારબાદ ૮ x ૮ ફૂટના અંતર ઉપર ચાસ પાડો. ૧ ગુંઠામાં ૪ ચાસ પાડો.

શેરડી વાવવાની રીત

શેરડી વાવતા પહેલા ૨ ફૂટના અંતરે ઉત્તર, દક્ષિણ દિશામાં ચાસ બનાવવાની અથવા ઢાળની વિરુદ્ધ દિશામાં ચાસ બનાવવા, આ ચાસની પહોળાઈ ૨ ફૂટ રાખો. એક બેડ ઉપર ચાર ચાસ થશે. જેમાં પહેલા ચાસમાં જમણી બાજુએ એક આંખનું શેરડીનું બીજ વાવો. બે આંખ વચ્ચે ૨ ફૂટનું અંતર રાખો. ઢાળના ઉપરના ભાગમાં બન્ને તરફ ડુંગળી વાવો. ડુંગળીના પાંદડાંનો આકાર પિરામિડ જેવો હોવાથી એ સૌથી વધારે સૌર ઊર્જાનો સંગ્રહ કરશે.બીજા ચાસમાં શેરડી તરફ ચોળી, અડદ, મેથી, ચણા જેવા કઠોળનાં બીજ વાવો. જમણી બાજુએ મરચી તથા ગલગોટા વાવો. બંને વચ્ચે ૬ ઇંચનું અંતર રાખો. ત્રીજા ચાસમાં બંને તરફ શાકભાજી, અનાજ, તેલીબિયાં વાવો. અને ચોથા ચાસમાં શેરડી તરફ કઠોળ લગાવો અને જમણી બાજુએ મરચી અને ગલગોટા વાવો.

જીવામૃત

શેરડી વાવ્યા પછી ૨૦૦ લીટર જીવામૃત પ્રતિ એકર મહિનામાં ૧-૨ વાર આપો. આમ, મિશ્ર પાકથી ઉત્પાદન પણ વધારે મળશે અને એક સાથે વધારે પાક મેળવી શકાશે.

પિયતની વ્યવસ્થા

શરૂઆતમાં પ્રથમ ૩ મહિના દરેક ચાસમાં પાણી આપવું. પણ ૩ મહિના બાદ ચાસ નંબર ૧નું પાણી બંધ કરી દો, ત્યાં સુધીમાં શેરડી લગભગ ૪ ફૂટની થઈ જાય છે. આગલા ૩ મહિના પછી ચાસ નંબર ૩માં પાણી આપવું અને બાકીની બધી ચાસનું પાણી બંધ કરવું. કેમ કે, આપણે જ્યારે પાણીને દૂરથી આપીએ છીએ ત્યારે છોડના મૂળ પાણીની શોધમાં આગળ વધે છે. લંબાઈ વધવાથી થડની ગોળાઈ વધે છે, ગોળાઈ વધવાથી શેરડીનું થડ મોટું થાય છે, થડ મોટું થવાથી છોડની ઊંચાઈ વધશે, ઊંચાઈ વધવાથી શેરડીનું ઉત્પાદન વધશે. આના દ્વારા ઓછામાં ઓછું પ્રતિ એકર ૪૦ હજાર સ્વસ્થ સાંઠાનું ઉત્પાદન મળશે.

જીવાત નિયંત્રણ

જ્યારે પણ પાક ઉપર જીવાત કે જીવાતનાં ઈંડાં જોવા મળે ત્યારે ૩ લીટર બ્રહ્માસ્ત્ર અને ૩ લીટર અગ્નિઅસ્ત્ર બન્ને ૨૦૦ લીટર પાણીમાં ભેળવીને સ્પ્રે કરવો. તેમજ જ્યારે પણ શેરડીનો પાક પીળો દેખાય કે, ફૂગ જોવા મળે તો ૧૫૦ લીટર પાણીમાં ૩ લીટર ખાટી છાશ ભેળવીને છંટકાવ કરવો.આરોગ્ય માટે ફાયદાકારક છે શેરડીનો રસઃ શેરડીના રસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે એસિડિટી, કમળો અને એનિમિયા જેવા રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. તે પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમે શેરડીના રસનો ઉપયોગ કરી શકો છો. ડાયાબિટીઝ માટે ફાયદાકારક છે. શેરડીનો રસ શરીરમાં ગ્લુકોઝનું (Glucose) સ્તર નિયંત્રિત કરે છે. કુદરતી ગળપણ ધરાવે છે જે ડાયાબિટીઝના દર્દી માટે ફાયદાકારક છે. શેરડીનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણ કરવામાં પણ મદદ કરે છે.

શેરડીમાં સુક્રોઝનું પ્રમાણ વધારે

ખાસ કરીને અત્યારે દરેક લોકો જે સમસ્યાથી પીડાય છે તેને મટાડવા શેરડી સક્ષમ છે. જેમકે, ખીલથી છુટકારો મેળવવામાં શેરડી ખૂબ મદદ કરે છે. તેમાં સુક્રોઝનું પ્રમાણ વધારે છે જે ઇજાના ઘાને મટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે ત્વચાના કાળા ડાઘ દૂર કરે છે અને ઝેરી પદાર્થને દૂર કરવાનું કામ કરે છે. આ ઉપરાંત શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે.