Ahmedabad: વડોદરામાં 26 લાખનો દારૂ ભરેલી ટ્રક સાથે એક ઝડપાયો, ત્રણ ફરાર
વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ચાણોદ પાસે સોમપુરા ગામ નજીક સિમેન્ટ ફેક્ટરીની સામેથી સ્ટેટ મોનિટરીંગ સેલે પીછો કરી 26 લાખનો ઈગ્લિંશ દારૂ ભરેલી આઈશર ટ્રક શનિવારે ઝડપી હતી. પોલીસે ટ્રક ડ્રાઈવરને ઝડપી લેતા તેની પૂછપરછમાં વધુ ત્રણ નામ ખુલ્યા હતા. દારૂનો જથ્થો સુરેશ પટેલે મોકલ્યાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો હતો.પોલીસે ફરાર આરોપીને પકડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે, તિલકવાડાથી ડભોઈ વડોદરા જતા રોડ પરથી દારૂ ભરેલી આઈશર ટ્રક પસાર થવાની છે. બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને દારૂ ભરેલી ટ્રકનો પીછો કરીને ચાણોદના સોમપુરા ગામ પાસે સિમેન્ટ ફેક્ટરીની સામે ટ્રક રોકી તપાસ કરતા તેમાંથી 10258 નંગ ઈગ્લિંશ દારૂની બોટલો રૂ.25,83,062ની મત્તાની મળી આવી હતી. પોલીસે ટ્રક, રોક્ડ, દારૂ છૂપાવવા માટેનું મટીરિયલ્સ વગેરે મળી કુલ રૂ.39,31,382ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવર અજીતકુમાર સિંગની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સુરેશ પટેલએ દારૂનો જથ્થો મોકલ્યો હતો. એસએમસીની તપાસમાં સુરેશ પટેલ, ટ્રકનો માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર ત્રણ આરોપી ફરાર હોવાની વિગતો મળી છે. મોનિટરીંગ સેલે વડોદરા ગ્રામ્યના ચાણોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી આરોપી અને કાગળો વધુ તપાસ અર્થે સોંપ્યા હતા. જ્યારે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ચાણોદ પાસે સોમપુરા ગામ નજીક સિમેન્ટ ફેક્ટરીની સામેથી સ્ટેટ મોનિટરીંગ સેલે પીછો કરી 26 લાખનો ઈગ્લિંશ દારૂ ભરેલી આઈશર ટ્રક શનિવારે ઝડપી હતી. પોલીસે ટ્રક ડ્રાઈવરને ઝડપી લેતા તેની પૂછપરછમાં વધુ ત્રણ નામ ખુલ્યા હતા. દારૂનો જથ્થો સુરેશ પટેલે મોકલ્યાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો હતો.
પોલીસે ફરાર આરોપીને પકડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે, તિલકવાડાથી ડભોઈ વડોદરા જતા રોડ પરથી દારૂ ભરેલી આઈશર ટ્રક પસાર થવાની છે. બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને દારૂ ભરેલી ટ્રકનો પીછો કરીને ચાણોદના સોમપુરા ગામ પાસે સિમેન્ટ ફેક્ટરીની સામે ટ્રક રોકી તપાસ કરતા તેમાંથી 10258 નંગ ઈગ્લિંશ દારૂની બોટલો રૂ.25,83,062ની મત્તાની મળી આવી હતી. પોલીસે ટ્રક, રોક્ડ, દારૂ છૂપાવવા માટેનું મટીરિયલ્સ વગેરે મળી કુલ રૂ.39,31,382ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવર અજીતકુમાર સિંગની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સુરેશ પટેલએ દારૂનો જથ્થો મોકલ્યો હતો. એસએમસીની તપાસમાં સુરેશ પટેલ, ટ્રકનો માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર ત્રણ આરોપી ફરાર હોવાની વિગતો મળી છે. મોનિટરીંગ સેલે વડોદરા ગ્રામ્યના ચાણોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી આરોપી અને કાગળો વધુ તપાસ અર્થે સોંપ્યા હતા. જ્યારે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.