Western Railway અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

Jan 22, 2025 - 10:33
Western Railway અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે

01-ટ્રેન નં. 09462/09461 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ (૨ ટ્રિપ)

02-ટ્રેન નં. 09462 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 24 જાન્યુઆરી, 2025, શુક્રવારના રોજ અમદાવાદથી 20.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 04.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09461 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરી, 2025, શનિવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 05:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13:45 વાગ્યે અમદાવાદ પહોંચશે.

03-આ ટ્રેન બંને દિશામાં વડોદરા, ઉધના, વલસાડ, વાપી, દહાણુ રોડ અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.

04-ટ્રેન નંબર 09462 અને 09461 માટે બુકિંગ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0