ગુજરાતમા 'આપ' અને કોંગ્રેસ વચ્ચેનો ઝઘડો 'સોશિયલ' મટી બન્યો 'વાયરલ' ..વાંચો
લોકસભાની ચૂંટણીમાં વિવાદિત ગુજરાતની ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને કારણે તો ચર્ચામાં હતી જ. પરંતુ બાદમાં કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે 2024ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધન થતા ગુજરાતનું રાજકારણ ગરમાયુ હતું. કારણ કે આ ગઠબંધનથી દિવગંત અહમદ પટેલના પુત્રી નારાજ હતા. કારણ કે આ બેઠક પર કોંગ્રેસ તરફથી પહેલેથી જ દાવો કરવામાં આવ્યો હતો. જો કે લોકસભાની ચૂંટણી સમયથી શરૂ થયેલો આ આંતરિક ડખો હજી પણ શમ્યો નથી. વધુ એકવાર ગોપાલ ઇટાલિયાએ મુમતાઝ પટેલ પર નિશાન સાધ્યું છે. ગોપાલ ઇટાલિયા અને મુમતાઝ વચ્ચે ટ્વિટર વૉર લોકસભાની ચૂંટણી દરમિયાન ભરૂચ બેઠક પર આપ પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં મુમતાઝ પટેલની ક્યાય પણ હાજરી ન હોવાને લઇને કોંગ્રેસ અને આપ વચ્ચે વિવાદ થયો હતો. જે હાલ પણ સોશિયલ મીડિયામાં યથાવત જોવા મળી રહ્યો છે. આપ નેતા ગોપાલ ઇટાલિયાએ મુમતાઝ પટેલ વચ્ચે ટ્વિટર વોર ચાલી રહ્યુ છે. ત્યારે વધુ એકવાર ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલને આડેહાથ લીધા છે.ગોપાલ ઇટાલિયાએ મુમતાઝ પટેલના એક વીડિયોને ટ્વિટ કરીને સવાલ કર્યો છે કે તમે ભરૂચમાં ભાજપને હરાવવા અને ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને જીતાડવા માટે કેટલી જનસભા કરી ? ગોપાલ ઇટાલિયાએ એ પણ સવાલ કર્યો કે ગઠબંધનના ઉમેદવારને સમર્થન મળે તે માટે કેટલીવાર તમે અપીલ કરી ? શું છે સમગ્ર મામલો ? ગોપાલ ઇટાલિયા અને મુમતાઝ પટેલ વચ્ચેના આ ટ્વિટ વોર પાછળનો સમગ્ર મામલો શું છે તે વિશે વાત કરીએ તો. લોકસભાની ચૂંટણી વખતે ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસનું ગઠબંધન થયુ હતું. જેમાં દિલ્હીથી આપના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવતા હતા . કેજરીવાલના પત્નીએ ડેડિયાપાડામાં રોડ શો કર્યો હતો. પરંતુ પ્રચારમાં ક્યાંય પણ ગઠબંધનના ચહેરા તરીકે મુમતાઝ પટેલની હાજરી જોવા મળી ન હતી. તેઓ ચૈતર વસાવાથી નારાજ હતા. મુમતાઝ પટેલે નિવેદન આપ્યું હતું કે 'હું ચૈતર વસાવા માટે પ્રચાર નહીં કરું. મેં ભરૂચમાં પ્રચાર નથી કર્યો. પહેલીવાર એવું બનશે કે કોંગ્રેસ માટે વોટ કરવા નહીં મળે. કોંગ્રેસે આ બેઠક પરથી લડવાનું હતું પણ તે નથી લડી તે દુઃખની વાત છે. મને ચૈતર વસાવાએ પ્રચાર માટે બોલાવી નથી અને હું ગઈ પણ નથી. ચૈતર વસાવાએ મારું સમર્થ માંગ્યું નથી. કદાચ એમને જરૂર નથી. હું એક મહિનાથી ભરૂચ નથી ગઈ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લોકસભાની ચૂંટણીમાં વિવાદિત ગુજરાતની ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને કારણે તો ચર્ચામાં હતી જ. પરંતુ બાદમાં કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે 2024ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધન થતા ગુજરાતનું રાજકારણ ગરમાયુ હતું. કારણ કે આ ગઠબંધનથી દિવગંત અહમદ પટેલના પુત્રી નારાજ હતા. કારણ કે આ બેઠક પર કોંગ્રેસ તરફથી પહેલેથી જ દાવો કરવામાં આવ્યો હતો. જો કે લોકસભાની ચૂંટણી સમયથી શરૂ થયેલો આ આંતરિક ડખો હજી પણ શમ્યો નથી. વધુ એકવાર ગોપાલ ઇટાલિયાએ મુમતાઝ પટેલ પર નિશાન સાધ્યું છે.
ગોપાલ ઇટાલિયા અને મુમતાઝ વચ્ચે ટ્વિટર વૉર
લોકસભાની ચૂંટણી દરમિયાન ભરૂચ બેઠક પર આપ પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં મુમતાઝ પટેલની ક્યાય પણ હાજરી ન હોવાને લઇને કોંગ્રેસ અને આપ વચ્ચે વિવાદ થયો હતો. જે હાલ પણ સોશિયલ મીડિયામાં યથાવત જોવા મળી રહ્યો છે. આપ નેતા ગોપાલ ઇટાલિયાએ મુમતાઝ પટેલ વચ્ચે ટ્વિટર વોર ચાલી રહ્યુ છે. ત્યારે વધુ એકવાર ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલને આડેહાથ લીધા છે.ગોપાલ ઇટાલિયાએ મુમતાઝ પટેલના એક વીડિયોને ટ્વિટ કરીને સવાલ કર્યો છે કે તમે ભરૂચમાં ભાજપને હરાવવા અને ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને જીતાડવા માટે કેટલી જનસભા કરી ? ગોપાલ ઇટાલિયાએ એ પણ સવાલ કર્યો કે ગઠબંધનના ઉમેદવારને સમર્થન મળે તે માટે કેટલીવાર તમે અપીલ કરી ?
શું છે સમગ્ર મામલો ?
ગોપાલ ઇટાલિયા અને મુમતાઝ પટેલ વચ્ચેના આ ટ્વિટ વોર પાછળનો સમગ્ર મામલો શું છે તે વિશે વાત કરીએ તો. લોકસભાની ચૂંટણી વખતે ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસનું ગઠબંધન થયુ હતું. જેમાં દિલ્હીથી આપના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવતા હતા . કેજરીવાલના પત્નીએ ડેડિયાપાડામાં રોડ શો કર્યો હતો. પરંતુ પ્રચારમાં ક્યાંય પણ ગઠબંધનના ચહેરા તરીકે મુમતાઝ પટેલની હાજરી જોવા મળી ન હતી. તેઓ ચૈતર વસાવાથી નારાજ હતા. મુમતાઝ પટેલે નિવેદન આપ્યું હતું કે 'હું ચૈતર વસાવા માટે પ્રચાર નહીં કરું. મેં ભરૂચમાં પ્રચાર નથી કર્યો. પહેલીવાર એવું બનશે કે કોંગ્રેસ માટે વોટ કરવા નહીં મળે. કોંગ્રેસે આ બેઠક પરથી લડવાનું હતું પણ તે નથી લડી તે દુઃખની વાત છે. મને ચૈતર વસાવાએ પ્રચાર માટે બોલાવી નથી અને હું ગઈ પણ નથી. ચૈતર વસાવાએ મારું સમર્થ માંગ્યું નથી. કદાચ એમને જરૂર નથી. હું એક મહિનાથી ભરૂચ નથી ગઈ.