Junagadh: ગણેશ વિસર્જન સમયે એક યુવાન પાણીમાં ડૂબ્યો, શોધખોળ ચાલુ

જૂનાગઢમાં ગણેશ વિસર્જન સમયે એક યુવાન પાણીમાં ડૂબ્યો છે. ભવનાથના ખોડીયાર ઘુનામાં આ ઘટના બની છે. પાણીના ધસમસતા પ્રવાહમાં યુવાન ડૂબ્યો છે. જે યુવાન પાણીમાં ડુબ્યો છે, તેની ઉંમર આશરે 24 વર્ષ હોવાની જાણકારી મળી રહી છે.ફાયર વિભાગને ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે પહોંચી રોહિત વાઘેલા નામનો યુવાન ગણેશ વિસર્જન કરવા આવ્યો હતો અને પાણીના પ્રવાહમાં ગુમ થઈ ગયો હતો. ત્યારે ફાયર વિભાગને ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણ કલાકથી ફાયર વિભાગ દ્વારા યુવાનની શોધખોળ કરવામાં આવી હતી. આ સાથે જ યુવાનની શોધખોળ માટે SDRFની ટીમ પણ બોલાવવામાં આવી હતી. હાલમાં શોધખોળની કામગીરી અટકાવવામાં આવી જો કે હાલમાં શોધખોળની કામગીરી અટકાવવામાં આવી છે. કારણ કે પાણીમાં મગર અને રાત્રિનો સમય હોવાથી કામગીરી અટકાવવામાં આવી છે અને વહેલી સવારે ફરીથી ફાયરની ટીમ અને SDRFની ટીમ દ્વારા યુવાનની શોધખોળ શરૂ કરાશે. પોરબંદરમાં ગણેશ વિસર્જનમાં તંત્ર નિષ્ફળ પોરબંદરમાં ગણેશ વિસર્જનમાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. ચોપાટી ખાતે કૃત્રિમ તળાવ બનાવાયા છે પણ કૃત્રિમ તળાવમાં પાણી ના હોવાથી ભક્તો પરેશાન થયા છે. લોકોએ દરિયામાં ગણેશ વિસર્જન કર્યું છે. દરિયામાં વિસર્જનની મનાઈ હોવા છતાં વિસર્જન કરવામાં આવ્યું છે. વિસર્જનનો ઉગ્ર વિરોધ થતાં SP ચોપાટીએ પહોંચ્યા અને અંતે લોકોને સમુદ્રમાં જવાની છૂટ આપી છે. પાટણમાં ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો પાણીમાં ડુબ્યા તમને જણાવી દઈએ કે આજે ગણેશ વિસર્જન કરતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને સરસ્વતી બેરેજમાં આ દુર્ઘટના બની હતી. ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો બેરેજમાં સ્નાન કરવા ગયા હતા અને પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારે હાલમાં એક વ્યક્તિનું પાણીમાં ડુબીના જવાના કારણે મોત થયું છે. પાણીમાં ન્હાવા પડેલા 7 વ્યક્તિઓમાંથી 1 યુવકનો મૃતદેહ મળી આવ્યો અને 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ત્યારે હજુ પણ 3 લોકો પાણીમાં ગરકાવ થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ઘટનાની જાણકારી મળતા જ જિલ્લાની 4 જેટલી 108 એમ્બ્લ્યુલન્સની ગાડીઓ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Junagadh: ગણેશ વિસર્જન સમયે એક યુવાન પાણીમાં ડૂબ્યો, શોધખોળ ચાલુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં ગણેશ વિસર્જન સમયે એક યુવાન પાણીમાં ડૂબ્યો છે. ભવનાથના ખોડીયાર ઘુનામાં આ ઘટના બની છે. પાણીના ધસમસતા પ્રવાહમાં યુવાન ડૂબ્યો છે. જે યુવાન પાણીમાં ડુબ્યો છે, તેની ઉંમર આશરે 24 વર્ષ હોવાની જાણકારી મળી રહી છે.

ફાયર વિભાગને ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે પહોંચી

રોહિત વાઘેલા નામનો યુવાન ગણેશ વિસર્જન કરવા આવ્યો હતો અને પાણીના પ્રવાહમાં ગુમ થઈ ગયો હતો. ત્યારે ફાયર વિભાગને ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણ કલાકથી ફાયર વિભાગ દ્વારા યુવાનની શોધખોળ કરવામાં આવી હતી. આ સાથે જ યુવાનની શોધખોળ માટે SDRFની ટીમ પણ બોલાવવામાં આવી હતી.

હાલમાં શોધખોળની કામગીરી અટકાવવામાં આવી

જો કે હાલમાં શોધખોળની કામગીરી અટકાવવામાં આવી છે. કારણ કે પાણીમાં મગર અને રાત્રિનો સમય હોવાથી કામગીરી અટકાવવામાં આવી છે અને વહેલી સવારે ફરીથી ફાયરની ટીમ અને SDRFની ટીમ દ્વારા યુવાનની શોધખોળ શરૂ કરાશે.

પોરબંદરમાં ગણેશ વિસર્જનમાં તંત્ર નિષ્ફળ

પોરબંદરમાં ગણેશ વિસર્જનમાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. ચોપાટી ખાતે કૃત્રિમ તળાવ બનાવાયા છે પણ કૃત્રિમ તળાવમાં પાણી ના હોવાથી ભક્તો પરેશાન થયા છે. લોકોએ દરિયામાં ગણેશ વિસર્જન કર્યું છે. દરિયામાં વિસર્જનની મનાઈ હોવા છતાં વિસર્જન કરવામાં આવ્યું છે. વિસર્જનનો ઉગ્ર વિરોધ થતાં SP ચોપાટીએ પહોંચ્યા અને અંતે લોકોને સમુદ્રમાં જવાની છૂટ આપી છે.

પાટણમાં ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો પાણીમાં ડુબ્યા

તમને જણાવી દઈએ કે આજે ગણેશ વિસર્જન કરતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને સરસ્વતી બેરેજમાં આ દુર્ઘટના બની હતી. ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો બેરેજમાં સ્નાન કરવા ગયા હતા અને પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારે હાલમાં એક વ્યક્તિનું પાણીમાં ડુબીના જવાના કારણે મોત થયું છે.

પાણીમાં ન્હાવા પડેલા 7 વ્યક્તિઓમાંથી 1 યુવકનો મૃતદેહ મળી આવ્યો અને 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ત્યારે હજુ પણ 3 લોકો પાણીમાં ગરકાવ થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ઘટનાની જાણકારી મળતા જ જિલ્લાની 4 જેટલી 108 એમ્બ્લ્યુલન્સની ગાડીઓ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે.