Ahmedabad: CBI ક્રાઈમની રચના વિવાદ-તકરારના સેટલમેન્ટ માટે નથી: હાઈકોર્ટ
સુરતની જમીન વિવાદના એક કેસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ અંગેની મેટરો પેન્ડિંગ હોવા છતાં તપાસના બહાને 76 વર્ષીય વયોવૃદ્ધ આરોપીને બોલાવવાની અને સમન્સ જારી કરવાની પધ્ધતિને લઇ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે સ્ટેટ સીઆઇડી ક્રાઇમનો ઉધડો લઇ નાંખ્યો છે.હાઈકોર્ટે સીઆઇડી ક્રાઇમને ચેતવણી આપતા એટલે સુધી જણાવ્યું હતું કે, સીઆઇડી ક્રાઇમને આ કેસમાં કેમ આટલો રસ છે ? અથવા તો અમુક અધિકારીઓને વિશેષ રસ જણાય છે. સીઆઇડી ક્રાઇમની રચના વિવાદ-તકરારના સેટલમેન્ટ માટે નથી પરંતુ ખાસ હેતુ અને વિશેષ ગુનાની તપાસ માટે કરાઇ છે. સીઆઇડી ક્રાઇમ કંઇ રિકવરી એજન્ટ નથી. સુરતની જમીન વિવાદના કેસમાં 2007માં બધા ટ્રાન્ઝેકશન થયા હતા. આ કેસને લઇ જુદી જુદી કોર્ટોમાં સંબંધિત અરજીઓ અને તપાસ પેન્ડિંગ હતા. બીજીબાજુ, આરોપી પક્ષ તરફ્થી કેસની તપાસ સીઆઇડી ક્રાઇમના બદલે અન્ય એજન્સીને સોંપવા અથવા સંબંધિત પ્રોસિડિંગ્સ રદબાતલ ઠરાવવા દાદ માંગી હતી. જેમાં હાઇકોર્ટે અગાઉ અરજદાર આરોપીને તપાસમાં સહકાર આપવા હુકમ કરી તેમની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં (ધરપકડ નહીં કરવી) લેવા સામે મનાઇ ફરમાવતી રાહત આપી હતી. જેને પગલે ફરિયાદી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટના હુકમ સામે સ્ટે લઇ આવ્યા હતા. આમ મેટર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં સીઆઈડી ક્રાઇમની ઉતાવળ અને તેના વલણને લઇ હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી હતી. હાઈકોર્ટે વધુમાં સીઆઇડી ક્રાઇમના વલણને લઇ ગંભીર નારાજગી વ્યકત કરતા જણાવ્યું હતું કે, ઘણા કેસોમાં સીઆઈડી ક્રાઇમની તપાસને લઇ આ પ્રકારની બાબતો અદાલતના ધ્યાનમાં આવી છે, જેને લઇ હાઇકોર્ટે સાફ્ ચેતવણી આપી હતી કે, હવે જો અદાલતના ધ્યાનમાં આવી હકીકત ધ્યાનમાં આવશે તો હાઇકોર્ટ તેની રીતે આકરો હુકમ કરશે. હાઇકોર્ટે સીઆઇડી ક્રાઇમને ઝાટકતાં વધુમાં જણાવ્યું કે, પ્રસ્તુત કેસમાં શંકાસ્પદ જણાય છે. ખાસ કરીને જે પ્રકારે સીઆઈડી ક્રાઇમ કેસની તપાસમાં ઉતાવળ કરી રહી છે તે જોતાં તમારા અધિકારીઓ કેમ જમીનના એક વિવાદમાં આટલો બધો રસ લે છે. વળી, જયારે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં મેટર પેન્ડિંગ છે, છતાં તમારા અધિકારીઓ કેમ તપાસમાં આટલી ઉતાવળ દાખવી રહ્યા છે. સીઆઇડી ક્રાઇમની રચના ખાસ હેતુ માટે કરાયેલી છે, વિવાદ-તકરારના સમાધાન માટે સીઆઇડી ક્રાઇમની રચના કરાઇ નથી. સીઆઇડી ક્રાઇમને તેની મર્યાદા ખબર હોવી જોઇએ. આમ કહી, હાઇકોર્ટે સીઆઇડી ક્રાઇમ તરફ્થી અરજદાર વૃદ્ધને જારી સમન્સ અનુસંધાનમાં આગળની કાર્યવાહી કરવા પર મૌખિક રીતે ના પાડી દીધી હતી. હાઈકોર્ટે ફરીથી ચેતવણી આપી હતી કે, સીઆઈડી ક્રાઇમ તરફ્થી આ પ્રકારનું વર્તન ના થાય તેનું ધ્યાન રાખજો. જયારે મેટર હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોય તો થોડી રાહ તો જોવી જોઇએ ને. હાઇકોર્ટે સરકારી વકીલને પૃચ્છા કરતાં જણાવ્યું કે, કોણ છે સીઆઇડી ક્રાઇમના એડિશનલ ડીજી..? શું નામ છે..? જેથી સરકારી વકીલે જણાવ્યું કે, રાજકુમાર પાંડિયન..તેથી હાઈકોર્ટે ચીમકી આપી કે, બોલાવો એમને કોર્ટમાં તો ખબર પડે. જો કે, સરકારી વકીલે વિનંતી કરી અદાલતને જણાવ્યું કે, તેઓ આગળ હમણાં કોઇ કાર્યવાહી નહીં કરે. ઉપરાંત, સીઆઇડી ક્રાઇમ તરફ્થી સોગંદનામું પણ રજૂ કરાશે. જેથી જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે સ્પષ્ટ કર્યું કે, જયારે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં મેટરો પેન્ડિંગ હોય તેવા કિસ્સામાં ઓથોરિટીએ જો કોઇ પ્રોસિડિંગ્સ કરવી હોય તો પણ સંબંધિત કોર્ટને જાણ કરી તેની મંજૂરી મેળવીને કરવી જોઇએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતની જમીન વિવાદના એક કેસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ અંગેની મેટરો પેન્ડિંગ હોવા છતાં તપાસના બહાને 76 વર્ષીય વયોવૃદ્ધ આરોપીને બોલાવવાની અને સમન્સ જારી કરવાની પધ્ધતિને લઇ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે સ્ટેટ સીઆઇડી ક્રાઇમનો ઉધડો લઇ નાંખ્યો છે.
હાઈકોર્ટે સીઆઇડી ક્રાઇમને ચેતવણી આપતા એટલે સુધી જણાવ્યું હતું કે, સીઆઇડી ક્રાઇમને આ કેસમાં કેમ આટલો રસ છે ? અથવા તો અમુક અધિકારીઓને વિશેષ રસ જણાય છે. સીઆઇડી ક્રાઇમની રચના વિવાદ-તકરારના સેટલમેન્ટ માટે નથી પરંતુ ખાસ હેતુ અને વિશેષ ગુનાની તપાસ માટે કરાઇ છે. સીઆઇડી ક્રાઇમ કંઇ રિકવરી એજન્ટ નથી.
સુરતની જમીન વિવાદના કેસમાં 2007માં બધા ટ્રાન્ઝેકશન થયા હતા. આ કેસને લઇ જુદી જુદી કોર્ટોમાં સંબંધિત અરજીઓ અને તપાસ પેન્ડિંગ હતા. બીજીબાજુ, આરોપી પક્ષ તરફ્થી કેસની તપાસ સીઆઇડી ક્રાઇમના બદલે અન્ય એજન્સીને સોંપવા અથવા સંબંધિત પ્રોસિડિંગ્સ રદબાતલ ઠરાવવા દાદ માંગી હતી. જેમાં હાઇકોર્ટે અગાઉ અરજદાર આરોપીને તપાસમાં સહકાર આપવા હુકમ કરી તેમની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં (ધરપકડ નહીં કરવી) લેવા સામે મનાઇ ફરમાવતી રાહત આપી હતી. જેને પગલે ફરિયાદી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટના હુકમ સામે સ્ટે લઇ આવ્યા હતા. આમ મેટર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં સીઆઈડી ક્રાઇમની ઉતાવળ અને તેના વલણને લઇ હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી હતી.
હાઈકોર્ટે વધુમાં સીઆઇડી ક્રાઇમના વલણને લઇ ગંભીર નારાજગી વ્યકત કરતા જણાવ્યું હતું કે, ઘણા કેસોમાં સીઆઈડી ક્રાઇમની તપાસને લઇ આ પ્રકારની બાબતો અદાલતના ધ્યાનમાં આવી છે, જેને લઇ હાઇકોર્ટે સાફ્ ચેતવણી આપી હતી કે, હવે જો અદાલતના ધ્યાનમાં આવી હકીકત ધ્યાનમાં આવશે તો હાઇકોર્ટ તેની રીતે આકરો હુકમ કરશે.
હાઇકોર્ટે સીઆઇડી ક્રાઇમને ઝાટકતાં વધુમાં જણાવ્યું કે, પ્રસ્તુત કેસમાં શંકાસ્પદ જણાય છે. ખાસ કરીને જે પ્રકારે સીઆઈડી ક્રાઇમ કેસની તપાસમાં ઉતાવળ કરી રહી છે તે જોતાં તમારા અધિકારીઓ કેમ જમીનના એક વિવાદમાં આટલો બધો રસ લે છે. વળી, જયારે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં મેટર પેન્ડિંગ છે, છતાં તમારા અધિકારીઓ કેમ તપાસમાં આટલી ઉતાવળ દાખવી રહ્યા છે. સીઆઇડી ક્રાઇમની રચના ખાસ હેતુ માટે કરાયેલી છે, વિવાદ-તકરારના સમાધાન માટે સીઆઇડી ક્રાઇમની રચના કરાઇ નથી. સીઆઇડી ક્રાઇમને તેની મર્યાદા ખબર હોવી જોઇએ. આમ કહી, હાઇકોર્ટે સીઆઇડી ક્રાઇમ તરફ્થી અરજદાર વૃદ્ધને જારી સમન્સ અનુસંધાનમાં આગળની કાર્યવાહી કરવા પર મૌખિક રીતે ના પાડી દીધી હતી. હાઈકોર્ટે ફરીથી ચેતવણી આપી હતી કે, સીઆઈડી ક્રાઇમ તરફ્થી આ પ્રકારનું વર્તન ના થાય તેનું ધ્યાન રાખજો. જયારે મેટર હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોય તો થોડી રાહ તો જોવી જોઇએ ને.
હાઇકોર્ટે સરકારી વકીલને પૃચ્છા કરતાં જણાવ્યું કે, કોણ છે સીઆઇડી ક્રાઇમના એડિશનલ ડીજી..? શું નામ છે..? જેથી સરકારી વકીલે જણાવ્યું કે, રાજકુમાર પાંડિયન..તેથી હાઈકોર્ટે ચીમકી આપી કે, બોલાવો એમને કોર્ટમાં તો ખબર પડે. જો કે, સરકારી વકીલે વિનંતી કરી અદાલતને જણાવ્યું કે, તેઓ આગળ હમણાં કોઇ કાર્યવાહી નહીં કરે. ઉપરાંત, સીઆઇડી ક્રાઇમ તરફ્થી સોગંદનામું પણ રજૂ કરાશે. જેથી જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે સ્પષ્ટ કર્યું કે, જયારે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં મેટરો પેન્ડિંગ હોય તેવા કિસ્સામાં ઓથોરિટીએ જો કોઇ પ્રોસિડિંગ્સ કરવી હોય તો પણ સંબંધિત કોર્ટને જાણ કરી તેની મંજૂરી મેળવીને કરવી જોઇએ.