GandhiNagar: બે ખાનગી કંપનીઓ 1.15લાખ કરોડના ખર્ચે રાજ્યમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ નાખશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મંગળવારે મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી પરિષદના બીજા દિવસે ગુજરાત સત્રમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કુલ રૂ.1 લાખ 79 હજાર કરોડની કિંમતના મૂડીરોકાણ માટે ચાર એમઓયુ થયા હતા.આમા બે એમઓયુ સરકારી કંપનીઓ વચ્ચે અને બે એમઓયુ ખાનગી કંપનીઓ અને સરકારી કંપનીઓ વચ્ચે છે. અવાડા એનર્જી કંપની અને ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ વચ્ચે રૂ.85 હજાર કરોડના ગ્રીન હાઇડ્રોજન પ્રોજેકટ માટે તથા જુનિપર ગ્રીન એનર્જી કંપની અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી વચ્ચે રૂ.30 હજાર કરોડનો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સ્થાપવા માટે એમઓયુ થયો છે. જ્યારે ગુજરાત સ્ટેેટ ઇલેકટ્રિસિટી કોર્પોરેશન-જીસેક તથા ગુજરાત ઊર્જી વિકાસ નિગમ લિમિટેડ વચ્ચે રૂ.59 હજાર કરોડનો તેમજ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને ગુજરાત સરકાર વચ્ચે રૂ.5 હજાર કરોડનો એમઓયુ થયો છે. મુખ્યમંત્રીએ કચ્છના 37 ગીગાવોટરના હાઇબ્રિડ પાર્ક, રાજ્યમાં સ્થપાઇ રહેલા 4 સેમિકન્ડક્ટર પ્રોજેકટ તથા ગુજરાતની રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન અંગેની પોલિસીઓનો ઉલ્લેખ કરી રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ કરવા હિતધારકોને અનુરોધ કર્યો હતો એમણે મિશન 100 ગીગાવોટ ઓફ રિન્યુએબલ એનર્જી ઇન ગુજરાતનું લોન્ચિંગ તથા ગુજરાત એનર્જી વિઝન 2047નું વિમોચન કર્યું હતું . આ તબક્કે રિન્યુએબલ એનર્જી વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી, મુખ્યસચિવ રાજકુમાર વગેરેએ પ્રવચનો કર્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મંગળવારે મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી પરિષદના બીજા દિવસે ગુજરાત સત્રમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કુલ રૂ.1 લાખ 79 હજાર કરોડની કિંમતના મૂડીરોકાણ માટે ચાર એમઓયુ થયા હતા.
આમા બે એમઓયુ સરકારી કંપનીઓ વચ્ચે અને બે એમઓયુ ખાનગી કંપનીઓ અને સરકારી કંપનીઓ વચ્ચે છે. અવાડા એનર્જી કંપની અને ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ વચ્ચે રૂ.85 હજાર કરોડના ગ્રીન હાઇડ્રોજન પ્રોજેકટ માટે તથા જુનિપર ગ્રીન એનર્જી કંપની અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી વચ્ચે રૂ.30 હજાર કરોડનો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સ્થાપવા માટે એમઓયુ થયો છે. જ્યારે ગુજરાત સ્ટેેટ ઇલેકટ્રિસિટી કોર્પોરેશન-જીસેક તથા ગુજરાત ઊર્જી વિકાસ નિગમ લિમિટેડ વચ્ચે રૂ.59 હજાર કરોડનો તેમજ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને ગુજરાત સરકાર વચ્ચે રૂ.5 હજાર કરોડનો એમઓયુ થયો છે.
મુખ્યમંત્રીએ કચ્છના 37 ગીગાવોટરના હાઇબ્રિડ પાર્ક, રાજ્યમાં સ્થપાઇ રહેલા 4 સેમિકન્ડક્ટર પ્રોજેકટ તથા ગુજરાતની રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન અંગેની પોલિસીઓનો ઉલ્લેખ કરી રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ કરવા હિતધારકોને અનુરોધ કર્યો હતો એમણે મિશન 100 ગીગાવોટ ઓફ રિન્યુએબલ એનર્જી ઇન ગુજરાતનું લોન્ચિંગ તથા ગુજરાત એનર્જી વિઝન 2047નું વિમોચન કર્યું હતું . આ તબક્કે રિન્યુએબલ એનર્જી વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી, મુખ્યસચિવ રાજકુમાર વગેરેએ પ્રવચનો કર્યા હતા.