Ahmedabad:કેડિલાના રાજીવમોદી સામે કલેક્ટર કે મહિલા આયોગે કોઈ પગલાં ન લેતા ફરિયાદ

બલ્ગેરિયન યુવતી સાથે દુષ્કર્મ અને જાતિય સતામણી અંગેના કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરૂધ્ધના કેસમાં તેણે અગાઉ કરેલી ફરિયાદ અનુસંધાનમાં અમદાવાદ કલેકટર કે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કોઇ પગલાં નહી લેવાતા ફરી હાઇકોર્ટમાં રિટ કરી છે. જેમાં જસ્ટિસ અનિરૂધ્ધા માયીએ કલેકટર અને સરકાર પક્ષને જરૂરી સૂચના મેળવી રિપોર્ટ રજૂ કરવા મૌખિક નિર્દેશ કર્યો હતો.વધુમાં હાઇકોર્ટે અરજદાર યુવતીને અરજીની નકલ મદદનીશ સરકારી વકીલને પણ પૂરી પાડવા તાકીદ કરી હતી. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી 3 ડિસેમ્બરના રોજ રાખી હતી. અરજદાર યુવતી તરફ્થી નવી અરજીમાં એવા મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, તેણે આ સમગ્ર પ્રકરણમાં જે-તે વખતે અગાઉ અમદાવાદ જિલ્લા કલેકટર અને રાષ્ટ્રીય મહિલા આયોગમાં પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ્ વુમન એટ વર્ક પ્લેસ એકટ-2013 તરીકે ઓળખાતા ફરજ પરના સ્થળ પર મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-2013 અન્વયે ફરિયાદ કરી હતી. જોકે, ઉપરોકત બંને સત્તાવાળાઓ તરફથી આજદિન સુધી આ સમગ્ર મામલામાં કોઇ નક્કર પગલાં લેવાયા નથી અને આમ કરી તેઓ તેમની ફરજ અને જવાબદારી નિભાવવામાં નિષ્ફ્ળ રહ્યા છે. વધુમાં અદાલતનું એ બાબતે પણ ધ્યાન દોરાયું કે, આ પ્રકારની ફરિયાદના કિસ્સામાં જિલ્લા કલેકટર દ્વારા તપાસના ભાગરૂપે તપાસ સમિતિની પણ રચના કરવી પડે પરંતુ તે કરાઇ નથી. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ કલેકટોરેટમાં ઘણા રિમાઈન્ડર મોકલ્યા હતા, પરંતુ હજુ સુધી કોઇ પરિણામ આવ્યું નથી કે નક્કર પગલાં લેવાયા નથી. ઉલ્લેખનીય છે કે, ચકચારી આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે થોડા દિવસ પહેલાં જ સોલા હાઇકોર્ટ પોલીસને વધુ તપાસ માટે વધુ એક વખત એક્સટેન્શ આપવામાં આવ્યું છે. કોર્ટે સોલા હાઇકોર્ટ પોલીસને આ કેસની તપાસ માટે 10મી ડિસેમ્બર સુધીનો સમય વધારી આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અદાલત દ્વારા આ કેસમાં પોલીસને વધુ તપાસ માટે આ બીજીવાર એક્સટેન્શન આપવામાં આવ્યું છે.

Ahmedabad:કેડિલાના રાજીવમોદી સામે કલેક્ટર કે મહિલા આયોગે કોઈ પગલાં ન લેતા ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બલ્ગેરિયન યુવતી સાથે દુષ્કર્મ અને જાતિય સતામણી અંગેના કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરૂધ્ધના કેસમાં તેણે અગાઉ કરેલી ફરિયાદ અનુસંધાનમાં અમદાવાદ કલેકટર કે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કોઇ પગલાં નહી લેવાતા ફરી હાઇકોર્ટમાં રિટ કરી છે. જેમાં જસ્ટિસ અનિરૂધ્ધા માયીએ કલેકટર અને સરકાર પક્ષને જરૂરી સૂચના મેળવી રિપોર્ટ રજૂ કરવા મૌખિક નિર્દેશ કર્યો હતો.

વધુમાં હાઇકોર્ટે અરજદાર યુવતીને અરજીની નકલ મદદનીશ સરકારી વકીલને પણ પૂરી પાડવા તાકીદ કરી હતી. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી 3 ડિસેમ્બરના રોજ રાખી હતી. અરજદાર યુવતી તરફ્થી નવી અરજીમાં એવા મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, તેણે આ સમગ્ર પ્રકરણમાં જે-તે વખતે અગાઉ અમદાવાદ જિલ્લા કલેકટર અને રાષ્ટ્રીય મહિલા આયોગમાં પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ્ વુમન એટ વર્ક પ્લેસ એકટ-2013 તરીકે ઓળખાતા ફરજ પરના સ્થળ પર મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-2013 અન્વયે ફરિયાદ કરી હતી. જોકે, ઉપરોકત બંને સત્તાવાળાઓ તરફથી આજદિન સુધી આ સમગ્ર મામલામાં કોઇ નક્કર પગલાં લેવાયા નથી અને આમ કરી તેઓ તેમની ફરજ અને જવાબદારી નિભાવવામાં નિષ્ફ્ળ રહ્યા છે.

વધુમાં અદાલતનું એ બાબતે પણ ધ્યાન દોરાયું કે, આ પ્રકારની ફરિયાદના કિસ્સામાં જિલ્લા કલેકટર દ્વારા તપાસના ભાગરૂપે તપાસ સમિતિની પણ રચના કરવી પડે પરંતુ તે કરાઇ નથી. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ કલેકટોરેટમાં ઘણા રિમાઈન્ડર મોકલ્યા હતા, પરંતુ હજુ સુધી કોઇ પરિણામ આવ્યું નથી કે નક્કર પગલાં લેવાયા નથી. ઉલ્લેખનીય છે કે, ચકચારી આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે થોડા દિવસ પહેલાં જ સોલા હાઇકોર્ટ પોલીસને વધુ તપાસ માટે વધુ એક વખત એક્સટેન્શ આપવામાં આવ્યું છે. કોર્ટે સોલા હાઇકોર્ટ પોલીસને આ કેસની તપાસ માટે 10મી ડિસેમ્બર સુધીનો સમય વધારી આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અદાલત દ્વારા આ કેસમાં પોલીસને વધુ તપાસ માટે આ બીજીવાર એક્સટેન્શન આપવામાં આવ્યું છે.