કાલાવડના રણુંજામાં ૪.૬૦ લાખ સાથે લૂંટેરી દુલ્હન નાસી છૂટી

લગ્નની લાલચમાં રિક્ષા ડ્રાઇવર લૂંટાયોએક કન્યા તેમજ દલાલ સહિત ચાર શખ્સો સામે વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદજામનગર :   જામનગર તા ૬, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતો એક રીક્ષા ચાલક લુટેરી દુલ્હન અને તેની ગેંગની જાળમાં ફસાયો છે, અને લગ્નની લાલચે ૪.૬૦ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આખરે આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે લુટેરી દુલ્હન સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા ચેતન સિંધાભાઈ મકવાણા નામના ૩૦ વર્ષના રિક્ષાચાલક ભરવાડ યુવાને પોતાની સાથે લગ્નની લાલચ આપી ૪.૬૦ લાખ પડાવી લઇ છેતરપિંડી કરવા અંગે લૂંટેરી દુલ્હન એવી દરેડ ગામમાં રહેતી નયનાબેન ટાંક ઉપરાંત દલાલની ભૂમિકા ભજવનારા બજરંગપુર ગામના બાબુભાઈ ગમારા તથા કન્યા ના ભાઈ ની ઓળખ આપીને નાણા પડાવી લેનાર કાનાભાઈ બાંભવા તથા દુદાભાઈ ટોયટા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ચારેય આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદની રીક્ષા ચાલક ચેતનભાઇ તથા તેના પિતા સિંધાભાઈ સાથે લગ્ન બાબતે કર્યો હતો, અને નયનાબેન ટાંક કે જેણે અગાઉ કલ્યાણપુર લગ્ન કર્યા હતા, અને તેનો છૂટુ થઈ ગયા પછી બીજા લગ્ન કરાવી આપવા માટે વાતચીત કર્યા પછી કટકે ચાર લાખ ૬૦ હજાર પડાવી લીધા હતા ત્યારબાદ એક ધામક સ્થળે બંનેની હાર તોરા વિધિ કરાવી હતી, તેમજ સાદા કાગળમાં વકીલ ની હાજરીમાં લખાણ પણ કરાવ્યું હતું, અને નયના ટાંક થોડો સમય માટે ફરિયાદી ચેતનભાઇના ઘેર રહેવા માટે ગઈ હતી. પરંતુ પોતાને ગમતું નથી તેમ કહી ત્યાંથી પરત ચાલી ગઈ હતી, અને તેને ફરીથી બોલાવવા માટેના પ્રયત્નો કરવા છતાં પોતે આવેલા નથી, અને નાણા પરત આપવાની માંગણી કરતાં ચારેય એ ઇન્કાર કર્યો હોવાથી આખરે આ મામલો કાલાવડ પોલીસમાં લઈ જવાયો છે, અને કાલાવ ટાઉન પોલીસે તમામ સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડના રણુંજામાં  ૪.૬૦ લાખ સાથે લૂંટેરી દુલ્હન નાસી છૂટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


લગ્નની લાલચમાં રિક્ષા ડ્રાઇવર લૂંટાયો

એક કન્યા તેમજ દલાલ સહિત ચાર શખ્સો સામે વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ

જામનગર :   જામનગર તા ૬, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતો એક રીક્ષા ચાલક લુટેરી દુલ્હન અને તેની ગેંગની જાળમાં ફસાયો છે, અને લગ્નની લાલચે ૪.૬૦ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આખરે આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે લુટેરી દુલ્હન સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા ચેતન સિંધાભાઈ મકવાણા નામના ૩૦ વર્ષના રિક્ષાચાલક ભરવાડ યુવાને પોતાની સાથે લગ્નની લાલચ આપી ૪.૬૦ લાખ પડાવી લઇ છેતરપિંડી કરવા અંગે લૂંટેરી દુલ્હન એવી દરેડ ગામમાં રહેતી નયનાબેન ટાંક ઉપરાંત દલાલની ભૂમિકા ભજવનારા બજરંગપુર ગામના બાબુભાઈ ગમારા તથા કન્યા ના ભાઈ ની ઓળખ આપીને નાણા પડાવી લેનાર કાનાભાઈ બાંભવા તથા દુદાભાઈ ટોયટા સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ચારેય આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદની રીક્ષા ચાલક ચેતનભાઇ તથા તેના પિતા સિંધાભાઈ સાથે લગ્ન બાબતે કર્યો હતો, અને નયનાબેન ટાંક કે જેણે અગાઉ કલ્યાણપુર લગ્ન કર્યા હતા, અને તેનો છૂટુ થઈ ગયા પછી બીજા લગ્ન કરાવી આપવા માટે વાતચીત કર્યા પછી કટકે ચાર લાખ ૬૦ હજાર પડાવી લીધા હતા ત્યારબાદ એક ધામક સ્થળે બંનેની હાર તોરા વિધિ કરાવી હતી, તેમજ સાદા કાગળમાં વકીલ ની હાજરીમાં લખાણ પણ કરાવ્યું હતું, અને નયના ટાંક થોડો સમય માટે ફરિયાદી ચેતનભાઇના ઘેર રહેવા માટે ગઈ હતી.

 પરંતુ પોતાને ગમતું નથી તેમ કહી ત્યાંથી પરત ચાલી ગઈ હતી, અને તેને ફરીથી બોલાવવા માટેના પ્રયત્નો કરવા છતાં પોતે આવેલા નથી, અને નાણા પરત આપવાની માંગણી કરતાં ચારેય એ ઇન્કાર કર્યો હોવાથી આખરે આ મામલો કાલાવડ પોલીસમાં લઈ જવાયો છે, અને કાલાવ ટાઉન પોલીસે તમામ સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.