BZ-Scam: ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ પર CID ક્રાઈમે ખોલી 6000 કરોડના કૌભાંડની કુંડળી!
રાજ્યમાં પોંઝી સ્કીમો થકી રૂ. 6 હજાર કરોડનું સૌથી મોટું કૌંભાડ આચરનાર BZ ગ્રૂપ મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. CID ક્રાઈમને આજે મોટી સફળતા મળી છે. પોન્ઝી સ્કીમ દ્વારા 6 હજાર રૂપિયાનું કૌભાંડ કરી ફરાર થઈ ગયેલા બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઇમે BZ ગ્રૂપનાં માલિક અને નાસતા ફરતા ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, અરવલ્લીનાં BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરવામાં આવી છે. જ્યારથી આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો, ત્યારથી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર હતો. જો કે, હવે CID ક્રાઇમે મહેસાણા જિલ્લાનાં વિસનગરનાં દવાડા ગામેથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર પહોંચી છે. અત્યાર સુધીની તપાસમાં કરોડોનાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં રિમાન્ડમાં સૌથી મોટા રહસ્યો ખૂલે તેવી વકી છે.ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ પર CID ક્રાઈમનું નિવેદનભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ પર CID ક્રાઈમના DIG પરીક્ષિતા રાઠોડનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં ક્યાં રોકાયો તેની તપાસ ચાલે છે. દવાડા ગામના ફાર્મ હાઉસમાં રોકાયો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલા 15 દિવસથી ફાર્મ હાઉસમાં રોકાયો હતો. ભૂપેન્દ્ર ઝાલા ઘણા સમયથી ફરાર હત. `દવાડા ગામના ફાર્મ હાઉસમાં રોકાયેલો હતો. સમગ્ર મામલે અરજદારોની ફરિયાદ પણ લેવાશે. ફરિયાદીઓ CID ક્રાઈમની EOW ઓફિસમાં ફરિયાદ કરી શકશે. અરજદારો ફરિયાદ આપે તો ફરિયાદ લેવાશે. ફાર્મ હાઉસ કોનું છે તે અંગે માહિતી નથી. અરજદારોને રૂપિયા પાછા મળશે કે તે અંગે હવે પૂછપરછમાં સામે આવશે.આ રીતે લોકોને ફસાવ્યા 6 હજાર કરોડનું ફુલેકુ ફેરવી બી.ઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોને પૈસા ડબલ કરવાની લાલાચ આપી હતી. બી.ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસની 7 જિલ્લાની ઓફિસમાં નવેમ્બર મહિનામાં દરોડા પડ્યા હતા. BZ ગ્રુપની કંપનીઓ ગુજરાત અને રાજસ્થાનમાં ખોલી હતી. BZનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવતો હતો. બે નંબરના રૂપિયાથી કરોડો રૂપિયાની મિલકતો ખરીદી હતી. લોકોની મરણ મૂડી લઈને મહાઠગ ભૂપેન્દ્ર ફરાર થઈ ગયો હતો પરંતુ હવે તે ઝડપાયો છે. ભોળી જનતાને મહાગઠિયાએ 6 હજાર કરોડનો ચૂનો લગાવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં પોંઝી સ્કીમો થકી રૂ. 6 હજાર કરોડનું સૌથી મોટું કૌંભાડ આચરનાર BZ ગ્રૂપ મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. CID ક્રાઈમને આજે મોટી સફળતા મળી છે. પોન્ઝી સ્કીમ દ્વારા 6 હજાર રૂપિયાનું કૌભાંડ કરી ફરાર થઈ ગયેલા બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે.
CID ક્રાઇમે BZ ગ્રૂપનાં માલિક અને નાસતા ફરતા ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, અરવલ્લીનાં BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરવામાં આવી છે. જ્યારથી આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો, ત્યારથી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર હતો. જો કે, હવે CID ક્રાઇમે મહેસાણા જિલ્લાનાં વિસનગરનાં દવાડા ગામેથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર પહોંચી છે. અત્યાર સુધીની તપાસમાં કરોડોનાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં રિમાન્ડમાં સૌથી મોટા રહસ્યો ખૂલે તેવી વકી છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ પર CID ક્રાઈમનું નિવેદન
ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ પર CID ક્રાઈમના DIG પરીક્ષિતા રાઠોડનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં ક્યાં રોકાયો તેની તપાસ ચાલે છે. દવાડા ગામના ફાર્મ હાઉસમાં રોકાયો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલા 15 દિવસથી ફાર્મ હાઉસમાં રોકાયો હતો. ભૂપેન્દ્ર ઝાલા ઘણા સમયથી ફરાર હત. `દવાડા ગામના ફાર્મ હાઉસમાં રોકાયેલો હતો. સમગ્ર મામલે અરજદારોની ફરિયાદ પણ લેવાશે. ફરિયાદીઓ CID ક્રાઈમની EOW ઓફિસમાં ફરિયાદ કરી શકશે. અરજદારો ફરિયાદ આપે તો ફરિયાદ લેવાશે. ફાર્મ હાઉસ કોનું છે તે અંગે માહિતી નથી. અરજદારોને રૂપિયા પાછા મળશે કે તે અંગે હવે પૂછપરછમાં સામે આવશે.
આ રીતે લોકોને ફસાવ્યા
6 હજાર કરોડનું ફુલેકુ ફેરવી બી.ઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોને પૈસા ડબલ કરવાની લાલાચ આપી હતી. બી.ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસની 7 જિલ્લાની ઓફિસમાં નવેમ્બર મહિનામાં દરોડા પડ્યા હતા. BZ ગ્રુપની કંપનીઓ ગુજરાત અને રાજસ્થાનમાં ખોલી હતી. BZનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવતો હતો. બે નંબરના રૂપિયાથી કરોડો રૂપિયાની મિલકતો ખરીદી હતી. લોકોની મરણ મૂડી લઈને મહાઠગ ભૂપેન્દ્ર ફરાર થઈ ગયો હતો પરંતુ હવે તે ઝડપાયો છે. ભોળી જનતાને મહાગઠિયાએ 6 હજાર કરોડનો ચૂનો લગાવ્યો છે.