Bhavnagar: RTOનું સર્વર 4 દિવસથી ઠપ્પ, 300થી વધુ અરજદારોને ભારે હાલાકી
ભાવનગર RTOનું સર્વર ઠપ્પ થતા લાઇસન્સ સહિતની કામગીરી બંધ થવા પામી હતી.આરટીઓ કચેરીમાં વાહનની ઓનલાઇન કામગીરી માટેનું સારથી સર્વર ઠપ્પ થતા મંગળવારે ઉઘડતા દિવસે વાહન અને લાયસન્સ સંબધિત કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો.ટેક્નિકલ ખામી સર્જાતા ગુજરાતમાં સર્વર ખોરવાયું છે. ભાવનગર RTOનું સર્વર 4 દિવસથી ઠપ્પ થતા 300થી વધુ અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. RTOની અનેક પ્રકારની કામગીરીઓ બંધથી અરજદારોમાં ભારે રોષ વ્યાપ્યો છે. RTOમાં સર્વર ક્યારે શરૂ થશે તે અંગે અનિશ્ચિતતા વર્તાઇ રહી છે. વાહન ટ્રાન્સફર, ટેક્સી પાર્સિંગની કામગીરી સહિત હાલ નવી લોન કે બંધ કરવી વગેરે કામગીરી ઠપ્પ થઇ ગઇ છે.આરટીઓમાં તમામ કામગીરી ઓનલાઇન છે તે વચ્ચે સારથી સર્વર બંધ થતાં લાયસન્સ સંબધિત કામગીરી ખોરવાઇ હતી. સર્વર બંધ રહેતા લાયસન્સ માટે આવેલા અરજદારોને ધક્કો પડ્યો હતો.જોકે મોડેથી સર્વર શરૂ થયું હતું આ ઉપરાંત છેલ્લા 4 દિવસથી વાહન સર્વર પણ સ્લો ચાલે છે જેના કારણે મોટરિંગ પબ્લિકને હાલાકી વેઠવી પડે છે.4 દિવસ થી ભાવનગર RTOનું સર્વર ઠપ્પ થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી સરેરાશ 300થી વધુ અરજદારોને 4 દિવસથી ધક્કા ખાવાના વારો આવ્યો છે. દિલ્હીથી ટેકનીકલ ખામી સર્જાતા ગુજરાતમાં સર્વર ખોરવાયું હોવાની માહિતી મળી રહી છે. RTOની અનેક પ્રકાર ની કામગીરીઓ બંધ થતાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. RTO કચેરીમાં હાલ વાહન ટ્રાન્સફર કરવું,ટેક્સી પાર્સિંગ,વીમો,નવી લોન લેવી કે બંધ કરવી વગેરે કામગીરી ખોરવાઇ છે. RTOમાં સર્વર ક્યારે શરૂ થશે એ અંગે અનિશ્ચિતતા વર્તાઇ રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર RTOનું સર્વર ઠપ્પ થતા લાઇસન્સ સહિતની કામગીરી બંધ થવા પામી હતી.આરટીઓ કચેરીમાં વાહનની ઓનલાઇન કામગીરી માટેનું સારથી સર્વર ઠપ્પ થતા મંગળવારે ઉઘડતા દિવસે વાહન અને લાયસન્સ સંબધિત કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો.
ટેક્નિકલ ખામી સર્જાતા ગુજરાતમાં સર્વર ખોરવાયું છે. ભાવનગર RTOનું સર્વર 4 દિવસથી ઠપ્પ થતા 300થી વધુ અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. RTOની અનેક પ્રકારની કામગીરીઓ બંધથી અરજદારોમાં ભારે રોષ વ્યાપ્યો છે. RTOમાં સર્વર ક્યારે શરૂ થશે તે અંગે અનિશ્ચિતતા વર્તાઇ રહી છે. વાહન ટ્રાન્સફર, ટેક્સી પાર્સિંગની કામગીરી સહિત હાલ નવી લોન કે બંધ કરવી વગેરે કામગીરી ઠપ્પ થઇ ગઇ છે.
આરટીઓમાં તમામ કામગીરી ઓનલાઇન છે તે વચ્ચે સારથી સર્વર બંધ થતાં લાયસન્સ સંબધિત કામગીરી ખોરવાઇ હતી. સર્વર બંધ રહેતા લાયસન્સ માટે આવેલા અરજદારોને ધક્કો પડ્યો હતો.જોકે મોડેથી સર્વર શરૂ થયું હતું આ ઉપરાંત છેલ્લા 4 દિવસથી વાહન સર્વર પણ સ્લો ચાલે છે જેના કારણે મોટરિંગ પબ્લિકને હાલાકી વેઠવી પડે છે.
4 દિવસ થી ભાવનગર RTOનું સર્વર ઠપ્પ થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી સરેરાશ 300થી વધુ અરજદારોને 4 દિવસથી ધક્કા ખાવાના વારો આવ્યો છે. દિલ્હીથી ટેકનીકલ ખામી સર્જાતા ગુજરાતમાં સર્વર ખોરવાયું હોવાની માહિતી મળી રહી છે. RTOની અનેક પ્રકાર ની કામગીરીઓ બંધ થતાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. RTO કચેરીમાં હાલ વાહન ટ્રાન્સફર કરવું,ટેક્સી પાર્સિંગ,વીમો,નવી લોન લેવી કે બંધ કરવી વગેરે કામગીરી ખોરવાઇ છે. RTOમાં સર્વર ક્યારે શરૂ થશે એ અંગે અનિશ્ચિતતા વર્તાઇ રહી છે.