Gir Somnath: લૂંટ વીથ મર્ડરની ઘટના, પોલીસે બે હત્યારાઓની કરી ધરપકડ

દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે ગીર ગઢડા નજીકના આકોલાલી ગામે ખેડૂત જેઠાભાઈ વાજા અને એમનો પુત્ર જયદીપ વાડી પર ખેતી કામ કરવા ગયા હતા, બપોરના સમયે જેઠાભાઈના પત્ની રૈયાબેન ભાત દેવા માટે વાડીએ જતા હતા પણ ટિફિન લઈને વાડીએ ન આવતા યુવાન પુત્ર જયદીપ પોતાના ગામમાં આવ્યો ત્યારે ત્યારે ઘરે તાળું મારેલું હતું.લૂંટ કરી હત્યા કરવા મામલે પોલીસે તપાસ શરૂ કરી ફરી પાછો જયદીપ વાડીએ પહોંચ્યો અને પિતાને વાત કરી એટલે જેઠાભાઈએ તેમના દીકરા જયદીપ ને કહ્યું કે આડો અને ટૂંકો રસ્તો છે એ રસ્તા પર જા કદાચ એ તને મળશે. જયદીપ ટૂંકા રસ્તા પર પોતાની માતા રૈયાબેનને શોધવા માટે જાય છે, ત્યારે માતા રૈયાબેનનો મૃતદેહ તેને જોવા મળે છે. ગળામાં કાનમાં ગંભીર ઈજાઓ અને લોહી લોહાણ હાલતમાં માતા લાભુબેનને જોઈ અને જયદીપ દોડતો પિતા પાસે પહોંચે છે અને પિતાએ સમગ્ર કુટુંબીઓને આ ઘટનાની જાણ કરી, તરત જ ગીર ગઢડા પોલીસને જાણ કરી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી. ત્યારે કપાયેલી હાલતનું ગળું અને કપાયેલા કાન નાકની સ્થિતિ કોઈએ લૂંટ કરી તેમની હત્યા કરી હોય તેવું પ્રાથમિક પોલીસને જણાવ્યું હતું. સુરતથી આરોપીની કરી ધરપકડ લાભુબેને પહેરલો ગળામાં સોનાનો દોરો, કાનમાં ઢેસ્કા અને પગમાં પહેરેલા ઝાંઝર, નાકની નથ સહિત દાગીનાઓ ગુમ હતા. જેથી પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. દિવાળીના માહોલમાં આસપાસના લોકોની પૂછપરછમાં કોની ગેરહાજરી છે? તે તપાસતા આકોલાલી ગામનો જ યુવક હરેશ વાજાની ગેરહાજરી ગામમાં જોવા મળેલી. પોલીસ દ્વારા તપાસ કરતા હરેશ સુરત તરફ નાસી ગયાનું જાણવા મળ્યું, પોલીસે એક ટીમને સુરત મોકલી અને સુરતથી હરેશ વાજાની ધરપકડ કરી. આરોપીઓ હરેશ અને મીલનની આગવી ઢબે પોલીસે પૂછપરછ કરતા હરેશની સાથે તેમનો મિત્ર મિલન પણ આ ઘટનામાં સામેલ હોવાનું સામે આવ્યું. પૂછપરછમાં હરેશે જણાવ્યું કે પોતાની મોટી બહેનને ત્યાં સોનું ગીરવે મૂકી પૈસા લીધેલા અને મોટી બહેને પૈસાની માગણી કરતી હતી અને સાથે હરેશની નાની બહેનની સગાઈ પણ હોય, જેથી પૈસા અને દાગીનાની જરૂર હોય ત્યારે આ મૃતક રૈયાબેન રોજ દાગીના પહેરી અને વાડીએ જતા હોય તે માહિતી એકઠી કરી અને હરેશ અને મિલને આ ઘટનાને અંજામ આપ્યાનું જણાવ્યું હતું. પોલીસે દાગીનાઓ પણ કબજે કર્યા પોલીસે બંનેની ધરપકડ કરી અને દાગીનાઓ પણ કબજે કર્યા છે અને હત્યા વિથ મર્ડરનો ગુનો દાખલ કરી અને ગણતરીના સમયમાં જ આ ઘટનાને ઉકેલી દીધી હતી. પોલીસની વિશેષ પૂછપરછમાં આરોપી હરેશ વાજાના પિતા સહિતનાએ એક વ્યક્તિને 12 વર્ષ પૂર્વે જીવતો સળગાવી દેવાના બનાવમાં 11 આરોપીઓ સાથે હરેશના પિતા પણ હાલ જેલમાં સજા ભોગવી રહ્યા હોય તેવું જાણવા મળ્યું છે.

Gir Somnath: લૂંટ વીથ મર્ડરની ઘટના, પોલીસે બે હત્યારાઓની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે ગીર ગઢડા નજીકના આકોલાલી ગામે ખેડૂત જેઠાભાઈ વાજા અને એમનો પુત્ર જયદીપ વાડી પર ખેતી કામ કરવા ગયા હતા, બપોરના સમયે જેઠાભાઈના પત્ની રૈયાબેન ભાત દેવા માટે વાડીએ જતા હતા પણ ટિફિન લઈને વાડીએ ન આવતા યુવાન પુત્ર જયદીપ પોતાના ગામમાં આવ્યો ત્યારે ત્યારે ઘરે તાળું મારેલું હતું.

લૂંટ કરી હત્યા કરવા મામલે પોલીસે તપાસ શરૂ કરી

ફરી પાછો જયદીપ વાડીએ પહોંચ્યો અને પિતાને વાત કરી એટલે જેઠાભાઈએ તેમના દીકરા જયદીપ ને કહ્યું કે આડો અને ટૂંકો રસ્તો છે એ રસ્તા પર જા કદાચ એ તને મળશે. જયદીપ ટૂંકા રસ્તા પર પોતાની માતા રૈયાબેનને શોધવા માટે જાય છે, ત્યારે માતા રૈયાબેનનો મૃતદેહ તેને જોવા મળે છે. ગળામાં કાનમાં ગંભીર ઈજાઓ અને લોહી લોહાણ હાલતમાં માતા લાભુબેનને જોઈ અને જયદીપ દોડતો પિતા પાસે પહોંચે છે અને પિતાએ સમગ્ર કુટુંબીઓને આ ઘટનાની જાણ કરી, તરત જ ગીર ગઢડા પોલીસને જાણ કરી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી. ત્યારે કપાયેલી હાલતનું ગળું અને કપાયેલા કાન નાકની સ્થિતિ કોઈએ લૂંટ કરી તેમની હત્યા કરી હોય તેવું પ્રાથમિક પોલીસને જણાવ્યું હતું.

સુરતથી આરોપીની કરી ધરપકડ

લાભુબેને પહેરલો ગળામાં સોનાનો દોરો, કાનમાં ઢેસ્કા અને પગમાં પહેરેલા ઝાંઝર, નાકની નથ સહિત દાગીનાઓ ગુમ હતા. જેથી પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. દિવાળીના માહોલમાં આસપાસના લોકોની પૂછપરછમાં કોની ગેરહાજરી છે? તે તપાસતા આકોલાલી ગામનો જ યુવક હરેશ વાજાની ગેરહાજરી ગામમાં જોવા મળેલી. પોલીસ દ્વારા તપાસ કરતા હરેશ સુરત તરફ નાસી ગયાનું જાણવા મળ્યું, પોલીસે એક ટીમને સુરત મોકલી અને સુરતથી હરેશ વાજાની ધરપકડ કરી.

આરોપીઓ હરેશ અને મીલનની આગવી ઢબે પોલીસે પૂછપરછ કરતા હરેશની સાથે તેમનો મિત્ર મિલન પણ આ ઘટનામાં સામેલ હોવાનું સામે આવ્યું. પૂછપરછમાં હરેશે જણાવ્યું કે પોતાની મોટી બહેનને ત્યાં સોનું ગીરવે મૂકી પૈસા લીધેલા અને મોટી બહેને પૈસાની માગણી કરતી હતી અને સાથે હરેશની નાની બહેનની સગાઈ પણ હોય, જેથી પૈસા અને દાગીનાની જરૂર હોય ત્યારે આ મૃતક રૈયાબેન રોજ દાગીના પહેરી અને વાડીએ જતા હોય તે માહિતી એકઠી કરી અને હરેશ અને મિલને આ ઘટનાને અંજામ આપ્યાનું જણાવ્યું હતું.

પોલીસે દાગીનાઓ પણ કબજે કર્યા

પોલીસે બંનેની ધરપકડ કરી અને દાગીનાઓ પણ કબજે કર્યા છે અને હત્યા વિથ મર્ડરનો ગુનો દાખલ કરી અને ગણતરીના સમયમાં જ આ ઘટનાને ઉકેલી દીધી હતી. પોલીસની વિશેષ પૂછપરછમાં આરોપી હરેશ વાજાના પિતા સહિતનાએ એક વ્યક્તિને 12 વર્ષ પૂર્વે જીવતો સળગાવી દેવાના બનાવમાં 11 આરોપીઓ સાથે હરેશના પિતા પણ હાલ જેલમાં સજા ભોગવી રહ્યા હોય તેવું જાણવા મળ્યું છે.