Amreli: ચમારડી ગામે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતા દિવસની ઉજવણી
આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે એકતા દિવસ. અમરેલીના બાબરા તાલુકાના નાનકડા એવા ચમારડી ગામે આજે એકતા બતાવીને એકતા દિવસને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યો. ચમારડી ગામના સરદાર પ્રેમી ગોપાલ વસ્તરપરા દ્વારા ચમારડી ગામની ભાગોળે ભવ્ય સરદાર પટેલ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ ચમારડી ગામની ભાગોળે સ્થાપિત કરવામાં આવેલા 12 મહાનુભાવોની પ્રતિમાઓનુ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ તેમજ પુરષોતમ રૂપાલા, ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના રાજકીય આગેવાનો તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે આ પ્રતિમા આવનારી આપણી પેઢી માટે પ્રેરણા પૂરી પાડશે. ચમારડી ગામની ભાગોળે મહાનુભાવોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી બાબરા તાલુકાના ચમારડી ગામના સરદાર પ્રેમી ગોપાલ વસ્તરપરા પોતાના ગામને ચમારડીને ચાર ચાંદ લગાવી દે તેવુ કાર્ય માત્ર પચાસ દિવસોમાં પુર્ણ કર્યુ હતું. ચમારડી ગામની ભાગોળે મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ડો. બાબાસાહેબ આંબેડકર, ભગતસિંહ, સરદાર પટેલ, કૃષ્ણકુમાર સિંહજી, કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. સરદાર પ્રેમી ગોપાલ વસ્તરપરાએ જણાવ્યું હતું કે આ મહાપુરુષોની પ્રતિમાઓ સ્થાપિત કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે આવનારી પેઢી ભારતના મહાપુરુષોના બલિદાનને યાદ કરી શકે. ચમારડી ગામની ભાગોળે યોજાયેલ આ કાર્યક્રમમાં સમસ્ત ચમારડી ગામના લોકોએ જબરદસ્ત એકતા બતાવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે એકતા દિવસ. અમરેલીના બાબરા તાલુકાના નાનકડા એવા ચમારડી ગામે આજે એકતા બતાવીને એકતા દિવસને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યો.
ચમારડી ગામના સરદાર પ્રેમી ગોપાલ વસ્તરપરા દ્વારા ચમારડી ગામની ભાગોળે ભવ્ય સરદાર પટેલ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ ચમારડી ગામની ભાગોળે સ્થાપિત કરવામાં આવેલા 12 મહાનુભાવોની પ્રતિમાઓનુ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ તેમજ પુરષોતમ રૂપાલા, ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના રાજકીય આગેવાનો તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે આ પ્રતિમા આવનારી આપણી પેઢી માટે પ્રેરણા પૂરી પાડશે.
ચમારડી ગામની ભાગોળે મહાનુભાવોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી
બાબરા તાલુકાના ચમારડી ગામના સરદાર પ્રેમી ગોપાલ વસ્તરપરા પોતાના ગામને ચમારડીને ચાર ચાંદ લગાવી દે તેવુ કાર્ય માત્ર પચાસ દિવસોમાં પુર્ણ કર્યુ હતું. ચમારડી ગામની ભાગોળે મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ડો. બાબાસાહેબ આંબેડકર, ભગતસિંહ, સરદાર પટેલ, કૃષ્ણકુમાર સિંહજી, કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. સરદાર પ્રેમી ગોપાલ વસ્તરપરાએ જણાવ્યું હતું કે આ મહાપુરુષોની પ્રતિમાઓ સ્થાપિત કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે આવનારી પેઢી ભારતના મહાપુરુષોના બલિદાનને યાદ કરી શકે.
ચમારડી ગામની ભાગોળે યોજાયેલ આ કાર્યક્રમમાં સમસ્ત ચમારડી ગામના લોકોએ જબરદસ્ત એકતા બતાવી હતી.