Ahmedabad: તહેવારોમાં કુરિયર કંપનીઓ દ્વારા ગુજરાતમાં રોજના 8થી 10 લાખ પાર્સલની ડિલિવરી
દિવાળી તહેવારોના દિવસો નજીક આવે એટલે કુરિયર અને લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીનું કામકાજ સામાન્ય દિવસોની સરખામણીએ બે ગણું વધી જાય છે. આ દિવસોમાં કોર્પોરેટ કંપનીઓ, નાના-મોટા ટ્રેડર્સ, બિઝનેસમેન, તથા વેન્ડર્સ પોતાના કસ્ટમર્સને દિવાળી નિમિત્તે શુભેચ્છા કાર્ડ, ગીફ્ટ આર્ટીકલ્સ, મીઠાઈઓ વગેરે મોકલતા હોય છે.કુરિયર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે આ દિવસોમાં ગુજરાતમાં રોજના 8-10 લાખ પાર્સલની ડિલિવરી કરવામાં આવે છે અને સમગ્ર દેશમાં અંદાજે 1.50 કરોડ પાર્સલ ડિલિવર થાય છે. ગુજરાતની એક કુરિયર કંપનીના મેનેજીંગ ડિરેક્ટરે કહ્યું કે, અગાઉ ગ્રીટિંગ કાર્ડ મોકલવાનું ચલણ વધારે હતું અને હવે ગિફ્ટ કલ્ચર વધી ગયું છે. આ ઉપરાંત લોકો ઓનલાઈન શોપિંગ વધારે કરે છે એટલે ઇ-કોમર્સની ડિલિવરીના કામ પણ ઘણા વધી ગયા છે. તેના કારણે દર વર્ષે દિવાળીમાં કુરિયર કંપનીઓના કામ ઉત્તરોત્તર વધતાં જાય છે. ગત દિવાળીની સરખામણીએ આ વર્ષે તહેવારોમાં 30-40%નો વધારો જોવા મળ્યો છે. ગુજરાત બિઝનેસ સેન્ટર હોવાથી ગુજરાતી કંપનીઓ લોકલ તેમજ દેશ-વિદેશમાં કોર્પોરેટ ગિફ્ટ મોકલતી હોય છે. લોજિસ્ટિક ઉદ્યોગના જાણકારોએ જણાવ્યું હતું કે, તહેવારોના બિઝનેસને ધ્યાનમાં રાખી કુરિયર કંપનીઓ અગાઉથી જ પોતાના નોર્મલ રૂટમાં એડીશનલ વ્હીકલ, જરૂરિયાત પ્રમાણે રૂટ માં સેપરેટ વ્હીકલ, એર દ્વારા શિપમેન્ટ મુવ કરવા, નવા રૂટ તથા શિપમેન્ટની ડીલીવરી અને નવા સ્ટાફ્ની ભરતી કરવામાં આવે છે. આ ઉપરાંત દરેક શિપમેન્ટ સલામત રીતે ગ્રાહકો સુધી પહોંચી જાય તે માટે જરૂરિયાત પ્રમાણે વધારાની જગ્યા, પેકિંગ મટીરીયલ્સ તથા ટેકનોલોજીમાં ખાસ અપડેશન કરતા હોય છે. હાલમાં કુરિયર અને લોજિસ્ટિક ઉદ્યોગ ટ્રાન્સપોટેશનને લગતી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. મોનસુન સીઝન પછી રોડ-રસ્તાની હાલત ખરાબ છે અને સાથે જ ટ્રાફ્કિ પણ વધ્યો છે. આ બંને મુશ્કેલીઓના કારણે ડિલિવરીના સમયમાં મોડું થાય છે. કંપનીઓ બૂકિંગ સમયે જ ગ્રાહકોને આ અંગે જાણ કરે છે કે સામાન્ય સંજોગો કરતાં 2-3 દિવસ વધારે સામે લાગશે. આ ઉપરાંત ભારતમાં એર મુવમેન્ટની એક મર્યાદા છે અને સરફેસ મુવમેન્ટ માટે વધારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત છે. આંતરરાષ્ટ્રીય બુકિંગમાં 70%નો વધારો અમદાવાદની ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ કંપનીના ડિરેક્ટરે જણાવ્યું કે, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ઇન્ટરનેશનલ પાર્સલ માટે 15-20 દિવસ અગાઉથી જ બૂકિંગ શરૂ થઈ જતાં હોય છે. આ વર્ષે અમે અંદાજે 70% ગ્રોથ જોયો છે. સામાન્ય દિવસોમાં ડોક્યુમેન્ટ્સ કે નાની-મોટી વસ્તુઓ વધારે જતી હોય છે. પણ દિવાળીમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, યુરોપ, દુબઈ સહિતના દેશોમાં વસતા પોતાના સગા-સંબંધીઓને મીઠાઇ, કપડાં, દિવાળી ડેકોરેશનને લગતા સામાન સૌથી વધારે મોકલે છે. ઇન્ટરનેશનલ લોજિસ્ટિકમાં ભાડા વધતાં કુરિયર ચાર્જિસમાં પણ 15-20%નો વધારો થયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળી તહેવારોના દિવસો નજીક આવે એટલે કુરિયર અને લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીનું કામકાજ સામાન્ય દિવસોની સરખામણીએ બે ગણું વધી જાય છે. આ દિવસોમાં કોર્પોરેટ કંપનીઓ, નાના-મોટા ટ્રેડર્સ, બિઝનેસમેન, તથા વેન્ડર્સ પોતાના કસ્ટમર્સને દિવાળી નિમિત્તે શુભેચ્છા કાર્ડ, ગીફ્ટ આર્ટીકલ્સ, મીઠાઈઓ વગેરે મોકલતા હોય છે.
કુરિયર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે આ દિવસોમાં ગુજરાતમાં રોજના 8-10 લાખ પાર્સલની ડિલિવરી કરવામાં આવે છે અને સમગ્ર દેશમાં અંદાજે 1.50 કરોડ પાર્સલ ડિલિવર થાય છે.
ગુજરાતની એક કુરિયર કંપનીના મેનેજીંગ ડિરેક્ટરે કહ્યું કે, અગાઉ ગ્રીટિંગ કાર્ડ મોકલવાનું ચલણ વધારે હતું અને હવે ગિફ્ટ કલ્ચર વધી ગયું છે. આ ઉપરાંત લોકો ઓનલાઈન શોપિંગ વધારે કરે છે એટલે ઇ-કોમર્સની ડિલિવરીના કામ પણ ઘણા વધી ગયા છે. તેના કારણે દર વર્ષે દિવાળીમાં કુરિયર કંપનીઓના કામ ઉત્તરોત્તર વધતાં જાય છે. ગત દિવાળીની સરખામણીએ આ વર્ષે તહેવારોમાં 30-40%નો વધારો જોવા મળ્યો છે. ગુજરાત બિઝનેસ સેન્ટર હોવાથી ગુજરાતી કંપનીઓ લોકલ તેમજ દેશ-વિદેશમાં કોર્પોરેટ ગિફ્ટ મોકલતી હોય છે. લોજિસ્ટિક ઉદ્યોગના જાણકારોએ જણાવ્યું હતું કે, તહેવારોના બિઝનેસને ધ્યાનમાં રાખી કુરિયર કંપનીઓ અગાઉથી જ પોતાના નોર્મલ રૂટમાં એડીશનલ વ્હીકલ, જરૂરિયાત પ્રમાણે રૂટ માં સેપરેટ વ્હીકલ, એર દ્વારા શિપમેન્ટ મુવ કરવા, નવા રૂટ તથા શિપમેન્ટની ડીલીવરી અને નવા સ્ટાફ્ની ભરતી કરવામાં આવે છે. આ ઉપરાંત દરેક શિપમેન્ટ સલામત રીતે ગ્રાહકો સુધી પહોંચી જાય તે માટે જરૂરિયાત પ્રમાણે વધારાની જગ્યા, પેકિંગ મટીરીયલ્સ તથા ટેકનોલોજીમાં ખાસ અપડેશન કરતા હોય છે.
હાલમાં કુરિયર અને લોજિસ્ટિક ઉદ્યોગ ટ્રાન્સપોટેશનને લગતી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. મોનસુન સીઝન પછી રોડ-રસ્તાની હાલત ખરાબ છે અને સાથે જ ટ્રાફ્કિ પણ વધ્યો છે. આ બંને મુશ્કેલીઓના કારણે ડિલિવરીના સમયમાં મોડું થાય છે. કંપનીઓ બૂકિંગ સમયે જ ગ્રાહકોને આ અંગે જાણ કરે છે કે સામાન્ય સંજોગો કરતાં 2-3 દિવસ વધારે સામે લાગશે. આ ઉપરાંત ભારતમાં એર મુવમેન્ટની એક મર્યાદા છે અને સરફેસ મુવમેન્ટ માટે વધારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત છે.
આંતરરાષ્ટ્રીય બુકિંગમાં 70%નો વધારો
અમદાવાદની ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ કંપનીના ડિરેક્ટરે જણાવ્યું કે, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ઇન્ટરનેશનલ પાર્સલ માટે 15-20 દિવસ અગાઉથી જ બૂકિંગ શરૂ થઈ જતાં હોય છે. આ વર્ષે અમે અંદાજે 70% ગ્રોથ જોયો છે. સામાન્ય દિવસોમાં ડોક્યુમેન્ટ્સ કે નાની-મોટી વસ્તુઓ વધારે જતી હોય છે. પણ દિવાળીમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, યુરોપ, દુબઈ સહિતના દેશોમાં વસતા પોતાના સગા-સંબંધીઓને મીઠાઇ, કપડાં, દિવાળી ડેકોરેશનને લગતા સામાન સૌથી વધારે મોકલે છે. ઇન્ટરનેશનલ લોજિસ્ટિકમાં ભાડા વધતાં કુરિયર ચાર્જિસમાં પણ 15-20%નો વધારો થયો છે.