રાજકોટમાં મધરાત્રે ખેલાયો ખૂની ખેલ, બે સગાભાઈઓેની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
રાજકોટમાં મધરાત્રે ખૂની ખેલ ખેલાયો. શહેરના સંતકબીર રોડ પર બે સગા ભાઈઓની હત્યાને છરીના ઘા ઝીંકી ધાતકી હત્યા કરવામાં આવી. સંતકબીર રોડ પર આર્યનગરમાં બે સગાભાઈઓની પરપ્રાંતિય શખ્સ સાથે માથાકૂટ થઈ હતી. પરપ્રાંતિય યુવકે અદાવત રાખી બે ભાઈઓની ઘાતકી હત્યા કરી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો.બે સગાભાઈઓને મોતને ઘાટ ઉતાર્યાશહેરના સંતકબીર રોડ પર આર્ય નગરમાં હત્યાની ઘટના સામે આવી. બે સગાભાઈઓની હત્યાના સમાચારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. બંને ભાઈઓના વિકી જૈન અને અમિત જૈન હોવાનું સામે આવ્યું. આ બંને ભાઈઓ છોટુ નામના શખ્સ સાથે રૂમ શેર કરીને રહે છે. ત્રણેય યુવાનો એક જ રૂમમાં રહી પોતાના કામ અર્થે દિવસ દરમ્યાન બહાર જતા હોય છે. દરમ્યાન ગતરોજ વિકી જૈન અને અમિત જૈન બે સગાભાઈઓને સાથે રહેતા પરપ્રાંતીય યુવાન છોટુ સાથે કોઈ બાબતે બબાલ થાય છે. પરપ્રાંતીય યુવાન વધુ આક્રમક બની છરીથી બંને ભાઈઓ પર હુમલો કરે છે.આ ઘાતકી હુમલામાં વિકી જૈન અને અમિત જૈન ગંભીરપણે ઘાયલ થાય છે. પરપ્રાંતીય યુવક સાથે માથાકૂટ હત્યા પરિણમીપરપ્રાંતીય યુવકે ઘાતકી છરીના ઘા ઝીંકતા વિકી જૈનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું જયારે તેના ભાઈ અમિત જૈનનું સારવાર દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયું.હુમલો કર્યા બાદ પરપ્રાંતિય ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો. સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી તપાસ હાથ ધરતાં એક જ રૂમમાં રહેતા છોટુ નામના શખ્સ દ્વારા કોઈ કારણોસર હત્યા કરી હોવાનું સામે આવ્યું. પોલીસે ઘટનાસ્થળ પર મૃત્યુ પામનાર વિકી જૈનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી. છેલ્લા ઘણા સમયથી રોજગાર માટે પરપ્રાંતીયો ગુજરાતમાં આવ્યા છે. પોલીસે હાથ ધરી તપાસમોંઘાવારીને પગલે પરિવારને સાથે લાવી ના શકતાં અન્ય લોકો જોડે રૂમ શેરિંગ કરી વસવાટ કરે છે. સંતકબીર રોડ પર પર બે સગાભાઈઓ એક પરપ્રાંતીય યુવક સાથે રહેતા હતા. દરમ્યાન કોઈ બાબતને લઈને આ યુવક સાથે માથાકૂટ થતાં આ શખ્સે છરીના ઘા ઝીંકી બે સગાભાઈઓની હત્યા કરી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
![રાજકોટમાં મધરાત્રે ખેલાયો ખૂની ખેલ, બે સગાભાઈઓેની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા](https://epapercdn.sandesh.com/images/2025/02/11/sIwK32O67lma4JCf6vIcSIOEl1ZMPlPeNMccB0Sy.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં મધરાત્રે ખૂની ખેલ ખેલાયો. શહેરના સંતકબીર રોડ પર બે સગા ભાઈઓની હત્યાને છરીના ઘા ઝીંકી ધાતકી હત્યા કરવામાં આવી. સંતકબીર રોડ પર આર્યનગરમાં બે સગાભાઈઓની પરપ્રાંતિય શખ્સ સાથે માથાકૂટ થઈ હતી. પરપ્રાંતિય યુવકે અદાવત રાખી બે ભાઈઓની ઘાતકી હત્યા કરી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો.
બે સગાભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા
શહેરના સંતકબીર રોડ પર આર્ય નગરમાં હત્યાની ઘટના સામે આવી. બે સગાભાઈઓની હત્યાના સમાચારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. બંને ભાઈઓના વિકી જૈન અને અમિત જૈન હોવાનું સામે આવ્યું. આ બંને ભાઈઓ છોટુ નામના શખ્સ સાથે રૂમ શેર કરીને રહે છે. ત્રણેય યુવાનો એક જ રૂમમાં રહી પોતાના કામ અર્થે દિવસ દરમ્યાન બહાર જતા હોય છે. દરમ્યાન ગતરોજ વિકી જૈન અને અમિત જૈન બે સગાભાઈઓને સાથે રહેતા પરપ્રાંતીય યુવાન છોટુ સાથે કોઈ બાબતે બબાલ થાય છે. પરપ્રાંતીય યુવાન વધુ આક્રમક બની છરીથી બંને ભાઈઓ પર હુમલો કરે છે.આ ઘાતકી હુમલામાં વિકી જૈન અને અમિત જૈન ગંભીરપણે ઘાયલ થાય છે.
પરપ્રાંતીય યુવક સાથે માથાકૂટ હત્યા પરિણમી
પરપ્રાંતીય યુવકે ઘાતકી છરીના ઘા ઝીંકતા વિકી જૈનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું જયારે તેના ભાઈ અમિત જૈનનું સારવાર દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયું.હુમલો કર્યા બાદ પરપ્રાંતિય ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો. સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી તપાસ હાથ ધરતાં એક જ રૂમમાં રહેતા છોટુ નામના શખ્સ દ્વારા કોઈ કારણોસર હત્યા કરી હોવાનું સામે આવ્યું. પોલીસે ઘટનાસ્થળ પર મૃત્યુ પામનાર વિકી જૈનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી. છેલ્લા ઘણા સમયથી રોજગાર માટે પરપ્રાંતીયો ગુજરાતમાં આવ્યા છે.
પોલીસે હાથ ધરી તપાસ
મોંઘાવારીને પગલે પરિવારને સાથે લાવી ના શકતાં અન્ય લોકો જોડે રૂમ શેરિંગ કરી વસવાટ કરે છે. સંતકબીર રોડ પર પર બે સગાભાઈઓ એક પરપ્રાંતીય યુવક સાથે રહેતા હતા. દરમ્યાન કોઈ બાબતને લઈને આ યુવક સાથે માથાકૂટ થતાં આ શખ્સે છરીના ઘા ઝીંકી બે સગાભાઈઓની હત્યા કરી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.