Suratમાં RTO વિભાગની હડતાલ સમેટાઈ, સરકાર તરફથી પડતર પ્રશ્નો ઉકેલવાનું આશ્વાસન

Feb 11, 2025 - 13:00
Suratમાં RTO વિભાગની હડતાલ સમેટાઈ, સરકાર તરફથી પડતર પ્રશ્નો ઉકેલવાનું આશ્વાસન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યભરમાં આર.ટી.ઓ.ના ટેક્નિકલ ઓફિસર એસોસિએશન દ્વારા જૂના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા દિવસોથી ઠેર-ઠેર વિવિધ રીતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા હતા. ત્યારે આજે સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવતાં આર.ટી.ઓના ટેક્નિકલ ઓફિસર કામ પરત ફર્યા છે. વિરોધ પ્રદર્શનનો અંત આવતાં અરજદારોને હાશકારો થયો છે. આજે 12 વાગ્યા પછી જે અરદારોએ એપોઇન્ટમેન્ટ લીધી હશે તેમની કામગીરી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સોમવારે 'નો લોગિન ડે' અભિયાન અંતગર્ત આર.ટી.ઓ.ના ટેક્નિકલ ઓફિસરો કામથી દૂર રહ્યા હતા. જેના લીધે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આજે પણ માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ સરકાર દ્વારા સકારાત્મક અભિગમ દાખવી પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણની બાંહેધરી આપવામાં આવતાં તમામ ઓફિસરો કામ પર પરત ફર્યા છે. 

 સરકાર તરફથી પડતર પ્રશ્નો ઉકેલવાનું આશ્વાસન આપતા સુરતમાં RTO વિભાગની હડતાલ સમેટાઈ છે. સરકાર દ્વારા ખાતરી આપતા છેલ્લા બે દિવસથી ચાલી રહેલી હડતાલ આખરે સમેટાઈ છે. આ હડતાલ ને લઇ હજારો અરજદાર અટવાયા હતા. જોકે આર.ટી.ઓ.ના ટેક્નિકલ ઓફિસર એસોસિએશન દ્વારા કામકાજ રાબેતાબ મુજબ શરૂ કરવામાં આવ્યુ છે. 


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0