Surat: સચિનમાં લાખો રૂપિયાની ચોરી, પોલીસે બે આરોપીઓને ઝડપ્યા

સુરતના સચિન GIDC વિસ્તારમાં લાખો રૂપિયાની ચોરીનો મામલો સામે આવ્યો છે. પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. બંને પાસેથી 6.11 લાખના સોના ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યા છે. ઊંન શાકભાજી માર્કેટ વિસ્તારમાંથી રાજેશ યાદવ અને કમલેશ વર્માની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપી UPના મિર્જાપુરના હિસ્ટ્રીશિટર બંને આરોપી ગંભીર ગુનાહિત ધરાવે છે. આરોપી ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને ત્યાં અનેક ગુનાઓને અંજામ આપીને ગુજરાતમાં છુપાયા હતા. અહીંયા પણ તેઓએ તેમના બદઈરાદાને અંજામ આપ્યો છે. વરસાદ વચ્ચે ચોરી થઈ હતી સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનથી એક કી.મી.ના અંતરે લાલ દરવાજા મોટી શેરીના નાકે આવેલી મહિલા વેપારીની માલિકીની હેવમોર મોબાઈલ શોપના તાળા તોડી એક ચોર શનિવારની રાત્રી દરમિયાન ડિસ્પ્લેમાં અને ખાનામાં રાખેલા 40 મોબાઈલ ફોન અને રોકડા રૂ.20 હજાર મળી કુલ રૂ.7.45 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સણિયા હેમાદ ગામ જલારામ સોસાયટી પાસે ઓમ રીજન્સી ફ્લેટ નં.1201માં રહેતા 40 વર્ષીય મીનલબેન ધર્મેશભાઈ માધવાણી મહિધરપુરા પોલીસ સ્ટેશનથી એક કી.મી.ના અંતરે લાલ દરવાજા મોટી શેરીના નાકે કબીર ભવનમાં હેવમોર મોબાઈલના નામે મોબાઈલ શોપ ધરાવે છે. ગત શનિવારે વરસાદ પડતો હોય મીનલબેન દુકાને ગયા નહોતા. આથી દુકાનમાં કામ કરતો આબીદ શનિવારે રાત્રે 10.30 વાગ્યે દુકાન બંધ કરી ઘરે ગયો હતો. દરમિયાન, ગતરોજ સવારે 9.20 કલાકે મીનલબેનને તેમની દુકાનની સામે સલૂન ધરાવતા કલ્લુભાઈએ ચોરી થયાની જાણ કરતા તે પોલીસ અને આબીદને ફોન કરી દુકાને દોડી ગયા હતા. શટરના તાળા તોડી ચોરી ચોરે દુકાનના જમણી બાજુના શટરના બંને તાળા તોડી દુકાનમાં પ્રવેશી ડિસ્પ્લેમાં અને ખાનામાં રાખેલા રૂ.7,25,282 ની કિંમતના 40 મોબાઈલ ફોન અને રોકડા રૂ.20 હજાર મળી કુલ રૂ.7,45,282 ની મત્તાની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયો હતો. આ અંગે મીનલબેને બાદમાં મહિધરપુરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Surat: સચિનમાં લાખો રૂપિયાની ચોરી, પોલીસે બે આરોપીઓને ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના સચિન GIDC વિસ્તારમાં લાખો રૂપિયાની ચોરીનો મામલો સામે આવ્યો છે. પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. બંને પાસેથી 6.11 લાખના સોના ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યા છે. ઊંન શાકભાજી માર્કેટ વિસ્તારમાંથી રાજેશ યાદવ અને કમલેશ વર્માની ધરપકડ કરવામાં આવી છે.


બંને આરોપી UPના મિર્જાપુરના હિસ્ટ્રીશિટર

બંને આરોપી ગંભીર ગુનાહિત ધરાવે છે. આરોપી ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને ત્યાં અનેક ગુનાઓને અંજામ આપીને ગુજરાતમાં છુપાયા હતા. અહીંયા પણ તેઓએ તેમના બદઈરાદાને અંજામ આપ્યો છે.

વરસાદ વચ્ચે ચોરી થઈ હતી

સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનથી એક કી.મી.ના અંતરે લાલ દરવાજા મોટી શેરીના નાકે આવેલી મહિલા વેપારીની માલિકીની હેવમોર મોબાઈલ શોપના તાળા તોડી એક ચોર શનિવારની રાત્રી દરમિયાન ડિસ્પ્લેમાં અને ખાનામાં રાખેલા 40 મોબાઈલ ફોન અને રોકડા રૂ.20 હજાર મળી કુલ રૂ.7.45 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સણિયા હેમાદ ગામ જલારામ સોસાયટી પાસે ઓમ રીજન્સી ફ્લેટ નં.1201માં રહેતા 40 વર્ષીય મીનલબેન ધર્મેશભાઈ માધવાણી મહિધરપુરા પોલીસ સ્ટેશનથી એક કી.મી.ના અંતરે લાલ દરવાજા મોટી શેરીના નાકે કબીર ભવનમાં હેવમોર મોબાઈલના નામે મોબાઈલ શોપ ધરાવે છે. ગત શનિવારે વરસાદ પડતો હોય મીનલબેન દુકાને ગયા નહોતા. આથી દુકાનમાં કામ કરતો આબીદ શનિવારે રાત્રે 10.30 વાગ્યે દુકાન બંધ કરી ઘરે ગયો હતો. દરમિયાન, ગતરોજ સવારે 9.20 કલાકે મીનલબેનને તેમની દુકાનની સામે સલૂન ધરાવતા કલ્લુભાઈએ ચોરી થયાની જાણ કરતા તે પોલીસ અને આબીદને ફોન કરી દુકાને દોડી ગયા હતા.

શટરના તાળા તોડી ચોરી

ચોરે દુકાનના જમણી બાજુના શટરના બંને તાળા તોડી દુકાનમાં પ્રવેશી ડિસ્પ્લેમાં અને ખાનામાં રાખેલા રૂ.7,25,282 ની કિંમતના 40 મોબાઈલ ફોન અને રોકડા રૂ.20 હજાર મળી કુલ રૂ.7,45,282 ની મત્તાની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયો હતો. આ અંગે મીનલબેને બાદમાં મહિધરપુરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.