Ahmedabad: કાંકરિયા ઝૂમાં દીપડા-દીપડીની જોડી, બે વાઘણ હવે જોવા મળશે

AMC સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવેલ બે વાઘણ અને ત્રણ દીપડા- દીપડીની જોડી હવે ઝૂના મુલાકાતીઓ નિહાળી શકશે.મહારાષ્ટ્રમાં નાગપુરના ગોરેવાડા પ્રોજેકટના વાઈલ્ડ લાઈફ્ રેસ્ક્યૂ સેન્ટરમાંથી 2 વાઘણ અને કુલ 6 દીપડા-દીપડીને એક મહિના પહેલાં કાંકરિયા ઝૂમાં લાવવામાં આવ્યા હતાઅને તેનો એક માસનો કવોરેન્ટાઈન પિરિયડ પૂરો થયા પછી બાદ શુક્રવારે શહેરના મેયર સહિત AMCના પદાધિકારીઓ દ્વારા આ પ્રાણીઓ મુલાકાતીઓને જોવા માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. રિક્રિએશન કમિટીના ચેરમેન અને કાંકરિયા ઝૂના અધિકારીએ જણાવ્યું હતું કે, કાંકરિયા ઝૂમાં બે નવી વાઘણ અને ત્રણ જોડી દીપડા-દીપડીની લાવવામાં આવી છે. હાલમાં કુલ 8 વાઘ અને વાઘણ છે. એક સિંહ અને બે સિંહણ, એક સફેદ વાઘણ અને ત્રણ વાઘણ, 9 દીપડા જેમાં 4 નર અને 5 માદા, 1 રીંછ, 1 હાથી, 2 હિપ્પોપોટેમસ, 9 શિયાળ અને મોટી સંખ્યામાં પક્ષીઓ અને સરીસૃપો સહિત 2100 ઉપરાંત વન્ય પ્રાણીઓને કાંકરિયા ઝૂમાં રાખવામાં આવેલા છે.કાંકરિયા ઝૂમાંથી 90થી વધુ વિવિધ પશુ-પક્ષીઓ નાગપુરના વાઇલ્ડ લાઇફ્ રેસ્ક્યુ સેન્ટરમાં આપવામાં આવ્યા છે. 2100 ઉપરાંત વન્ય પ્રાણીઓ કાંકરિયા ઝૂમાંથી આપવામાં આવેલા પ્રાણી પક્ષીઓ, સરિસૃપોના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાંઓ જન્મે છે.

Ahmedabad: કાંકરિયા ઝૂમાં દીપડા-દીપડીની જોડી, બે વાઘણ હવે જોવા મળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AMC સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવેલ બે વાઘણ અને ત્રણ દીપડા- દીપડીની જોડી હવે ઝૂના મુલાકાતીઓ નિહાળી શકશે.મહારાષ્ટ્રમાં નાગપુરના ગોરેવાડા પ્રોજેકટના વાઈલ્ડ લાઈફ્ રેસ્ક્યૂ સેન્ટરમાંથી 2 વાઘણ અને કુલ 6 દીપડા-દીપડીને એક મહિના પહેલાં કાંકરિયા ઝૂમાં લાવવામાં આવ્યા હતા

અને તેનો એક માસનો કવોરેન્ટાઈન પિરિયડ પૂરો થયા પછી બાદ શુક્રવારે શહેરના મેયર સહિત AMCના પદાધિકારીઓ દ્વારા આ પ્રાણીઓ મુલાકાતીઓને જોવા માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. રિક્રિએશન કમિટીના ચેરમેન અને કાંકરિયા ઝૂના અધિકારીએ જણાવ્યું હતું કે, કાંકરિયા ઝૂમાં બે નવી વાઘણ અને ત્રણ જોડી દીપડા-દીપડીની લાવવામાં આવી છે. હાલમાં કુલ 8 વાઘ અને વાઘણ છે. એક સિંહ અને બે સિંહણ, એક સફેદ વાઘણ અને ત્રણ વાઘણ, 9 દીપડા જેમાં 4 નર અને 5 માદા, 1 રીંછ, 1 હાથી, 2 હિપ્પોપોટેમસ, 9 શિયાળ અને મોટી સંખ્યામાં પક્ષીઓ અને સરીસૃપો સહિત 2100 ઉપરાંત વન્ય પ્રાણીઓને કાંકરિયા ઝૂમાં રાખવામાં આવેલા છે.

કાંકરિયા ઝૂમાંથી 90થી વધુ વિવિધ પશુ-પક્ષીઓ નાગપુરના વાઇલ્ડ લાઇફ્ રેસ્ક્યુ સેન્ટરમાં આપવામાં આવ્યા છે. 2100 ઉપરાંત વન્ય પ્રાણીઓ કાંકરિયા ઝૂમાંથી આપવામાં આવેલા પ્રાણી પક્ષીઓ, સરિસૃપોના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાંઓ જન્મે છે.