Ahmedabad: ન્યૂ વસ્ત્રાલમાં એક જ વર્ષમાં બગીચાની દુર્દશા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવા નવા પ્રોજેક્ટ હેઠળ બાગ બગીચા ઉભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની જાળવણીમાં ક્યાંકને ક્યાંક કચાસ રહી જતી લાગે છે.
આ વચ્ચે ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં સૂર્યમ ગ્રીન પાસે એક વર્ષ પહેલાં જ સિનિયર સિટીઝન ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. જેના માટે યોગ્ય જાળવણી ન કરવામાં આવતાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે તો તેના ફૂટપાથ તૂટી ગયેલી છે. આ અંગે બગીચામાં આવતાં લોકોએ ફરિયાદ કરતાં જણાવ્યું કે, માત્ર એક જ વર્ષમાં બાગની દુર્દશા જોવા મળી રહી છે. બગીચાની અંદરના શૌચાલયમાં પણ હાલત કથડી ગયેલી છે. જેની સફાઈ કરવામાં ન આવતાં ત્યાં આવતાં ઉંમર લાયક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ત્યાંના હાજર લોકોને ફરિયાદ કરવામાં આવી પણ તેઓ કોઈ જ કામગીરી કરી રહ્યા નથી અને ઉલટાની સામે દલીલો કરે છે. આ માટે તાકીદે પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે.
What's Your Reaction?






