Becharaji: બહુચરાજી માતાજીને 3500 લીટર રસ, રોટલી અને 1100 કિલોનો અન્નકૂટ ધરાવાયો
જગતજનની માં બહુચર માતાજીએ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા 339 વર્ષ પૂર્વે તેમની જ્ઞાતિને માગસર સુદ બીજ મહિનામાં અશક્ય જણાતું રસ-રોટલીનું જમણ કરાવ્યું હતું. માતાજીના પરચાને જીવંત રાખવા બહુચરાજી આનંદ ના ગરબા મંડળ દ્વારા આ યાદગીરી રૂપે માગશર સુદ બીજે તીર્થધામ બહુચરાજીમાં માં બહુચરની આરતી બાદ રસ-રોટલીનો પ્રસાદ શ્રધ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો.શક્તિપીઠ બહુચરાજી માટે આજનો દિવસ ખાસ 339 વર્ષ પૂર્વે બનેલી ચમત્કારિક ઘટના મુજબ બહુચર માતાજીના પરમભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે, તમારી માતાનું અવસાન થયું છે તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તરક્રિયા કરવી જોઈએ તો વલ્લભે કહ્યું કે, અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિભોજન થાય તેમ નથી એટલે અમદાવાદ જવું અને હાંસીપાત્ર થવું તે ઠીક નથી. માતાજીએ ધરપત આપતાં કહ્યું કે, કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુ:ખ. તમો અમદાવાદ જાઓ, ઉત્તરક્રિયા કરો અને જ્ઞાતિને ઈચ્છિત ભોજન આપો. હું તમને સહાય કરીશ. માતાજીએ તેમના પરમભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા રસ રોટલીની નાત જમાડી હતી માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા હતા. જ્ઞાતિજનોએ માગસર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસ-રોટલીનું ભોજન માગ્યું. વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માગસર મહિનામાં કેરી ક્યાંથી મળે. એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા. તે સમયે બહુચર માતાજી અને નારસંગવીર દાદાએ ભક્તની લાજ રાખતાં ભટ્ટજીના રૂપમાં આવી આખી નાતને રસ-રોટલીનું ભોજન જમાડ્યું હતું. તે દિવસે માગસર સુદ બીજને સોમવાર સંવત 1732ની સાલ હતી. માતાજીએ તેમના ભક્તની લાજ રાખવા પુરેલા પરચાને જીવંત રાખવા પ્રયાસ માતાજીના આ પરચાને આજે પણ બહુચરાજીમાં દર માગશર સુદ બીજે જીવંત રાખવામાં આવ્યો છે અને આજે પણ અહીં માગશર સુદ બીજને લઈ દિવસે અને રાત્રે સંધ્યા આરતી બાદ માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચડાવ્યા બાદ અહીં આવતા હજારો ભક્તોને રસ રોટલીનું જમણ આપવામાં આવે છે. બહુચરાજી માં માતાજી ગર્ભ ગૃહને પણ આંબાવાડીની જેમ આંબાની ડાળીઓ અને તેના ઉપર કેરીઓ લટકાવી સુંદર ડેકોરેશન પણ કરવામાં આવ્યું. રસ રોટલી પ્રસાદમાં રોટલી અહીંની સ્થાનિક બહેનો યથાશક્તિ પોતાના ઘરેથી બનાવીને માતાજીને ધરાવે છે અને તે રોટલી ભક્તોને રસ સાથે પ્રસાદ રૂપે આપવામાં આવે છે. આમ, માતાજીના પોતાના ભક્ત પ્રત્યેના આ ચમત્કારને આજે પણ લોકો યાદ કરે છે અને ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ લેવા અહીં દુર દુરથી ભક્તો પધારે છે. મંદિરના પુજારીના જણાવ્યા મુજબ આ ઈતિહાસ પરથી પણ એક શીખવા મળે છે કે જ્યારે કોઈ મુસીબત આવે ત્યારે જો આપનો વિશ્વાસ દ્રઢ હોય અને તમે ઈશ્વર પર ભરોસો રાખો છો, ત્યારે મુસીબતમાંથી બહાર આવવાનો રસ્તો ઈશ્વર અવશ્ય કાઢી દે છે . બસ ભરોસો હોવો જોઈએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જગતજનની માં બહુચર માતાજીએ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા 339 વર્ષ પૂર્વે તેમની જ્ઞાતિને માગસર સુદ બીજ મહિનામાં અશક્ય જણાતું રસ-રોટલીનું જમણ કરાવ્યું હતું. માતાજીના પરચાને જીવંત રાખવા બહુચરાજી આનંદ ના ગરબા મંડળ દ્વારા આ યાદગીરી રૂપે માગશર સુદ બીજે તીર્થધામ બહુચરાજીમાં માં બહુચરની આરતી બાદ રસ-રોટલીનો પ્રસાદ શ્રધ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો.
શક્તિપીઠ બહુચરાજી માટે આજનો દિવસ ખાસ
339 વર્ષ પૂર્વે બનેલી ચમત્કારિક ઘટના મુજબ બહુચર માતાજીના પરમભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે, તમારી માતાનું અવસાન થયું છે તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તરક્રિયા કરવી જોઈએ તો વલ્લભે કહ્યું કે, અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિભોજન થાય તેમ નથી એટલે અમદાવાદ જવું અને હાંસીપાત્ર થવું તે ઠીક નથી. માતાજીએ ધરપત આપતાં કહ્યું કે, કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુ:ખ. તમો અમદાવાદ જાઓ, ઉત્તરક્રિયા કરો અને જ્ઞાતિને ઈચ્છિત ભોજન આપો. હું તમને સહાય કરીશ.
માતાજીએ તેમના પરમભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા રસ રોટલીની નાત જમાડી હતી
માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા હતા. જ્ઞાતિજનોએ માગસર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસ-રોટલીનું ભોજન માગ્યું. વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માગસર મહિનામાં કેરી ક્યાંથી મળે. એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા. તે સમયે બહુચર માતાજી અને નારસંગવીર દાદાએ ભક્તની લાજ રાખતાં ભટ્ટજીના રૂપમાં આવી આખી નાતને રસ-રોટલીનું ભોજન જમાડ્યું હતું. તે દિવસે માગસર સુદ બીજને સોમવાર સંવત 1732ની સાલ હતી.
માતાજીએ તેમના ભક્તની લાજ રાખવા પુરેલા પરચાને જીવંત રાખવા પ્રયાસ
માતાજીના આ પરચાને આજે પણ બહુચરાજીમાં દર માગશર સુદ બીજે જીવંત રાખવામાં આવ્યો છે અને આજે પણ અહીં માગશર સુદ બીજને લઈ દિવસે અને રાત્રે સંધ્યા આરતી બાદ માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચડાવ્યા બાદ અહીં આવતા હજારો ભક્તોને રસ રોટલીનું જમણ આપવામાં આવે છે. બહુચરાજી માં માતાજી ગર્ભ ગૃહને પણ આંબાવાડીની જેમ આંબાની ડાળીઓ અને તેના ઉપર કેરીઓ લટકાવી સુંદર ડેકોરેશન પણ કરવામાં આવ્યું. રસ રોટલી પ્રસાદમાં રોટલી અહીંની સ્થાનિક બહેનો યથાશક્તિ પોતાના ઘરેથી બનાવીને માતાજીને ધરાવે છે અને તે રોટલી ભક્તોને રસ સાથે પ્રસાદ રૂપે આપવામાં આવે છે.
આમ, માતાજીના પોતાના ભક્ત પ્રત્યેના આ ચમત્કારને આજે પણ લોકો યાદ કરે છે અને ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ લેવા અહીં દુર દુરથી ભક્તો પધારે છે. મંદિરના પુજારીના જણાવ્યા મુજબ આ ઈતિહાસ પરથી પણ એક શીખવા મળે છે કે જ્યારે કોઈ મુસીબત આવે ત્યારે જો આપનો વિશ્વાસ દ્રઢ હોય અને તમે ઈશ્વર પર ભરોસો રાખો છો, ત્યારે મુસીબતમાંથી બહાર આવવાનો રસ્તો ઈશ્વર અવશ્ય કાઢી દે છે . બસ ભરોસો હોવો જોઈએ.