Suratમાં ટપોરીઓની વધી દાદાગીર, રોડ પર ધંધો કરતા વેપારીઓ પાસે કરી હપ્તાવસૂલી
સુરતમાં આમ પણ ક્રાઈમ ઘટવાના બદલે વધી રહ્યું છે,આવી ઘટનાઓ રોજ બરોજ બનતી હોય છે,ત્યારે સુરતમાં ઉધના પોલીસને પડકારતા લુખ્ખાતત્વો ફરીથી બજારમાં બેફામ થયા છે અને રોડ પર ધંધો કરતા નાના વેપારીઓ પાસેથી હપ્તાવસૂલી કરી રહ્યાં હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યાં છે,ટપોરીઓ નશામાં આવીને બબાલ કરે છે અને રૂપિયાની માંગણી કરી રહ્યાં હોવાની વાત સામે આવી છે,રીક્ષામાં આવીને હપ્તાવસૂલી કરી રહ્યાં હોવાની વાત સામે આવી છે. ઉધના વિસ્તારની ઘટના ઉધના વિસ્તારમાં આવેલ હરિનગર-2માં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે,જેમાં ઓટો રીક્ષામાં આવેલા 10થી વધુ ટપોરીની દાદાગીરી સામે આવી છે.રસ્તા પર વસ્તુઓ વેચતા ફેરિયાઓ પાસેથી હપ્તાવસૂલી કરવામા આવે છે તેમજ જો હપ્તો ના આપવામાં આવે તો વેપારીઓને ધાકધમકી આપી ધંધો નહી કરવા દઈએ તેવી ચિમકી પણ ઉલચવામાં આવે છે,ગઈકાલે રાત્રે એક વીડિયો વાયરલ થયો છે જેમાં 10 જેટલા અસામાજિક તત્વો રોડ પર ધંધો કરતા વેપારીઓ સાથે દાદાગીરી કરી રહ્યાં છે. ટપોરીઓ દ્વારા કરવામાં આવી હપ્તાવસૂલી વેપારીઓનું કહેવું છે કે ટપોરીઓ દ્રારા હપ્તાવસૂલી કરવામાં આવી રહી છે,અને આવું એક વાર નહી પણ અનેકવાર બન્યું છે,ત્યારે પોલીસ મુકપ્રેક્ષક બનીને કાર્યવાહી પણ કરતી નથી તેવો આક્ષેપ વેપારીઓ દ્રારા કરવામાં આવી રહ્યો છે,વેપારીઓએ ઘણી વાર પોલીસને જાણ કરી છે પણ પોલીસ પણ પોલીસ સ્ટેશન બોલાવીને આવા અસામાજિક તત્વોને છોડી મૂકતી હોય તેવું લાગી રહ્યું છે,ઘણા વેપારીઓ માંડ-માંડ તેમનું ગુજરાન ચલાવતા હોય છે અને ઘણા વેપારીઓ રડી પણ પડયા હતા કે અમને આ અસામાજિક તત્વોના ત્રાસથી છોડાવો. રાત્રે ભયનો માહોલ ઉભો કર્યો હતો ઉધના પોલીસ તમારી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી છે કે પછી દિવાળીની મજા કરી રહી છે,તમારી ટીમ શા માટે આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી નથી કરતી,આ જ અસામાજિક તત્વોને ઓળખીને તમે પણ તેમને કાયદાનો પાઠ ભણાવો તે જરૂરી બન્યું છે,જે જગ્યાએ આ લોકોએ હપ્તાવસૂલી કરી છે તે જગ્યા પર લઈ જઈ આવા અસામાજિક તત્વોને જાહેરમાં માફી મંગાવો જો તમે આવું નહી કરો તો અન્ય વિસ્તારોમાં પણ અસામાજિક તત્વો બેફામ બનશે અને વેપારીઓને હેરાન કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં આમ પણ ક્રાઈમ ઘટવાના બદલે વધી રહ્યું છે,આવી ઘટનાઓ રોજ બરોજ બનતી હોય છે,ત્યારે સુરતમાં ઉધના પોલીસને પડકારતા લુખ્ખાતત્વો ફરીથી બજારમાં બેફામ થયા છે અને રોડ પર ધંધો કરતા નાના વેપારીઓ પાસેથી હપ્તાવસૂલી કરી રહ્યાં હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યાં છે,ટપોરીઓ નશામાં આવીને બબાલ કરે છે અને રૂપિયાની માંગણી કરી રહ્યાં હોવાની વાત સામે આવી છે,રીક્ષામાં આવીને હપ્તાવસૂલી કરી રહ્યાં હોવાની વાત સામે આવી છે.
ઉધના વિસ્તારની ઘટના
ઉધના વિસ્તારમાં આવેલ હરિનગર-2માં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે,જેમાં ઓટો રીક્ષામાં આવેલા 10થી વધુ ટપોરીની દાદાગીરી સામે આવી છે.રસ્તા પર વસ્તુઓ વેચતા ફેરિયાઓ પાસેથી હપ્તાવસૂલી કરવામા આવે છે તેમજ જો હપ્તો ના આપવામાં આવે તો વેપારીઓને ધાકધમકી આપી ધંધો નહી કરવા દઈએ તેવી ચિમકી પણ ઉલચવામાં આવે છે,ગઈકાલે રાત્રે એક વીડિયો વાયરલ થયો છે જેમાં 10 જેટલા અસામાજિક તત્વો રોડ પર ધંધો કરતા વેપારીઓ સાથે દાદાગીરી કરી રહ્યાં છે.
ટપોરીઓ દ્વારા કરવામાં આવી હપ્તાવસૂલી
વેપારીઓનું કહેવું છે કે ટપોરીઓ દ્રારા હપ્તાવસૂલી કરવામાં આવી રહી છે,અને આવું એક વાર નહી પણ અનેકવાર બન્યું છે,ત્યારે પોલીસ મુકપ્રેક્ષક બનીને કાર્યવાહી પણ કરતી નથી તેવો આક્ષેપ વેપારીઓ દ્રારા કરવામાં આવી રહ્યો છે,વેપારીઓએ ઘણી વાર પોલીસને જાણ કરી છે પણ પોલીસ પણ પોલીસ સ્ટેશન બોલાવીને આવા અસામાજિક તત્વોને છોડી મૂકતી હોય તેવું લાગી રહ્યું છે,ઘણા વેપારીઓ માંડ-માંડ તેમનું ગુજરાન ચલાવતા હોય છે અને ઘણા વેપારીઓ રડી પણ પડયા હતા કે અમને આ અસામાજિક તત્વોના ત્રાસથી છોડાવો.
રાત્રે ભયનો માહોલ ઉભો કર્યો હતો
ઉધના પોલીસ તમારી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી છે કે પછી દિવાળીની મજા કરી રહી છે,તમારી ટીમ શા માટે આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી નથી કરતી,આ જ અસામાજિક તત્વોને ઓળખીને તમે પણ તેમને કાયદાનો પાઠ ભણાવો તે જરૂરી બન્યું છે,જે જગ્યાએ આ લોકોએ હપ્તાવસૂલી કરી છે તે જગ્યા પર લઈ જઈ આવા અસામાજિક તત્વોને જાહેરમાં માફી મંગાવો જો તમે આવું નહી કરો તો અન્ય વિસ્તારોમાં પણ અસામાજિક તત્વો બેફામ બનશે અને વેપારીઓને હેરાન કરશે.