Ahmedabadના સરખેજમાં છરી મારી લૂંટ કરતી ગેંગના 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી છરી મારી લૂંટ કરતી ટોળકીને લૂંટ કરી ચોરી કરેલા મુદામાલ સાથે સરખેજ પોલીસે ઝડપી પાડયા છે,આરોપીઓ પાસેથી લૂંટ કરાયેલા 21 ફોન પણ મળી આવ્યા છે.આરોપીઓ છરી મારતા અને મોબાઈલ ફોન લઈને ભાગી જતા હતા,સરખેજ વિસ્તારમાં આવા અનેક બનાવો બન્યા હતા જેના કારણે પોલીસે વોચ ગોઠવીને આરોપીઓની ધરપકડ કરી છે. બાતમીના આધારે ઝડપાયા આરોપીઓ પોલીસ કમિશનર સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૦૭ની સૂચના મુજબ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડ પો.સબ.ઇન્સ. વી.એચ.શર્મા નાઓએ સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓની અલગ અલગ ચાર ટીમો બનાવી બનાવ સ્થળ તથા આજુબાજુમા તપાસ કરી સી.સી.ટી.વી ફુટેજો તપાસી તથા ખાનગી બાતમીદારો મારફતે હક્કિત મેળવી ગુનો શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી અને તપાસ દરમિયાન સર્વેલન્સ સ્કોડ તથા પીએસઆઈની ટીમ તપાસમાં નીકળી હતી તે દરમિયાન આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મમતપુરા બ્રિજ નીચે હતા આરોપીઓ મમતપુરા બ્રીજ નીચે નીચેથી આરોપીઓ (૧) હર્ષ જીતેન્દ્રભાઇ શર્મા તથા (૨) પ્રહલાદ સ/ઓ વેલજીભાઇ બુનકર (વર્મા) તથા (૩) સુનીલ સ/ઓ લક્ષ્મણભાઇ ખોખરીયા (મીણા) તથા (૪) આશીષ સ/ઓ ઓમકાર બુનકર.પોલીસે લૂંટમાં ઉપયોગમાં લીધેલી છરી એક બાઈક અને મોબાઈલ ફોન મળી આવ્યા છે.શહેરના સરદાર પટેલ રીંગ રોડ પર શીલજ સર્કલ નજીક રાતના સમયે બાઇક પર આવેલા કેટલાંક લોકોએ ત્રણ યુવકો પૈકી એક યુવકને છરી મારીને રોકડ અને મોબાઇલ ફોનની લૂંટ કરી હતી. દિવસે કામ કરતા અને રાત્રે લૂંટ કરતા આ ટોળકી દિવસે નોકરી ધંધો કરતી અને રાત્રે પોતાના મોજ શોખ પૂરા કરવા લૂંટના ગુનાઓને અંજામ આપતી હતી. ઝડપાયેલ આરોપીઓ મૂળ રાજસ્થાનના છે અને 21થી વધુ મોબાઈલની છેલ્લા છ માસમાં ચોરી કરી છે. ઘણા વર્ષોથી એકબીજાના મિત્રો હોઇ લૂંટના ગુનામાં ટોળકી બનાવી અલગ અલગ ગુનાઓને તેઓ અંજામ આપતા હતા. પકડાયેલ આરોપીઓ પૈકી હર્ષ શર્મા અને આશિષ બુનકર વેઇટર તરીકે કામ કરતા. જ્યારે સુનિલ મીણા દિવસે મોલમાં નોકરી કરતો હતો. પકડાયેલા આરોપીઓમાંથી હર્ષ શર્મા રાત્રિ દરમિયાન પોતાનું બાઈક લઇ રેપીડો ચલાવતો હતો અને લૂંટ કરવા માટે ટાર્ગેટ નક્કી કરતો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી છરી મારી લૂંટ કરતી ટોળકીને લૂંટ કરી ચોરી કરેલા મુદામાલ સાથે સરખેજ પોલીસે ઝડપી પાડયા છે,આરોપીઓ પાસેથી લૂંટ કરાયેલા 21 ફોન પણ મળી આવ્યા છે.આરોપીઓ છરી મારતા અને મોબાઈલ ફોન લઈને ભાગી જતા હતા,સરખેજ વિસ્તારમાં આવા અનેક બનાવો બન્યા હતા જેના કારણે પોલીસે વોચ ગોઠવીને આરોપીઓની ધરપકડ કરી છે.
બાતમીના આધારે ઝડપાયા આરોપીઓ
પોલીસ કમિશનર સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૦૭ની સૂચના મુજબ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડ પો.સબ.ઇન્સ. વી.એચ.શર્મા નાઓએ સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓની અલગ અલગ ચાર ટીમો બનાવી બનાવ સ્થળ તથા આજુબાજુમા તપાસ કરી સી.સી.ટી.વી ફુટેજો તપાસી તથા ખાનગી બાતમીદારો મારફતે હક્કિત મેળવી ગુનો શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી અને તપાસ દરમિયાન સર્વેલન્સ સ્કોડ તથા પીએસઆઈની ટીમ તપાસમાં નીકળી હતી તે દરમિયાન આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
મમતપુરા બ્રિજ નીચે હતા આરોપીઓ
મમતપુરા બ્રીજ નીચે નીચેથી આરોપીઓ (૧) હર્ષ જીતેન્દ્રભાઇ શર્મા તથા (૨) પ્રહલાદ સ/ઓ વેલજીભાઇ બુનકર (વર્મા) તથા (૩) સુનીલ સ/ઓ લક્ષ્મણભાઇ ખોખરીયા (મીણા) તથા (૪) આશીષ સ/ઓ ઓમકાર બુનકર.પોલીસે લૂંટમાં ઉપયોગમાં લીધેલી છરી એક બાઈક અને મોબાઈલ ફોન મળી આવ્યા છે.શહેરના સરદાર પટેલ રીંગ રોડ પર શીલજ સર્કલ નજીક રાતના સમયે બાઇક પર આવેલા કેટલાંક લોકોએ ત્રણ યુવકો પૈકી એક યુવકને છરી મારીને રોકડ અને મોબાઇલ ફોનની લૂંટ કરી હતી.
દિવસે કામ કરતા અને રાત્રે લૂંટ કરતા
આ ટોળકી દિવસે નોકરી ધંધો કરતી અને રાત્રે પોતાના મોજ શોખ પૂરા કરવા લૂંટના ગુનાઓને અંજામ આપતી હતી. ઝડપાયેલ આરોપીઓ મૂળ રાજસ્થાનના છે અને 21થી વધુ મોબાઈલની છેલ્લા છ માસમાં ચોરી કરી છે. ઘણા વર્ષોથી એકબીજાના મિત્રો હોઇ લૂંટના ગુનામાં ટોળકી બનાવી અલગ અલગ ગુનાઓને તેઓ અંજામ આપતા હતા. પકડાયેલ આરોપીઓ પૈકી હર્ષ શર્મા અને આશિષ બુનકર વેઇટર તરીકે કામ કરતા. જ્યારે સુનિલ મીણા દિવસે મોલમાં નોકરી કરતો હતો. પકડાયેલા આરોપીઓમાંથી હર્ષ શર્મા રાત્રિ દરમિયાન પોતાનું બાઈક લઇ રેપીડો ચલાવતો હતો અને લૂંટ કરવા માટે ટાર્ગેટ નક્કી કરતો હતો.