Jamnagarમાં નેવી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મેરેથોન દોડનું કરાયું આયોજન
નેવી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આઈએનએસ વાલસુરાના ઉપક્રમે આજે જામનગરમાં ઓપન સૌરાષ્ટ્ર હાલ્ફ મેરેથન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના આશરે 2500 થી 3000 જેટલાં યુવાઓ તથા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અધિકારીઓએ પણ લીધો ભાગ નેવી વીકની ઉજવણીના ભાગરૂપે નેવી-જામનગર દ્વારા સૌરાષ્ટ્ર નેવી હાફ મેરેથોનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ ત્રણ કેટેગરીમાં યોજાઈ હતી. જેમાં 21 કી.મી હાફ મેરેથોન, 10 કિ.મી. અને પાંચ કિ.મી. ફન વીથ રનનો સમાવેશ થાય છે. આજે સવારે તળાવની પાળેથી આ દોડને નેવીના કમાન્ડીંગ ઓફિસર કોમોડોર એ.પૂરણકુમારએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. તેમની સાથે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, જામનગર મ્યુ.કમિશનર, સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા. તંદુરસ્તી માટે મેરેથોન સારી જે શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ હતી અને તળાવની પાળે ગ્રાન્ડ સેરેમની કાર્યક્રમ યોજાયો હતો. આ દૌડમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો આજના આ દોડ-મેરેથોનના કાર્યક્રમમાં જોડાયા હતા. જેમાં નેવી, એરફોર્સ, આર્મી, સૈનિક સ્કૂલ બાલાચડી, અન્ય સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ,બાળકો મહિલાઓ સહિત અનેક સિવિલિયન હિસ્સેદાર બન્યા હતા, આ દોડમાં 2500 થી 3000 જેટલા યુવાનો તથા નાગરીકો જોડાયા હતા. જામનગર શહેરમાં દર વર્ષે નેવી સપ્તાહ દરમિયાન આ દૌડ સહીત વિવિધ મ્યુઝીકલ અને સ્પોર્ટ્સ એક્ટીવીટી સહિતના આયોજનો કરી નેવી સાથે નાગરીકોને સીધા જોડી ગુજરાતીઓને નેવી પ્રત્યે આકર્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ આયોજનમાં જામનગરમાં નેવીના કમાંડર દ્વારા તંદુરસ્તી માટેની અપીલ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નેવી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આઈએનએસ વાલસુરાના ઉપક્રમે આજે જામનગરમાં ઓપન સૌરાષ્ટ્ર હાલ્ફ મેરેથન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના આશરે 2500 થી 3000 જેટલાં યુવાઓ તથા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અધિકારીઓએ પણ લીધો ભાગ
નેવી વીકની ઉજવણીના ભાગરૂપે નેવી-જામનગર દ્વારા સૌરાષ્ટ્ર નેવી હાફ મેરેથોનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ ત્રણ કેટેગરીમાં યોજાઈ હતી. જેમાં 21 કી.મી હાફ મેરેથોન, 10 કિ.મી. અને પાંચ કિ.મી. ફન વીથ રનનો સમાવેશ થાય છે. આજે સવારે તળાવની પાળેથી આ દોડને નેવીના કમાન્ડીંગ ઓફિસર કોમોડોર એ.પૂરણકુમારએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. તેમની સાથે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, જામનગર મ્યુ.કમિશનર, સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.
તંદુરસ્તી માટે મેરેથોન સારી
જે શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ હતી અને તળાવની પાળે ગ્રાન્ડ સેરેમની કાર્યક્રમ યોજાયો હતો. આ દૌડમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો આજના આ દોડ-મેરેથોનના કાર્યક્રમમાં જોડાયા હતા. જેમાં નેવી, એરફોર્સ, આર્મી, સૈનિક સ્કૂલ બાલાચડી, અન્ય સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ,બાળકો મહિલાઓ સહિત અનેક સિવિલિયન હિસ્સેદાર બન્યા હતા, આ દોડમાં 2500 થી 3000 જેટલા યુવાનો તથા નાગરીકો જોડાયા હતા. જામનગર શહેરમાં દર વર્ષે નેવી સપ્તાહ દરમિયાન આ દૌડ સહીત વિવિધ મ્યુઝીકલ અને સ્પોર્ટ્સ એક્ટીવીટી સહિતના આયોજનો કરી નેવી સાથે નાગરીકોને સીધા જોડી ગુજરાતીઓને નેવી પ્રત્યે આકર્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ આયોજનમાં જામનગરમાં નેવીના કમાંડર દ્વારા તંદુરસ્તી માટેની અપીલ કરી હતી.