Suratના કામરેજમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 4 યુવકો સહિત યુવતીઓ ઝડપાઈ
સુરત જિલ્લાના કામરેજના મોરથાણા ગામની સીમમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસે રેડ કરીને મહેફિલ માણતા 4 યુવકો અને 2 યુવતીઓને વિદેશી દારૂ અને બે લક્ઝુરિયસ કાર સાથે ઝડપી પાડયા છે,કામરેજ પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે ગુનો નોંધી તપાસ હાથધરી છે. મોરથાણા ગામની સીમમાં માણતા હતા દારૂની મહેફિલ સુરત જિલ્લાની કામરેજ પોલીસે ફાર્મ હાઉસમાં રેડ કરી મોરથાણા ગામની સીમમાં એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે રેડ કરી હતી. આ રેડમાં ચાર યુવકો અને બે યુવતીઓ રંગે હાથ મહેફિલ માણતા પોલીસે ઝડપી પાડ્યા હતા. આ દેખાઈ રહેલા નબીરાઓ રાત્રી દરમિયાન મોંઘીદાટ વિદેશી દારૂ મંગાવીને મહેફિલ માણી રહ્યા હતા ત્યારે જ પોલીસે મહેફિલમાં જામેલા રંગ ઉપર ભંગ પાડ્યો હતો.અને તમામને ઝડપી પાડી પોલીસે સ્થળ પરથી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બે લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે.પોલીસે તેઓની પાસેથી 6 મોબાઇલ રૂ.1.92 તથા બે ફોર વ્હીલ ગાડી કિંમત રૂ. 14 લાખ મળી કુલ્લે રૂ.15.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતમાં પીવાઈ રહ્યો છે વધુ દારૂ ! ગુજરાતમાં બેફામ બનેલા નબીરાઓ હવે વધુ પડતા દારૂના નશામાં ડૂબતા જાય છે અને સાથે સાથે માસૂમ લોકોમિ જિંદગી પણ ડુબાડતા જાય છે ત્યારે હજી તો ગત 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે સુરતમાં આઉટર રિંગરોડના વાલક પાટિયા નજીક દારૂની મહેફિલ મણીને રફતાર પૂર્વક અકસ્માત સર્જ્યો હતો જેમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા,તેમાં પણ જે આરોપીઓએ અકસ્માત સર્જયો હતો તે લોકો પણ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણીને પરત ફરી રહ્યાં હતા અને અકસ્માત સર્જી બે લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.
![Suratના કામરેજમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 4 યુવકો સહિત યુવતીઓ ઝડપાઈ](https://epapercdn.sandesh.com/images/2025/02/12/ruB6sFsv5a1xY4D72k6GND6CxjrCUnaC6J3PAdMs.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લાના કામરેજના મોરથાણા ગામની સીમમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસે રેડ કરીને મહેફિલ માણતા 4 યુવકો અને 2 યુવતીઓને વિદેશી દારૂ અને બે લક્ઝુરિયસ કાર સાથે ઝડપી પાડયા છે,કામરેજ પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
મોરથાણા ગામની સીમમાં માણતા હતા દારૂની મહેફિલ
સુરત જિલ્લાની કામરેજ પોલીસે ફાર્મ હાઉસમાં રેડ કરી મોરથાણા ગામની સીમમાં એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે રેડ કરી હતી. આ રેડમાં ચાર યુવકો અને બે યુવતીઓ રંગે હાથ મહેફિલ માણતા પોલીસે ઝડપી પાડ્યા હતા. આ દેખાઈ રહેલા નબીરાઓ રાત્રી દરમિયાન મોંઘીદાટ વિદેશી દારૂ મંગાવીને મહેફિલ માણી રહ્યા હતા ત્યારે જ પોલીસે મહેફિલમાં જામેલા રંગ ઉપર ભંગ પાડ્યો હતો.અને તમામને ઝડપી પાડી પોલીસે સ્થળ પરથી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બે લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે.પોલીસે તેઓની પાસેથી 6 મોબાઇલ રૂ.1.92 તથા બે ફોર વ્હીલ ગાડી કિંમત રૂ. 14 લાખ મળી કુલ્લે રૂ.15.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સુરતમાં પીવાઈ રહ્યો છે વધુ દારૂ !
ગુજરાતમાં બેફામ બનેલા નબીરાઓ હવે વધુ પડતા દારૂના નશામાં ડૂબતા જાય છે અને સાથે સાથે માસૂમ લોકોમિ જિંદગી પણ ડુબાડતા જાય છે ત્યારે હજી તો ગત 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે સુરતમાં આઉટર રિંગરોડના વાલક પાટિયા નજીક દારૂની મહેફિલ મણીને રફતાર પૂર્વક અકસ્માત સર્જ્યો હતો જેમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા,તેમાં પણ જે આરોપીઓએ અકસ્માત સર્જયો હતો તે લોકો પણ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણીને પરત ફરી રહ્યાં હતા અને અકસ્માત સર્જી બે લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.