Ahmedabad: વિંઝોલના યુવક સાથે ક્રિપ્ટોકરન્સી વેચવાના નામે એક લાખની ઠગાઈ
વટવા જીઆઇડીસીમાં યુવકને અજાણ્યા ગઠિયાએ અવારનવાર ક્રિપ્ટોકરન્સી ટેથર (યુએસડીટી) વેચવાની છે તેવા મેસેજ કરતો હતો. જેથી યુવકે રૂ. 1 લાખની ક્રિપ્ટોકરન્સી લેવાની વાત કરતા ગઠિયાએ ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં ફોન બંધ કરી દીધો હતો. આ અંગે યુવકે અજાણ્યા ગઠિયા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.વિંઝોલ ગામમાં રહેતા ગીરીશકુમાર રાણા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના મોબાઇલમાં મલ્ટિલેવલ માર્કેટ નામનું ગ્રુપ છે. તેમાંથી અજાણ્યા નંબરથી તેમને અવાર-નવાર ટેથર નામની ક્રિપ્ટોકરન્સી વેચવાની હોવાના મેસેજ આવતા હતા. પરંતુ ગીરીશભાઇએ રિપ્લાય આપ્યો ન હતો. ગત 9 નવેમ્બરે ફરીથી મેસેજ આવ્યો હતો અને રૂ. 50 હજારની ક્રિપ્ટોકરન્સી ટેથર વેચવાની છે. જેથી ગીરીશભાઇએ રૂ. 1 લાખની ક્રિપ્ટોકરન્સી લેવા વાત કરી હતી. જેમાં ભાવની વાતચીત થયા બાદ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જેથી ગીરીશભાઇએ રૂ. 1 લાખ ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં ગઠિયાએ ફોન બંધ કરી દીધો હતો. જેથી તેમને પોતાની ઠગાઇ થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે ગીરીશભાઇએ અજાણ્યા ગઠિયા સામે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
![Ahmedabad: વિંઝોલના યુવક સાથે ક્રિપ્ટોકરન્સી વેચવાના નામે એક લાખની ઠગાઈ](https://epapercdn.sandesh.com/images/2024/12/29/QP0ShPOuOLszrG4HeGvKSeNatRa8OzeK3JAOGYDh.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વટવા જીઆઇડીસીમાં યુવકને અજાણ્યા ગઠિયાએ અવારનવાર ક્રિપ્ટોકરન્સી ટેથર (યુએસડીટી) વેચવાની છે તેવા મેસેજ કરતો હતો. જેથી યુવકે રૂ. 1 લાખની ક્રિપ્ટોકરન્સી લેવાની વાત કરતા ગઠિયાએ ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં ફોન બંધ કરી દીધો હતો. આ અંગે યુવકે અજાણ્યા ગઠિયા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
વિંઝોલ ગામમાં રહેતા ગીરીશકુમાર રાણા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના મોબાઇલમાં મલ્ટિલેવલ માર્કેટ નામનું ગ્રુપ છે. તેમાંથી અજાણ્યા નંબરથી તેમને અવાર-નવાર ટેથર નામની ક્રિપ્ટોકરન્સી વેચવાની હોવાના મેસેજ આવતા હતા. પરંતુ ગીરીશભાઇએ રિપ્લાય આપ્યો ન હતો. ગત 9 નવેમ્બરે ફરીથી મેસેજ આવ્યો હતો અને રૂ. 50 હજારની ક્રિપ્ટોકરન્સી ટેથર વેચવાની છે. જેથી ગીરીશભાઇએ રૂ. 1 લાખની ક્રિપ્ટોકરન્સી લેવા વાત કરી હતી. જેમાં ભાવની વાતચીત થયા બાદ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જેથી ગીરીશભાઇએ રૂ. 1 લાખ ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં ગઠિયાએ ફોન બંધ કરી દીધો હતો. જેથી તેમને પોતાની ઠગાઇ થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે ગીરીશભાઇએ અજાણ્યા ગઠિયા સામે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.