PSI-LRDની ભરતીને લઈને મોટા સમાચાર, જાણો અરજી માટે ક્યારથી ખૂલશે પોર્ટલ

PSI and Lok Rakshasa recruitment : પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા રાજ્યમાં PSI અને લોકરક્ષક ભરતીને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આગામી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન PSI અને લોકરક્ષક ભરતીના ફોર્મ ભરવા માટે પોર્ટલ ખોલવામાં આવશે. આ સાથે ફોર્મ ભરતી વખતે ડુપ્લિકેશનની સમસ્યા ન ઊભી થાય તે માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.PSI અને લોકરક્ષક ભરતીની જાહેરાતરાજ્યમાં આગામી 26 ઓગસ્ટથી PSI અને લોકરક્ષક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ 2021ની લોકરક્ષક ભરતીમાં ફોર્મ ભરેલા ઉમેદવારો જો સ્નાતક થઈ ગયા હોય તો તેમણે માત્ર PSI ભરતી માટે ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે આ ઉમેદવારોને ફરીથી લોકરક્ષક ભરતી માટે ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં.આ પણ વાંચો : ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ આચરનાર 37 ઉમેદવાર 3 વર્ષ માટે ગેરલાયકઅત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ આચરનાર 37 ઉમેદવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉમેદવારો સામે યોગ્ય પગલા લઈને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય કર્યો છે.પરીક્ષા સમયે ગેરરીતિનો મામલો સામે આવ્યો હતોરાજ્ય સરકાર દ્વારા આજથી ત્રણ વર્ષ પહેલા એટલે કે 2021માં લોકરક્ષક પરીક્ષા લેવામાં આવી હતી. જો કે પરીક્ષા સમયે જ ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો. જેમાં પરીક્ષા સમયે જ બે ઉમેદવાર પાસેથી મોબાઈલ તેમજ સાહિત્ય મળી આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ ઉમેદવારોએ કોલ લેટરમાં ચેડાં કર્યા હતા. ત્યારે હવે રાજ્ય સરકારે આ ગેરરીતિ મામલે કડક કાર્યવાહી કરતા કુલ 37 ઉમેદવારોને 3 વર્ષ માટે સરકારી ભરતીઓમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.  ભરતી બોર્ડના પ્રમુખે એક્સ પર માહિતી આપીરાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે સોશિયલ મીડિયા એક્સ (X) પર માહિતી આપતા લખ્યું હતું કે, 'લોકરક્ષક ભરતી 2021 માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરનાર 37 ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે.' ઉલ્લેખનીય છે કે, જે ઉમેદવારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમના નામ લોકરક્ષક ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવ્યા છે.

PSI-LRDની ભરતીને લઈને મોટા સમાચાર, જાણો અરજી માટે ક્યારથી ખૂલશે પોર્ટલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

PSI and Lok Rakshasa recruitment

PSI and Lok Rakshasa recruitment : પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા રાજ્યમાં PSI અને લોકરક્ષક ભરતીને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આગામી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન PSI અને લોકરક્ષક ભરતીના ફોર્મ ભરવા માટે પોર્ટલ ખોલવામાં આવશે. આ સાથે ફોર્મ ભરતી વખતે ડુપ્લિકેશનની સમસ્યા ન ઊભી થાય તે માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

PSI અને લોકરક્ષક ભરતીની જાહેરાત

રાજ્યમાં આગામી 26 ઓગસ્ટથી PSI અને લોકરક્ષક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ 2021ની લોકરક્ષક ભરતીમાં ફોર્મ ભરેલા ઉમેદવારો જો સ્નાતક થઈ ગયા હોય તો તેમણે માત્ર PSI ભરતી માટે ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે આ ઉમેદવારોને ફરીથી લોકરક્ષક ભરતી માટે ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં.

આ પણ વાંચો : ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ આચરનાર 37 ઉમેદવાર 3 વર્ષ માટે ગેરલાયક

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ આચરનાર 37 ઉમેદવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉમેદવારો સામે યોગ્ય પગલા લઈને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય કર્યો છે.

પરીક્ષા સમયે ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો

રાજ્ય સરકાર દ્વારા આજથી ત્રણ વર્ષ પહેલા એટલે કે 2021માં લોકરક્ષક પરીક્ષા લેવામાં આવી હતી. જો કે પરીક્ષા સમયે જ ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો. જેમાં પરીક્ષા સમયે જ બે ઉમેદવાર પાસેથી મોબાઈલ તેમજ સાહિત્ય મળી આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ ઉમેદવારોએ કોલ લેટરમાં ચેડાં કર્યા હતા. ત્યારે હવે રાજ્ય સરકારે આ ગેરરીતિ મામલે કડક કાર્યવાહી કરતા કુલ 37 ઉમેદવારોને 3 વર્ષ માટે સરકારી ભરતીઓમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. 

ભરતી બોર્ડના પ્રમુખે એક્સ પર માહિતી આપી

રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે સોશિયલ મીડિયા એક્સ (X) પર માહિતી આપતા લખ્યું હતું કે, 'લોકરક્ષક ભરતી 2021 માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરનાર 37 ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે.' ઉલ્લેખનીય છે કે, જે ઉમેદવારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમના નામ લોકરક્ષક ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવ્યા છે.