Surat Rain: ઉમરપાડા 4 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર

સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર થયુ છે. જેમાં વરસાદને લઇ આમલી ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ છે. આમલી ડેમની જળસપાટી 115.80 મીટરે પહોંચી છે. તેમજ આમલી ડેમમાં પાણીની આવક 11560 ક્યૂસેક થઇ છે. ડેમના 6 દરવાજા ખોલી 12127 ક્યૂસેક પાણી છોડાયુ છે. પાણી છોડાતા નીચાણવાળા 27 ગામોને એલર્ટ કરાયા છે. ઉમરપાડામાં ધોધમાર વરસાદ આવ્યો સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ આવ્યો છે. ઉમરપાડામાં પડેલા વરસાદને લઇ આમલી ડેમમાં પાણીની આવક થઇ છે. તેમાં સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ આમલી ડેમ ભયજનક સપાટીએ છે. ડેમની કૂલ સપાટી 115.80 મીટર, હાલ સપાટી 115.80 મીટરએ પહોચી છે. આમલી ડેમમાં હાલ 11560 ક્યુસેક પાણીની આવક છે. તેમાં ડેમના 6 દરવાજા ખોલી 12127 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નીચાણ વાળા વિસ્તારના ડેમ પ્રભાવિત 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ધોધમાર વરસાદને પગલે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા સુરત જિલ્લાના ઉમરપાડા, ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાડા છ ઈંચ વરસાદથી ઉમરપાડામાં જળબંબાકાર થયું હતું. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો હતા. ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી ગયો છે. ઉમરપાડામાં સીઝનનો 111.36 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઓલપાડ તાલુકામાં સીઝનનો 54.08 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ઉમરપાડામાં છેલ્લા એક કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી મુખ્ય બજાર જવાના રસ્તા પર પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને પગલે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

Surat Rain: ઉમરપાડા 4 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર થયુ છે. જેમાં વરસાદને લઇ આમલી ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ છે. આમલી ડેમની જળસપાટી 115.80 મીટરે પહોંચી છે. તેમજ આમલી ડેમમાં પાણીની આવક 11560 ક્યૂસેક થઇ છે. ડેમના 6 દરવાજા ખોલી 12127 ક્યૂસેક પાણી છોડાયુ છે. પાણી છોડાતા નીચાણવાળા 27 ગામોને એલર્ટ કરાયા છે.

ઉમરપાડામાં ધોધમાર વરસાદ આવ્યો

સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ આવ્યો છે. ઉમરપાડામાં પડેલા વરસાદને લઇ આમલી ડેમમાં પાણીની આવક થઇ છે. તેમાં સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ આમલી ડેમ ભયજનક સપાટીએ છે. ડેમની કૂલ સપાટી 115.80 મીટર, હાલ સપાટી 115.80 મીટરએ પહોચી છે. આમલી ડેમમાં હાલ 11560 ક્યુસેક પાણીની આવક છે. તેમાં ડેમના 6 દરવાજા ખોલી 12127 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નીચાણ વાળા વિસ્તારના ડેમ પ્રભાવિત 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ધોધમાર વરસાદને પગલે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા

સુરત જિલ્લાના ઉમરપાડા, ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાડા છ ઈંચ વરસાદથી ઉમરપાડામાં જળબંબાકાર થયું હતું. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો હતા. ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી ગયો છે. ઉમરપાડામાં સીઝનનો 111.36 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઓલપાડ તાલુકામાં સીઝનનો 54.08 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ઉમરપાડામાં છેલ્લા એક કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી મુખ્ય બજાર જવાના રસ્તા પર પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને પગલે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.