Bharuch: કોલકતામાં ટ્રેઈની ડોક્ટરની થયેલી હત્યાનો બંગાલી સમાજ દ્વારા વિરોધ

બંગાલી સમાજ દ્વારા ઘટના સંદર્ભે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુંશહેરના ઝાડેશ્વરના વિસ્તારના બંગાળી સમાજ દ્વારા વિરોધ ગુન્હા માં સંડોવાયેલા લોકોને કડકમાં કડક સજાની કરી માગ પશ્ચિમ બંગાળના કોલકતામાં ટ્રેઈની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાનો સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અનેક જગ્યાએ કેન્ડલ માર્ચ કાઢીને વિરોધ કરવામાં આવ્યો છે અને આરોપીઓને કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે. ભરૂચમાં બંગાલી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન ત્યારે ભરૂચમાં પણ બંગાલી સમાજ દ્વારા આ ઘટના સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. શહેરના ઝાડેશ્વરના વિસ્તારના બંગાળી સમાજ દ્વારા ઘટના સંદર્ભે મોટો વિરોધ કરવામાં આવ્યો છે અને ગુન્હામાં સંડોવાયેલા લોકોને કડકમાં કડક સજાની માગ કરવામાં આવી છે. દીવમાં પણ ભાજપ મહિલા મોરચા દ્વારા કોલકતામાં મહિલા તબીબની હત્યાને લઈ વિરોધ વ્યકત કરવામાં આવ્યો કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ આ ઘટનાનો મોટો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા રેલી કાઢીને પશ્ચિમ બંગાળના કોલકતામાં મહિલા તબીબ સાથે આચરવામાં રેપ વીથ મર્ડરના કેસને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને તબીબી મહિલાના ન્યાય માટે માગ કરવામાં આવી છે. અમદાવાદ અને સુરતની સરકારી હોસ્પિટલમાં બીજા દિવસે પણ ડોકટરોની હડતાળ મહિલા ડોકટર સાથે બનેલી ઘટનાના પડઘા દેશભરમાં ઠેર ઠેર પડયા છે, દેશભરના ડોકટરો અત્યારે હડતાળ પર ઉતરી ગયા છે અને સુરક્ષાને લઈ માગ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ ડોકટરો હડતાળ પર ઉતર્યા છે અને જેના કારણે દર્દીઓને સારવાર મળી રહી નથી. કલકત્તામાં ટ્રેઈની ડોકટર સાથે થયેલી ઘટના બાદ તમામ ડોકટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ જેવી સ્થિતિ જ સુરત શહેરની પણ છે, ત્યાં પણ ડોકટરો હડતાળ પર ઉતરતા મેડીકલ સેવાને મોટી અસર પડી રહી છે.  ડોક્ટરોની હડતાળથી દર્દીઓને ભારે હાલાકી ઉલ્લેખનીય છે કે ડોક્ટરોની હડતાળથી દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે, એકબાજુ રોગચાળો ફાટી નીકળ્યો છે તો બીજી બાજુ ડોક્ટરોની હડતાળ સાથે સાથે સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે અને ડોકટરો હડતાળ પર હોવાથી દર્દીઓને સારવાર નહીં મળી રહી હોવાનો આક્ષેપ દર્દીઓ લગાવી રહ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર લેવા માટે ભારે ભીડ જામી રહી છે.  

Bharuch: કોલકતામાં ટ્રેઈની ડોક્ટરની થયેલી હત્યાનો બંગાલી સમાજ દ્વારા વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બંગાલી સમાજ દ્વારા ઘટના સંદર્ભે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
  • શહેરના ઝાડેશ્વરના વિસ્તારના બંગાળી સમાજ દ્વારા વિરોધ
  • ગુન્હા માં સંડોવાયેલા લોકોને કડકમાં કડક સજાની કરી માગ

પશ્ચિમ બંગાળના કોલકતામાં ટ્રેઈની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાનો સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અનેક જગ્યાએ કેન્ડલ માર્ચ કાઢીને વિરોધ કરવામાં આવ્યો છે અને આરોપીઓને કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.

ભરૂચમાં બંગાલી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન

ત્યારે ભરૂચમાં પણ બંગાલી સમાજ દ્વારા આ ઘટના સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. શહેરના ઝાડેશ્વરના વિસ્તારના બંગાળી સમાજ દ્વારા ઘટના સંદર્ભે મોટો વિરોધ કરવામાં આવ્યો છે અને ગુન્હામાં સંડોવાયેલા લોકોને કડકમાં કડક સજાની માગ કરવામાં આવી છે.

દીવમાં પણ ભાજપ મહિલા મોરચા દ્વારા કોલકતામાં મહિલા તબીબની હત્યાને લઈ વિરોધ વ્યકત કરવામાં આવ્યો

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ આ ઘટનાનો મોટો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા રેલી કાઢીને પશ્ચિમ બંગાળના કોલકતામાં મહિલા તબીબ સાથે આચરવામાં રેપ વીથ મર્ડરના કેસને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને તબીબી મહિલાના ન્યાય માટે માગ કરવામાં આવી છે.

અમદાવાદ અને સુરતની સરકારી હોસ્પિટલમાં બીજા દિવસે પણ ડોકટરોની હડતાળ

મહિલા ડોકટર સાથે બનેલી ઘટનાના પડઘા દેશભરમાં ઠેર ઠેર પડયા છે, દેશભરના ડોકટરો અત્યારે હડતાળ પર ઉતરી ગયા છે અને સુરક્ષાને લઈ માગ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ ડોકટરો હડતાળ પર ઉતર્યા છે અને જેના કારણે દર્દીઓને સારવાર મળી રહી નથી. કલકત્તામાં ટ્રેઈની ડોકટર સાથે થયેલી ઘટના બાદ તમામ ડોકટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ જેવી સ્થિતિ જ સુરત શહેરની પણ છે, ત્યાં પણ ડોકટરો હડતાળ પર ઉતરતા મેડીકલ સેવાને મોટી અસર પડી રહી છે.

 ડોક્ટરોની હડતાળથી દર્દીઓને ભારે હાલાકી

ઉલ્લેખનીય છે કે ડોક્ટરોની હડતાળથી દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે, એકબાજુ રોગચાળો ફાટી નીકળ્યો છે તો બીજી બાજુ ડોક્ટરોની હડતાળ સાથે સાથે સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે અને ડોકટરો હડતાળ પર હોવાથી દર્દીઓને સારવાર નહીં મળી રહી હોવાનો આક્ષેપ દર્દીઓ લગાવી રહ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર લેવા માટે ભારે ભીડ જામી રહી છે.