Sabarkantha: કૌભાંડોના એપી સેન્ટર સાબરકાંઠામાં વધુ એક ઉમેરો
સમગ્ર ગુજરાતમાં કૌભાંડોમાં માહેર ગણાતા સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક ભેજાબાજોએ અનેક કૌભાંડોને અંજામ આપ્યો છે, ત્યારે તાજેતરમાં વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે. જેમાં ફોજીવાડાની સીમમાં ચાલતી મીષ્ટાન ફૂડ્સ નામની કંપનીએ કાગળ પર કાગને વાઘ ચીતરીને ખોટા આંકડા રજુ કરતાં થોડાક સમય અગાઉ સેબીએ હિસાબો શંકાસ્પદ હોવાનું માનીને શેર લીસ્ટેડ કંપનીના સંચાલકોને ખુલાસો કરવા માટે નોટીસ ફટકારી છે. એટલુ જ નહીં પણ સેબીએ તેના સંચાલકને શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મુકયો છે. જે અંગેની વિગતો મંગળવારે સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ નવી અનેક ચર્ચાઓ શરૂ થવા પામી છે. ફોજીવાડામાં ચાલતી ફૂડ્સ કંપનીનું ભોપાળુ આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરની મીષ્ટાન ફૂડ્સ નામની આ કંપની ફોજીવાડાની સીમમાં આવેલી છે જેણે દસ વર્ષ અગાઉ કંપની શરૂ કરીને સેબીમાં સભ્ય બનીને શેર ભંડોળ એકત્ર કરવા આઈપીઓ બહાર પડયો હતો. અગાઉ આ કંપની મીષ્ટાન ફૂડ્સના નામે 1981માં સીમેન્ટ કંપની હતી જેનું નામ એચઆઈસીએસ સીમેન્ટ હતું. ખોટુ ટર્નઓવર બતાવતી કંપની સેબીની રડારમાં ત્યારબાદ આ કંપનીએ 1994માં ધંધો બદલીને ફૂડ પ્રોસીંસગના ધંધામાં ઝંપલાવ્યુ હતુ અને તત્કાલિન સમયે બાસમતી ચોખા, ઘઉં, દાળ અને મીઠુ કંપનીના નામે વેચતી હતી જેથી તેનું નામ મીષ્ટાન ફૂડ્સ રાખવામાં આવ્યુ હતુ. તો બીજી તરફ આ કંપનીએ બધુ જ કાગળ પર ચલાવ્યુ હતુ. ખરીદ-વેચાણ અને લેવડ દેવડના બીલ સહિત તમામ હિસાબો માત્ર કાગળ પર આંકડાનો ખેલ બતાવતી હતી. 2014માં મીષ્ટાન ફૂડ્સનું વેચાણ માત્ર રૂ.5 કરોડ હતું. 10 વર્ષમાં 5 કરોડનું ટર્નઓવર રૂ.1200 કરોડ થયું ત્યારબાદ એકાએક 2024માં વેચાણ રૂ.1200 કરોડ થઈ ગયુ હતુ પરંતુ આંકડાની માયાજાળ રચીને કોઈ જ નફો પોતાના સરવૈયામાં બતાવ્યો નથી. દરમ્યાન સેબીમાં લીસ્ટેડ મીષ્ટાન ફૂડ્સ શંકાના દાયરામાં આવી જતાં સેબીએ તેના સંચાલકોને ખુલાસો કરવા માટે નોટીસ પાઠવી છે. આ કંપનીએ હિસાબોમાં એટલુ બધુ ખોટુ ચલાવ્યુ હતું કે વીજ બીલ રૂ.60 લાખના બદલે રૂ.4 કરોડ બતાવી દીધુ. ઉલ્લેખનીય છે કે અગાઉ મીષ્ટાન ગૃપના ભાગીદારો સામે હિંમતનગરમાં કરોડોની છેતરપીંડી કરાઈ હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ નોંધાઈ હતી. અગાઉ આ કંપની ખાદ્યચીજો અને સીમેન્ટ વેચતી હતી આમ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો કૌભાંડોની હારમાળા સર્જવામાં અગ્રેસર હોય તેમ ભુતકાળમાં પેપર લીક કૌભાંડ, બી-ઝેડ, કૌભાંડ સહિત અનેક કૌભાંડ પ્રકાશમાં આવી ગયા છે ત્યારે લોકમુખે ચર્ચાઓ એરણે ચઢી છે. હજુ તો આગામી સમયમાં કેવા કૌભાંડો બહાર આવશે તે માટે રાહ જોવી રહી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમગ્ર ગુજરાતમાં કૌભાંડોમાં માહેર ગણાતા સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક ભેજાબાજોએ અનેક કૌભાંડોને અંજામ આપ્યો છે, ત્યારે તાજેતરમાં વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે. જેમાં ફોજીવાડાની સીમમાં ચાલતી મીષ્ટાન ફૂડ્સ નામની કંપનીએ કાગળ પર કાગને વાઘ ચીતરીને ખોટા આંકડા રજુ કરતાં થોડાક સમય અગાઉ સેબીએ હિસાબો શંકાસ્પદ હોવાનું માનીને શેર લીસ્ટેડ કંપનીના સંચાલકોને ખુલાસો કરવા માટે નોટીસ ફટકારી છે. એટલુ જ નહીં પણ સેબીએ તેના સંચાલકને શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મુકયો છે. જે અંગેની વિગતો મંગળવારે સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ નવી અનેક ચર્ચાઓ શરૂ થવા પામી છે.
ફોજીવાડામાં ચાલતી ફૂડ્સ કંપનીનું ભોપાળુ
આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરની મીષ્ટાન ફૂડ્સ નામની આ કંપની ફોજીવાડાની સીમમાં આવેલી છે જેણે દસ વર્ષ અગાઉ કંપની શરૂ કરીને સેબીમાં સભ્ય બનીને શેર ભંડોળ એકત્ર કરવા આઈપીઓ બહાર પડયો હતો. અગાઉ આ કંપની મીષ્ટાન ફૂડ્સના નામે 1981માં સીમેન્ટ કંપની હતી જેનું નામ એચઆઈસીએસ સીમેન્ટ હતું.
ખોટુ ટર્નઓવર બતાવતી કંપની સેબીની રડારમાં
ત્યારબાદ આ કંપનીએ 1994માં ધંધો બદલીને ફૂડ પ્રોસીંસગના ધંધામાં ઝંપલાવ્યુ હતુ અને તત્કાલિન સમયે બાસમતી ચોખા, ઘઉં, દાળ અને મીઠુ કંપનીના નામે વેચતી હતી જેથી તેનું નામ મીષ્ટાન ફૂડ્સ રાખવામાં આવ્યુ હતુ. તો બીજી તરફ આ કંપનીએ બધુ જ કાગળ પર ચલાવ્યુ હતુ. ખરીદ-વેચાણ અને લેવડ દેવડના બીલ સહિત તમામ હિસાબો માત્ર કાગળ પર આંકડાનો ખેલ બતાવતી હતી. 2014માં મીષ્ટાન ફૂડ્સનું વેચાણ માત્ર રૂ.5 કરોડ હતું.
10 વર્ષમાં 5 કરોડનું ટર્નઓવર રૂ.1200 કરોડ થયું
ત્યારબાદ એકાએક 2024માં વેચાણ રૂ.1200 કરોડ થઈ ગયુ હતુ પરંતુ આંકડાની માયાજાળ રચીને કોઈ જ નફો પોતાના સરવૈયામાં બતાવ્યો નથી. દરમ્યાન સેબીમાં લીસ્ટેડ મીષ્ટાન ફૂડ્સ શંકાના દાયરામાં આવી જતાં સેબીએ તેના સંચાલકોને ખુલાસો કરવા માટે નોટીસ પાઠવી છે. આ કંપનીએ હિસાબોમાં એટલુ બધુ ખોટુ ચલાવ્યુ હતું કે વીજ બીલ રૂ.60 લાખના બદલે રૂ.4 કરોડ બતાવી દીધુ. ઉલ્લેખનીય છે કે અગાઉ મીષ્ટાન ગૃપના ભાગીદારો સામે હિંમતનગરમાં કરોડોની છેતરપીંડી કરાઈ હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ નોંધાઈ હતી.
અગાઉ આ કંપની ખાદ્યચીજો અને સીમેન્ટ વેચતી હતી
આમ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો કૌભાંડોની હારમાળા સર્જવામાં અગ્રેસર હોય તેમ ભુતકાળમાં પેપર લીક કૌભાંડ, બી-ઝેડ, કૌભાંડ સહિત અનેક કૌભાંડ પ્રકાશમાં આવી ગયા છે ત્યારે લોકમુખે ચર્ચાઓ એરણે ચઢી છે. હજુ તો આગામી સમયમાં કેવા કૌભાંડો બહાર આવશે તે માટે રાહ જોવી રહી.