Vadodara શહેરમાં વરસાદી પાણી કાઢતી વખતે 2 યુવાનોના મોત થયા
પૂરના પાણી કાઢતી વખતે 2 કર્મચારીઓના મોત વેમાલીમાં આદીત્ય પાર્ટી પ્લોટમાં બન્યો બનાવ પાર્ટી પ્લોટમાં મેનેજર અને સિક્યોરિટી ગાર્ડનું મોત વડોદરામાં બેઝમેન્ટમાંથી પાણી કાઢતી વખતે દુર્ઘટના સર્જાઇ છે. જેમાં પૂરના પાણી કાઢતી વખતે 2 કર્મચારીઓના મોત થયા છે. વેમાલીમાં આદીત્ય પાર્ટી પ્લોટમાં બનાવ બન્યો છે. જેમાં પાર્ટી પ્લોટમાં મેનેજર અને સિક્યોરિટી ગાર્ડનું મોત થયુ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. વેમાલીમાં આવેલ આદીત્ય પાર્ટી પ્લોટમાં આ બનાવ બન્યો વેમાલીમાં આવેલ આદીત્ય પાર્ટી પ્લોટમાં આ બનાવ બન્યો છે. જેમાં પૂરના પાણી ફરી વળતા પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાંથી કર્મચારીઓ પાણી કાઢતા હતા. બે યુવાન કર્મચારીઓના મોત થતા પરિવારમાં ઘેરો શોક છે. પાર્ટી પ્લોટમાં મેનેજર અને સિક્યોરિટી ગાર્ડ તરીકે યુવાનો ફરજ બજાવતા હતા. જેમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. બંને યુવાનોના પોસ્ટમોર્ટમ થયા પછી જ મોતનું સાચુ કારણ જાણી શકાય છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યા છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ અને શહેરોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદના કારણે જુદી જુદી બનેલી ઘટનાઓમાં 15 લોકોએ જીવ પણ ગુમાવવા પડ્યા છે, જ્યારે 17000 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવામાન ખાતાએ હજુ 72 કલાકનું એલર્ટ જાહેર કર્યું રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાની તબાહી છતાં હવામાન ખાતાએ હજુ 72 કલાકનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આવતીકાલ માટે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. અતિવૃષ્ટિની સાથે આ જિલ્લાઓમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના ચમકારાની પણ શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ અપાઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને તેની આસપાસના રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે 30 લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે આણંદ અને ગોધરા થઈને અમદાવાદ તરફ 36 ટ્રેનો આવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પૂરના પાણી કાઢતી વખતે 2 કર્મચારીઓના મોત
- વેમાલીમાં આદીત્ય પાર્ટી પ્લોટમાં બન્યો બનાવ
- પાર્ટી પ્લોટમાં મેનેજર અને સિક્યોરિટી ગાર્ડનું મોત
વડોદરામાં બેઝમેન્ટમાંથી પાણી કાઢતી વખતે દુર્ઘટના સર્જાઇ છે. જેમાં પૂરના પાણી કાઢતી વખતે 2 કર્મચારીઓના મોત થયા છે. વેમાલીમાં આદીત્ય પાર્ટી પ્લોટમાં બનાવ બન્યો છે. જેમાં પાર્ટી પ્લોટમાં મેનેજર અને સિક્યોરિટી ગાર્ડનું મોત થયુ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.
વેમાલીમાં આવેલ આદીત્ય પાર્ટી પ્લોટમાં આ બનાવ બન્યો
વેમાલીમાં આવેલ આદીત્ય પાર્ટી પ્લોટમાં આ બનાવ બન્યો છે. જેમાં પૂરના પાણી ફરી વળતા પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાંથી કર્મચારીઓ પાણી કાઢતા હતા. બે યુવાન કર્મચારીઓના મોત થતા પરિવારમાં ઘેરો શોક છે. પાર્ટી પ્લોટમાં મેનેજર અને સિક્યોરિટી ગાર્ડ તરીકે યુવાનો ફરજ બજાવતા હતા. જેમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. બંને યુવાનોના પોસ્ટમોર્ટમ થયા પછી જ મોતનું સાચુ કારણ જાણી શકાય છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યા છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ અને શહેરોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદના કારણે જુદી જુદી બનેલી ઘટનાઓમાં 15 લોકોએ જીવ પણ ગુમાવવા પડ્યા છે, જ્યારે 17000 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
હવામાન ખાતાએ હજુ 72 કલાકનું એલર્ટ જાહેર કર્યું
રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાની તબાહી છતાં હવામાન ખાતાએ હજુ 72 કલાકનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આવતીકાલ માટે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. અતિવૃષ્ટિની સાથે આ જિલ્લાઓમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના ચમકારાની પણ શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ અપાઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને તેની આસપાસના રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે 30 લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે આણંદ અને ગોધરા થઈને અમદાવાદ તરફ 36 ટ્રેનો આવી રહી છે.