Gujarat: નવરાત્રીમાં દિકરીઓને લઇ પાટીદાર અગ્રણીઓ ચિંતિત, સમાજ દ્વારા ગરબાનું આયોજન

નવરાત્રીમાં દિકરીઓને લઇ પાટીદાર અગ્રણીઓ ચિંતિત થયા છે. જેમાં પાટીદાર સમાજ દ્વારા ગરબાનું આયોજન કરાયુ છે. ગરબાનું અલગ-અલગ આયોજન કરવામાં આવ્યું છે. લવ જેહાદ સહિતના કિસ્સાઓને લઇ અગ્રણીઓ સતર્ક થયા છે. તેમાં ગરબા આયોજક પુષ્કર પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમાં આધાર કાર્ડ ચેક કર્યા બાદ જ ગરબામાં પ્રવેશ અપાશે. મોટો સમાજ હોવાથી અલગ-અલગ આયોજન કરાયા મોટો સમાજ હોવાથી અલગ-અલગ આયોજન કરાયા છે. તેમાં ખોડલધામમાં 4 અલગ અલગ જગ્યા પર આયોજન છે. પુષ્કર પટેલે જણાવ્યુ્ છે કે સમાજમાં કોઇ ભાગલા પડ્યા નથી. સમાજમાં દીકરા-દીકરીઓની સંખ્યા વધી છે. અન્ય સમાજો પણ આ રીતે આયોજન કરે. એકબાજુ પાટીદાર સમાજને એક કરવાની વાતો વચ્ચે કડવા પાટીદાર સમાજમાં ભાગલાની ચર્ચા શરૂ થઇ છે. જેમાં નવરાત્રીના ગરબામાં એક જ સમાજમાં 2 અલગ અલગ આયોજનથી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. અત્યાર સુધી યુવી ક્લબ દ્વારા કડવા પાટીદાર ગરબા યોજવામાં આવતા. હવે યુડી ક્લબ દ્વારા અલગથી કડવા પાટીદાર સમાજના ગરબા જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટમાં લેવા પટેલ બાદ કડવા પાટીદારમાં પણ ભાગલા ? રાજકોટમાં લેવા પટેલ બાદ કડવા પાટીદારમાં પણ ભાગલા ? લેવા પાટીદાર સમાજ દ્વારા ખોડલધામ નેજા હેઠળ આયોજન થતું જેમાંથી અલગ પડી સરદાર ધામે અલગ આયોજન થયુ છે. કડવા પાટીદારમા એક કલબનું આયોજન થતું તેમાંથી હવે અલગ યુડી ક્લબ હેઠલ આયોજન કરવામાં આવ્યુ છે. યુ ડી ક્લબના નેજા હેઠળ સમાજના આગેવાનો દ્વારા ગરબાનું આયોજન છે તેમાં આયોજકોનો દાવો છે કે સમાજ મોટો છે માટે અલગ આયોજન કર્યું છે. નામ ચેન્જ કરવા પાછળ અમારે સમાજના દીકરા દીકરીઓની સંખ્યાને લઈને અલગ આયોજન કરાયુ છે. ઉમા ડાયાનામિક ક્લબ બનાવી ગરબા યોજવામાં આવી રહ્યા છે.આધાર કાર્ડ અને આઇડી બન્યા બાદ જ ગરબામાં પ્રવેશ થાય છે ખોડલધામમાં પણ ચાર અલગ અલગ સ્થળે ગરબા થાય છે. આધાર કાર્ડ અને આઇડી બન્યા બાદ જ ગરબામાં પ્રવેશ થાય છે. સમાજના દીકરીના અને દીકરા માટે સુરક્ષા માટે જે જરૂરી છે તે રીતે ગરબા આયોજન થશે. અન્ય સમાજના લોકોએ પણ આવું આયોજન કરવું જોઈએ તેવું અમારું માનવું છે તેમ અગ્રણીઓએ જણાવ્યું છે. જે દીકરા દીકરીઓ નવરાત્રીમાં જાય છે તેમાં અન્ય સમાજના લોકોને પણ ચિંતા થાય છે ત્યારે અમારે પણ અમારા દીકરા દીકરીઓની ચિંતાને લઈને આ આયોજન કરવામાં આવે છે. જે હાલના સમયમાં નવરાત્રી આયોજનમાં પણ ખૂબ જરૂરી છે.

Gujarat: નવરાત્રીમાં દિકરીઓને લઇ પાટીદાર અગ્રણીઓ ચિંતિત, સમાજ દ્વારા ગરબાનું આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રીમાં દિકરીઓને લઇ પાટીદાર અગ્રણીઓ ચિંતિત થયા છે. જેમાં પાટીદાર સમાજ દ્વારા ગરબાનું આયોજન કરાયુ છે. ગરબાનું અલગ-અલગ આયોજન કરવામાં આવ્યું છે. લવ જેહાદ સહિતના કિસ્સાઓને લઇ અગ્રણીઓ સતર્ક થયા છે. તેમાં ગરબા આયોજક પુષ્કર પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમાં આધાર કાર્ડ ચેક કર્યા બાદ જ ગરબામાં પ્રવેશ અપાશે.

મોટો સમાજ હોવાથી અલગ-અલગ આયોજન કરાયા

મોટો સમાજ હોવાથી અલગ-અલગ આયોજન કરાયા છે. તેમાં ખોડલધામમાં 4 અલગ અલગ જગ્યા પર આયોજન છે. પુષ્કર પટેલે જણાવ્યુ્ છે કે સમાજમાં કોઇ ભાગલા પડ્યા નથી. સમાજમાં દીકરા-દીકરીઓની સંખ્યા વધી છે. અન્ય સમાજો પણ આ રીતે આયોજન કરે. એકબાજુ પાટીદાર સમાજને એક કરવાની વાતો વચ્ચે કડવા પાટીદાર સમાજમાં ભાગલાની ચર્ચા શરૂ થઇ છે. જેમાં નવરાત્રીના ગરબામાં એક જ સમાજમાં 2 અલગ અલગ આયોજનથી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. અત્યાર સુધી યુવી ક્લબ દ્વારા કડવા પાટીદાર ગરબા યોજવામાં આવતા. હવે યુડી ક્લબ દ્વારા અલગથી કડવા પાટીદાર સમાજના ગરબા જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટમાં લેવા પટેલ બાદ કડવા પાટીદારમાં પણ ભાગલા ?

રાજકોટમાં લેવા પટેલ બાદ કડવા પાટીદારમાં પણ ભાગલા ? લેવા પાટીદાર સમાજ દ્વારા ખોડલધામ નેજા હેઠળ આયોજન થતું જેમાંથી અલગ પડી સરદાર ધામે અલગ આયોજન થયુ છે. કડવા પાટીદારમા એક કલબનું આયોજન થતું તેમાંથી હવે અલગ યુડી ક્લબ હેઠલ આયોજન કરવામાં આવ્યુ છે. યુ ડી ક્લબના નેજા હેઠળ સમાજના આગેવાનો દ્વારા ગરબાનું આયોજન છે તેમાં આયોજકોનો દાવો છે કે સમાજ મોટો છે માટે અલગ આયોજન કર્યું છે. નામ ચેન્જ કરવા પાછળ અમારે સમાજના દીકરા દીકરીઓની સંખ્યાને લઈને અલગ આયોજન કરાયુ છે. ઉમા ડાયાનામિક ક્લબ બનાવી ગરબા યોજવામાં આવી રહ્યા છે.

આધાર કાર્ડ અને આઇડી બન્યા બાદ જ ગરબામાં પ્રવેશ થાય છે

ખોડલધામમાં પણ ચાર અલગ અલગ સ્થળે ગરબા થાય છે. આધાર કાર્ડ અને આઇડી બન્યા બાદ જ ગરબામાં પ્રવેશ થાય છે. સમાજના દીકરીના અને દીકરા માટે સુરક્ષા માટે જે જરૂરી છે તે રીતે ગરબા આયોજન થશે. અન્ય સમાજના લોકોએ પણ આવું આયોજન કરવું જોઈએ તેવું અમારું માનવું છે તેમ અગ્રણીઓએ જણાવ્યું છે. જે દીકરા દીકરીઓ નવરાત્રીમાં જાય છે તેમાં અન્ય સમાજના લોકોને પણ ચિંતા થાય છે ત્યારે અમારે પણ અમારા દીકરા દીકરીઓની ચિંતાને લઈને આ આયોજન કરવામાં આવે છે. જે હાલના સમયમાં નવરાત્રી આયોજનમાં પણ ખૂબ જરૂરી છે.