Ahmedabadના સાંતેજમા વૃદ્ધા સાથે લૂંટ કરી તાસીર આરોપીઓએ ઘરમા કરી તાંત્રિકવિધી કરી

સ્પર્શ બંગલોમાં 3 મકાનમાં ચોરીને આપ્યો અંજામ 10 લોકોએ સ્પર્શ બંગલોમાં 3 મકાનને બન્યા નિશાન 3 મકાનમાં રૂ. 9.35 લાખની લૂંટને અંજામ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે,જેમાં આરોપીઓએ 80 વર્ષીય વૃદ્ધને બંધક બનાવી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે,આરોપીઓ દ્રારા ઘરમાં તાંત્રિકવિધી પણ કરવામાં આવી છે,જેના કારણે ઘરમાં રહેલા લોકોને બીકનો માહોલ છવાયો છે,આરોપીઓએ લૂંટ ચલાવી આસપાસના બંગ્લાઓમાં પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના સાંતેજમાં થઈ લૂંટ અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર એવા સાંતેજમા લૂંટની ઘટના બની છે,જેમાં વૃદ્ધાને બંધક બનાવી લૂંટ કરવામાં આવી છે,મહિલા પાસે રહેલ રોકડ રકમ,દાગીના અને મોબાઈલની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે,ઘટનાની જાણ થતા પોલીસના ધાડેધાડા ઘટના સ્થળે ઉતરી આવ્યા હતા અને ડોગ સ્કોર્ડની મદદથી તપાસ હાથધરાઈ છે.પોલીસ દ્વારા CCTV કેમેરા તપાસવાની કામગીરી હાથધરાઈ છે,તો આરોપીઓએ રાત્રે લૂંટ ચલાવી હોવાની વાત સામે આવી છે.પરિવાર ઉપરના માળે સૂતો હતો અને વૃદ્ધા નીચે સૂતા હતા. અન્ય બંગ્લામાં પણ થઈ ચોરી આરોપીઓ બંગ્લાની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ્યા હતા અને વૃદ્ધાને બંધક બનાવી લૂંટ ચલાવી,લૂંટ ચલાવી આરોપીઓ બંગલા નંબર 47, 30 અને 33માં પણ ચોરી કરવા પહોંચ્યા હતા,આરોપીઓએ અન્ય 3 મકાનમાં રૂ 9.35 લાખની લૂંટ અને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે.લૂંટારાઓ લૂંટ કરવા ગયા ત્યારે ઓસ્ટ્રેલિયામાં રહેતા ઘર માલિકે CCTV ફુટેજનું મોનિટરીંગ કરતા મામલો સામે આવ્યો હતો,હાલ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને શોધવા પ્રયત્નો હાથધર્યા છે. આરોપીઓ ગોધરા સાઈડથી આવ્યા હોઈ શકે જે રીતે લૂંટને અંજામ અપાયો છે તે જોઈને પોલીસને લાગે છે કે,આરોપીઓ દાહોદ અને ગોધરા તરફથી આવ્યા હોય તેવું લાગી રહ્યું છે,પોલીસની અલગ-અલગ ટીમો દાહોદ અને ગોધરા તરફ જવા રવાના થઈ છે,ત્રણથી ચાર આરોપીઓ દ્રારા આ લૂંટને અને ચોરીને અંજામ અપાયો હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે,હાઈવે તરફના સીસીટીવી પણ પોલીસે તપાસ્યા છે.

Ahmedabadના સાંતેજમા વૃદ્ધા સાથે લૂંટ કરી તાસીર આરોપીઓએ ઘરમા કરી તાંત્રિકવિધી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્પર્શ બંગલોમાં 3 મકાનમાં ચોરીને આપ્યો અંજામ
  • 10 લોકોએ સ્પર્શ બંગલોમાં 3 મકાનને બન્યા નિશાન
  • 3 મકાનમાં રૂ. 9.35 લાખની લૂંટને અંજામ

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે,જેમાં આરોપીઓએ 80 વર્ષીય વૃદ્ધને બંધક બનાવી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે,આરોપીઓ દ્રારા ઘરમાં તાંત્રિકવિધી પણ કરવામાં આવી છે,જેના કારણે ઘરમાં રહેલા લોકોને બીકનો માહોલ છવાયો છે,આરોપીઓએ લૂંટ ચલાવી આસપાસના બંગ્લાઓમાં પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના સાંતેજમાં થઈ લૂંટ

અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર એવા સાંતેજમા લૂંટની ઘટના બની છે,જેમાં વૃદ્ધાને બંધક બનાવી લૂંટ કરવામાં આવી છે,મહિલા પાસે રહેલ રોકડ રકમ,દાગીના અને મોબાઈલની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે,ઘટનાની જાણ થતા પોલીસના ધાડેધાડા ઘટના સ્થળે ઉતરી આવ્યા હતા અને ડોગ સ્કોર્ડની મદદથી તપાસ હાથધરાઈ છે.પોલીસ દ્વારા CCTV કેમેરા તપાસવાની કામગીરી હાથધરાઈ છે,તો આરોપીઓએ રાત્રે લૂંટ ચલાવી હોવાની વાત સામે આવી છે.પરિવાર ઉપરના માળે સૂતો હતો અને વૃદ્ધા નીચે સૂતા હતા.


અન્ય બંગ્લામાં પણ થઈ ચોરી

આરોપીઓ બંગ્લાની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ્યા હતા અને વૃદ્ધાને બંધક બનાવી લૂંટ ચલાવી,લૂંટ ચલાવી આરોપીઓ બંગલા નંબર 47, 30 અને 33માં પણ ચોરી કરવા પહોંચ્યા હતા,આરોપીઓએ અન્ય 3 મકાનમાં રૂ 9.35 લાખની લૂંટ અને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે.લૂંટારાઓ લૂંટ કરવા ગયા ત્યારે ઓસ્ટ્રેલિયામાં રહેતા ઘર માલિકે CCTV ફુટેજનું મોનિટરીંગ કરતા મામલો સામે આવ્યો હતો,હાલ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને શોધવા પ્રયત્નો હાથધર્યા છે.


આરોપીઓ ગોધરા સાઈડથી આવ્યા હોઈ શકે

જે રીતે લૂંટને અંજામ અપાયો છે તે જોઈને પોલીસને લાગે છે કે,આરોપીઓ દાહોદ અને ગોધરા તરફથી આવ્યા હોય તેવું લાગી રહ્યું છે,પોલીસની અલગ-અલગ ટીમો દાહોદ અને ગોધરા તરફ જવા રવાના થઈ છે,ત્રણથી ચાર આરોપીઓ દ્રારા આ લૂંટને અને ચોરીને અંજામ અપાયો હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે,હાઈવે તરફના સીસીટીવી પણ પોલીસે તપાસ્યા છે.