લોકસાહિત્યકાર રાજભા ગઢવીની આદિવાસી સમાજ પર વિવાદિત ટિપ્પણીનો આવ્યો અંત, જુઓ Video
પ્રસિદ્ધ ગુજરાતી લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવીએ એક ડાયરામાં ડાંગના જંગલો માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લેવાય છે અને કપડા પણ રહેવા દેતા નથી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વકર્યો હતો. આખરે રાજભા ગઢવીએ વનબંધુઓ આદિવાસીઓ ભાઈઓની સમાજની સામે વીડિયો મારફતે દિલગીરી વ્યક્ત કરી છે.લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવી વનબંધુઓ આદિવાસી સમાજ પર ટિપ્પણીના સમાધાન માટે વીડિયો મારફતે દિલગીરી વ્યક્ત કરી છે. વીડિયોમાં આદિવાસી સમાજની માફી માંગતા કહ્યું હતું કે, હું આદિવાસી સમાજની વિરુદ્ધમાં નથી બોલ્યો, કોઈ ભૂતકાળની ઘટનાને લઈને એક પ્રાંત વિશે વાત કરી છે. લોક સાહિત્યકાર તરીકે આદિવાસી સમાજની અનેક અજાણી અદભુત વાતો લોકસાહિત્ય મારફતે બહાર લાવવામાં નિમિત્ત બન્યો છુ. હું પણ ગીરનો વનબંધુ છુ, હું કેવી રીતે ડાંગના વનબંધુનું ખરાબ બોલી શકુ... આમ છતાં કોઈ પણ આદિવાસી કે ડાંગ વિસ્તારના લોકોની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું... ==" target="_blank"> ==શું હતો મામલો?એક લોકડાયરામાં રાજભા ગઢવી દુનિયાભરના જંગલોમાં લૂંટફાટની ઘટનાઓ વિશે વાત કરી રહ્યા હતા. રાજભા ગઢવીએ ડાયરાના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ડાંગ આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડા પણ રહેવા દેતા નથી. લોક ડાયરામાં રાજભા ગઢવીએ ગૌરવ લેતાં જણાવ્યું કે આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાત્રે ભુલા પડો તો નેહડા વાડા આડા ફરી જમાડવા માટે લઈ જાય....લોક ડાયરામાં રાજભા ગઢવીએ ડાંગના જંગલો માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ડાંગના લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. બીજી તરફ ડાંગના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીનું નિવેદન આપતા કહ્યું હતું કે, રાજભા ગઢવી વિવાદાસ્પદ ટિપ્પણી પાછી ખેંચે અને અમારી પ્રજા પાસે માફી માગે નહીં તો આવનારા દિવસોમાં આ મુદ્દે આવેદનપત્ર આપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડાંગના સામાજિક કાર્યકર સ્નેહલ ઠાકરે આ વાયરલ વીડિયોને લઈ ડાંગ જિલ્લા આદિવાસી સમાજ વતી આ બાબતે તાત્કાલિક ધોરણે એટ્રોસિટી એકટ મુજબ FIR કરી ગુનો નોંધી કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. આખરે રાજભા ગઢવીએ વનબંધુઓ આદિવાસીઓ ભાઈઓની સમાજની સામે વીડીયો મારફતે દિલગીરી વ્યક્ત કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રસિદ્ધ ગુજરાતી લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવીએ એક ડાયરામાં ડાંગના જંગલો માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લેવાય છે અને કપડા પણ રહેવા દેતા નથી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વકર્યો હતો. આખરે રાજભા ગઢવીએ વનબંધુઓ આદિવાસીઓ ભાઈઓની સમાજની સામે વીડિયો મારફતે દિલગીરી વ્યક્ત કરી છે.
લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવી વનબંધુઓ આદિવાસી સમાજ પર ટિપ્પણીના સમાધાન માટે વીડિયો મારફતે દિલગીરી વ્યક્ત કરી છે. વીડિયોમાં આદિવાસી સમાજની માફી માંગતા કહ્યું હતું કે, હું આદિવાસી સમાજની વિરુદ્ધમાં નથી બોલ્યો, કોઈ ભૂતકાળની ઘટનાને લઈને એક પ્રાંત વિશે વાત કરી છે. લોક સાહિત્યકાર તરીકે આદિવાસી સમાજની અનેક અજાણી અદભુત વાતો લોકસાહિત્ય મારફતે બહાર લાવવામાં નિમિત્ત બન્યો છુ. હું પણ ગીરનો વનબંધુ છુ, હું કેવી રીતે ડાંગના વનબંધુનું ખરાબ બોલી શકુ... આમ છતાં કોઈ પણ આદિવાસી કે ડાંગ વિસ્તારના લોકોની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું...
==
શું હતો મામલો?
એક લોકડાયરામાં રાજભા ગઢવી દુનિયાભરના જંગલોમાં લૂંટફાટની ઘટનાઓ વિશે વાત કરી રહ્યા હતા. રાજભા ગઢવીએ ડાયરાના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ડાંગ આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડા પણ રહેવા દેતા નથી. લોક ડાયરામાં રાજભા ગઢવીએ ગૌરવ લેતાં જણાવ્યું કે આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાત્રે ભુલા પડો તો નેહડા વાડા આડા ફરી જમાડવા માટે લઈ જાય....લોક ડાયરામાં રાજભા ગઢવીએ ડાંગના જંગલો માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ડાંગના લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી.
બીજી તરફ ડાંગના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીનું નિવેદન આપતા કહ્યું હતું કે, રાજભા ગઢવી વિવાદાસ્પદ ટિપ્પણી પાછી ખેંચે અને અમારી પ્રજા પાસે માફી માગે નહીં તો આવનારા દિવસોમાં આ મુદ્દે આવેદનપત્ર આપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડાંગના સામાજિક કાર્યકર સ્નેહલ ઠાકરે આ વાયરલ વીડિયોને લઈ ડાંગ જિલ્લા આદિવાસી સમાજ વતી આ બાબતે તાત્કાલિક ધોરણે એટ્રોસિટી એકટ મુજબ FIR કરી ગુનો નોંધી કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. આખરે રાજભા ગઢવીએ વનબંધુઓ આદિવાસીઓ ભાઈઓની સમાજની સામે વીડીયો મારફતે દિલગીરી વ્યક્ત કરી છે.