Vadodaraમાં મેયરના વોર્ડમાં નેતાઓને પ્રવેશબંધી ફરમાવતા લાગ્યા બેનરો, સહાય ના મળતા રોષ

ન્યૂ VIP રોડ, સાંઈદીપ નગર સોસાયટીમાં લાગ્યા બેનર નેતાઓને પ્રવેશબંધી ફરમાવતા બેનર લાગ્યા 4 દિવસ સુધી કોઈ સહાય ન મળતા લોકોમાં રોષ વડોદરામાં પૂર બાદ અને પૂરના સમયે નેતાઓ લોકોની વચ્ચે ના પહોંચ્તા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.પૂરના સમયે એકપણ નેતા અને કાર્યકર લોકોની વચ્ચે ના પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.ન્યૂ વીઆઈપી રોડ અને સાંઈદીપ નગર સોસાયટીમાં બેનરો લાગ્યા છે,સાથે સાથે આ વોર્ડ એ વડોદરાના મેયર પિંકીબેન સોની તેમજ ધારાસભ્ય મનિષાબેન વકીલમાં આવે છે. નેતાઓને પ્રવેશ બંધી ફરમાવતા લાગ્યા બેનર વડોદરામાં પૂર બાદ નેતાઓ લોકોની વચ્ચે પહોંચયા હતા પરંતુ લોકોનો રોષ એટલો છે કે,ધારાસભ્ય કે કોર્પોરેટરને સોસાયટીમાં નહી આવવા દેવા માટેના બેનરો લગાવવામાં આવ્યા છે,સ્થાનિકોનું કહેવું છે કે પૂર બાદ અમારે કોઈ નેતાની જરૂર નથી માટે સોસાયટીમાં આવવું નહી તેવા બેનરો લાગ્યા હતા.ચાર ચાર દિવસ સુધી કોઈ પણ પ્રકારની સહાય નહીં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે,સ્થાનિકોનું કહેવું છે કે,પૂરના સમયે જયારે ફૂડ પેકેટ અને પાણીની જરૂર હતી તે પણ મળ્યું નથી. વડોદરા શહેરમાં સાફસફાઈ પૂર્ણ વડોદરામાં શહેરમાં પૂર બાદ બે દિવસમાં સાફ સફાઈ પૂર્ણ કરવામાં આવી છે,સફાઈ કામદારો દ્રારા તમામ વોર્ડમાં સફાઈ કામગીરી કરવામાં આવી છે.શહેરના લોકોને કોઈ તકલીફ ના પડે તેના માટે તમામ પદાધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી.હર્ષ સંઘવી રાતના 11.30થી સવારે 6 વાગ્યા સુધી વિવિધ ઝોનમાં ચાલતી સફાઇ અને પેચવર્કનું નિરીક્ષણ કર્યું તેમજ ઝોન લેવલે આયોજિત બેઠકમાં દંડક બાળકૃષ્ણ શુક્લ, શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ, સાંસદ, મેયર, ધારાસભ્યો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ, મહામંત્રી બેઠકમાં હાજર રહ્યા હતા. વડોદરામાં પૂરના પાણી ઓસર્યા વડોદરામાં પૂરના પાણી ઓસરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો,એક તરફ પૂરના પાણી અને બીજી બાજુ ગંદકીના દ્રશ્યોથી સ્થાનિકો હેરાન થઈ ગયા હતા,પરંતુ તંત્ર દ્રારા સારી વ્યવસ્થા કરાતા શહેરમાંથી પૂરના પાણી અને ગંદકી દૂર થઈ હીત.સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્રારા પણ વડોદરામાં પૂરની સ્થિતિને લઈ તમામ અપડેટ મેળવાતું હતુ અને તેમણે રૂબરૂ મુલાકત લઈ લોકો સાથે ચર્ચા પણ કરી હતી.પૂર ઓસર્યા બાદ પ્રજાનો રોષ ફાટ્યો હતો અને પૂર માટે પાલિકા અને સરકારી તંત્ર જવાબદાર હોવા ઉપરાંત આફત સમયે રાહત અને બચાવ માટે આવ્યા ન હોવાનો આક્રોશ ઠાલવી મંત્રી, ધારાસભ્ય, કોર્પોરેટરોનો વિરોધ કરી હુરિયો બોલાવી ભગાડ્યા હતા.  

Vadodaraમાં મેયરના વોર્ડમાં નેતાઓને પ્રવેશબંધી ફરમાવતા લાગ્યા બેનરો, સહાય ના મળતા રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ન્યૂ VIP રોડ, સાંઈદીપ નગર સોસાયટીમાં લાગ્યા બેનર
  • નેતાઓને પ્રવેશબંધી ફરમાવતા બેનર લાગ્યા
  • 4 દિવસ સુધી કોઈ સહાય ન મળતા લોકોમાં રોષ

વડોદરામાં પૂર બાદ અને પૂરના સમયે નેતાઓ લોકોની વચ્ચે ના પહોંચ્તા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.પૂરના સમયે એકપણ નેતા અને કાર્યકર લોકોની વચ્ચે ના પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.ન્યૂ વીઆઈપી રોડ અને સાંઈદીપ નગર સોસાયટીમાં બેનરો લાગ્યા છે,સાથે સાથે આ વોર્ડ એ વડોદરાના મેયર પિંકીબેન સોની તેમજ ધારાસભ્ય મનિષાબેન વકીલમાં આવે છે.

નેતાઓને પ્રવેશ બંધી ફરમાવતા લાગ્યા બેનર

વડોદરામાં પૂર બાદ નેતાઓ લોકોની વચ્ચે પહોંચયા હતા પરંતુ લોકોનો રોષ એટલો છે કે,ધારાસભ્ય કે કોર્પોરેટરને સોસાયટીમાં નહી આવવા દેવા માટેના બેનરો લગાવવામાં આવ્યા છે,સ્થાનિકોનું કહેવું છે કે પૂર બાદ અમારે કોઈ નેતાની જરૂર નથી માટે સોસાયટીમાં આવવું નહી તેવા બેનરો લાગ્યા હતા.ચાર ચાર દિવસ સુધી કોઈ પણ પ્રકારની સહાય નહીં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે,સ્થાનિકોનું કહેવું છે કે,પૂરના સમયે જયારે ફૂડ પેકેટ અને પાણીની જરૂર હતી તે પણ મળ્યું નથી.


વડોદરા શહેરમાં સાફસફાઈ પૂર્ણ

વડોદરામાં શહેરમાં પૂર બાદ બે દિવસમાં સાફ સફાઈ પૂર્ણ કરવામાં આવી છે,સફાઈ કામદારો દ્રારા તમામ વોર્ડમાં સફાઈ કામગીરી કરવામાં આવી છે.શહેરના લોકોને કોઈ તકલીફ ના પડે તેના માટે તમામ પદાધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી.હર્ષ સંઘવી રાતના 11.30થી સવારે 6 વાગ્યા સુધી વિવિધ ઝોનમાં ચાલતી સફાઇ અને પેચવર્કનું નિરીક્ષણ કર્યું તેમજ ઝોન લેવલે આયોજિત બેઠકમાં દંડક બાળકૃષ્ણ શુક્લ, શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ, સાંસદ, મેયર, ધારાસભ્યો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ, મહામંત્રી બેઠકમાં હાજર રહ્યા હતા.

વડોદરામાં પૂરના પાણી ઓસર્યા

વડોદરામાં પૂરના પાણી ઓસરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો,એક તરફ પૂરના પાણી અને બીજી બાજુ ગંદકીના દ્રશ્યોથી સ્થાનિકો હેરાન થઈ ગયા હતા,પરંતુ તંત્ર દ્રારા સારી વ્યવસ્થા કરાતા શહેરમાંથી પૂરના પાણી અને ગંદકી દૂર થઈ હીત.સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્રારા પણ વડોદરામાં પૂરની સ્થિતિને લઈ તમામ અપડેટ મેળવાતું હતુ અને તેમણે રૂબરૂ મુલાકત લઈ લોકો સાથે ચર્ચા પણ કરી હતી.પૂર ઓસર્યા બાદ પ્રજાનો રોષ ફાટ્યો હતો અને પૂર માટે પાલિકા અને સરકારી તંત્ર જવાબદાર હોવા ઉપરાંત આફત સમયે રાહત અને બચાવ માટે આવ્યા ન હોવાનો આક્રોશ ઠાલવી મંત્રી, ધારાસભ્ય, કોર્પોરેટરોનો વિરોધ કરી હુરિયો બોલાવી ભગાડ્યા હતા.