Ahmedabad: અસલાલીમાંથી મળેલ અજાણ્યા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પોલીસે 4ની ધરપકડ કરી
અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ અજાણ્યા યુવકના મૃતદેહના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ તપાસ દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસએ એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે, ગેસ સિલિન્ડરની ચોરીના આશંકાથી યુવકને માર મારવામાં આવ્યો હતો. જેમાં યુવકનું મૃત્યુ થતાં તેના મૃતદેહનો નિકાલ કરવા મૃતદેહને રીક્ષામાં લઈ જઈને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો. ગીરમઠા ગામની સીમમાંથી અજાણ્યા પુરુષનો મૃતહેદ મળી આવ્યો 14 તારીખના અમદાવાદ ગ્રામ્યમાં આવેલ ગીરમઠા ગામની સીમમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતહેદ મળી આવ્યો હતો. અસલાલી પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા તેને માર મારવાથી ઈજાઓ થતાં મોત થયુ હોવાનું સામે આવ્યુ હતું. જેથી અસલાલી પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતકનું નામ મારાજ મારવાડી હોવાનું સામે આવ્યુ હતું. મારાજ કમોડ ગામ આસપાસ કચરો વીણવાનું કામ કરતો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે ફોટાના આધારે તપાસ હાથ ધરી પોલીસે તેના ફોટાના આધારે કમોડ સર્કલ પાસેના ગામોમાં તપાસ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, ગત તા. 13મીએ મારાજ પ્લાસ્ટીકની ખાલી બોટલો વીણતો હતો. ત્યારે એક રીક્ષામાં આવેલો શખ્સ તેને ગેસના બાટલા કેમ ચોરી કર્યા તેમ કહીને માર મારીને તેનું અપહરણ કરીને લઈ ગયો હતો. જેથી પોલીસે તે દિશામાં તપાસ કરતા અપહરણ કરનાર મહેન્દ્ર ઉર્ફે રાહુલ કુમરખાણીયા હોવાનું સામે આવ્યુ હતું. ચોરીના આશંકાથી યુવકને માર મારતા મોત નિપજ્યું અસલાલી પોલીસે મહેન્દ્ર ઉર્ફે રાહુલ તથા તેની પત્ની જીગીબેનની પૂછપરછ કરી હતી. જેમાં સામે આવ્યું હતુ કે, ગત તા. 12મીએ મારાજ મારવાડી કચરો વીણતો હતો. ત્યારે તે મહેન્દ્ર ઉર્ફે રાહુલના ઘર પાસે પહોંચ્યો અને ત્યાં સુવા માટે જગ્યા માંગી હતી. બાદમાં મહેન્દ્ર અને તેની પત્ની બારેજા કામ અર્થે ગયા હતા. જ્યાંથી પરત ફર્યા ત્યારે તેમના ઘરમાંથી ગેસના બે બાટલા ચોરી થયા હતા. જેથી મારાજ મારવાડી પર શંકા રાખીને મહેન્દ્ર તેનું અપહરણ કરીને ઘરે લાવ્યા હતા. જ્યાં મહેન્દ્રએ તેની પત્ની જીગી, અમજદ, અનિલસિંહ, પિન્ટુ મેધવાલ સાથે મળીને મારાજના પગ બાંધીને દંડા અને ગેસના બાટલાની રબરની પાઇપથી ઢોર માર મારતા તેનું મોત નિપજ્યુ હતું. ગીરમઠા ગામની નજીક મૃતદેહ ફેકી દીધો બાદમાં આરોપીઓએ મારાજ મારવાડીની લાશને મહેન્દ્રએ પોતાના ઘરે રાખી હતી. રાત પડતા જ તેણે લાશનો નિકાલ કરવા માટે રિક્ષામાં મૃતદેહ લઈને પીરાણા થી જેતલપુર ગામે જવાના રોડ પર ગીરમઠા ગામની નજીક મૃતદેહ ફેકી દીધો હતો. જેથી આ મામલે અસલાલી પોલીસે જીગી અને તેના પતિ મહેન્દ્ર ઉર્ફે રાહુલ, અનિલસિંહ, પિન્ટુ મેધવાલની ધરપકડ કરી અમજદની શોધખોળ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ અજાણ્યા યુવકના મૃતદેહના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ તપાસ દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસએ એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે, ગેસ સિલિન્ડરની ચોરીના આશંકાથી યુવકને માર મારવામાં આવ્યો હતો. જેમાં યુવકનું મૃત્યુ થતાં તેના મૃતદેહનો નિકાલ કરવા મૃતદેહને રીક્ષામાં લઈ જઈને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો.
ગીરમઠા ગામની સીમમાંથી અજાણ્યા પુરુષનો મૃતહેદ મળી આવ્યો
14 તારીખના અમદાવાદ ગ્રામ્યમાં આવેલ ગીરમઠા ગામની સીમમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતહેદ મળી આવ્યો હતો. અસલાલી પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા તેને માર મારવાથી ઈજાઓ થતાં મોત થયુ હોવાનું સામે આવ્યુ હતું. જેથી અસલાલી પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતકનું નામ મારાજ મારવાડી હોવાનું સામે આવ્યુ હતું. મારાજ કમોડ ગામ આસપાસ કચરો વીણવાનું કામ કરતો હોવાનું સામે આવ્યુ હતું.
પોલીસે ફોટાના આધારે તપાસ હાથ ધરી
પોલીસે તેના ફોટાના આધારે કમોડ સર્કલ પાસેના ગામોમાં તપાસ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, ગત તા. 13મીએ મારાજ પ્લાસ્ટીકની ખાલી બોટલો વીણતો હતો. ત્યારે એક રીક્ષામાં આવેલો શખ્સ તેને ગેસના બાટલા કેમ ચોરી કર્યા તેમ કહીને માર મારીને તેનું અપહરણ કરીને લઈ ગયો હતો. જેથી પોલીસે તે દિશામાં તપાસ કરતા અપહરણ કરનાર મહેન્દ્ર ઉર્ફે રાહુલ કુમરખાણીયા હોવાનું સામે આવ્યુ હતું.
ચોરીના આશંકાથી યુવકને માર મારતા મોત નિપજ્યું
અસલાલી પોલીસે મહેન્દ્ર ઉર્ફે રાહુલ તથા તેની પત્ની જીગીબેનની પૂછપરછ કરી હતી. જેમાં સામે આવ્યું હતુ કે, ગત તા. 12મીએ મારાજ મારવાડી કચરો વીણતો હતો. ત્યારે તે મહેન્દ્ર ઉર્ફે રાહુલના ઘર પાસે પહોંચ્યો અને ત્યાં સુવા માટે જગ્યા માંગી હતી. બાદમાં મહેન્દ્ર અને તેની પત્ની બારેજા કામ અર્થે ગયા હતા. જ્યાંથી પરત ફર્યા ત્યારે તેમના ઘરમાંથી ગેસના બે બાટલા ચોરી થયા હતા. જેથી મારાજ મારવાડી પર શંકા રાખીને મહેન્દ્ર તેનું અપહરણ કરીને ઘરે લાવ્યા હતા. જ્યાં મહેન્દ્રએ તેની પત્ની જીગી, અમજદ, અનિલસિંહ, પિન્ટુ મેધવાલ સાથે મળીને મારાજના પગ બાંધીને દંડા અને ગેસના બાટલાની રબરની પાઇપથી ઢોર માર મારતા તેનું મોત નિપજ્યુ હતું.
ગીરમઠા ગામની નજીક મૃતદેહ ફેકી દીધો
બાદમાં આરોપીઓએ મારાજ મારવાડીની લાશને મહેન્દ્રએ પોતાના ઘરે રાખી હતી. રાત પડતા જ તેણે લાશનો નિકાલ કરવા માટે રિક્ષામાં મૃતદેહ લઈને પીરાણા થી જેતલપુર ગામે જવાના રોડ પર ગીરમઠા ગામની નજીક મૃતદેહ ફેકી દીધો હતો. જેથી આ મામલે અસલાલી પોલીસે જીગી અને તેના પતિ મહેન્દ્ર ઉર્ફે રાહુલ, અનિલસિંહ, પિન્ટુ મેધવાલની ધરપકડ કરી અમજદની શોધખોળ હાથ ધરી છે.