Amreliના સાવરકુંડલામાં ગટરના પાણી છલકાઈને રોડ પર ફરી વળ્યા, સ્થાનિકોમાં ભારે આક્રોશ

અમરેલીના સાવરકુંડલામાં ગટરના પાણી રોડ પર ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.સાવરકુંડલાના જેસર રોડ વિસ્તારમાં ગટરના પાણી વહેતા થયા છે.ગટરમાંથી આ પાણી ઉભરાઈને બહાર આવી રહ્યાં છે.જેના કારણે નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉભા થયા છે.આ પાણી કોઈ એક દિવસમાં નહી પરંતુ ઘણા સમયથી વહી રહ્યાં છે. સાવરકુંડલામાં ગટરના પાણીથી લોકો ત્રાહિમામ સાવરકુંડલા નગરપાલિકાની બેદરકારીના કારણે ગટરના પાણી ગટરમાંથી બહાર આવીને વહી રહ્યાં છે,જેના કારણે સ્થાનિકોને ગટરના પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે,આ ગટરના પાણીની દુર્ગધ એટલી મારે છે કે આસપાસના રહેણાંક મકાનમાં રહેતા લોકોને હાલાકી પડી રહી છે,સ્થાનિકોએ અવાર-નવાર નગરપાલિકાને રજૂઆત કરી છે તેમ છત્તા તેનું નિરાકરણ આવતું નથી,સ્થાનિકોએ કહ્યું કે જો આ સમસ્યાનો નિકાલ નહી આવે તો નગરપાલિકામાં જઈને ધરણા કરવામાં આવશે. રોગચાળો ફેલાવાની શકયતા જે રીતે ગટરના પાણી બેક મારી રહ્યાં છે તે જોઈનું સ્થાનિકોનું કહેવું છે કે,ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે,તેમજ તાવ અને ડેન્ગયુના કેસો પણ વધી રહ્યાં છે.વરસાદના સમયે તો એવી સ્થિતિ સર્જાય છે કે,વરસાદના પાણી સાથે ગટરના પાણી પણ બેક મારે છે,પરંતુ હાલ વરસાદ નહી હોવાના કારણે ગટરના પાણી બેક મારી રહ્યાં છે. ઉકાળેલુ પાણી પીવુ જોઈએ વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

Amreliના સાવરકુંડલામાં ગટરના પાણી છલકાઈને રોડ પર ફરી વળ્યા, સ્થાનિકોમાં ભારે આક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલીના સાવરકુંડલામાં ગટરના પાણી રોડ પર ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.સાવરકુંડલાના જેસર રોડ વિસ્તારમાં ગટરના પાણી વહેતા થયા છે.ગટરમાંથી આ પાણી ઉભરાઈને બહાર આવી રહ્યાં છે.જેના કારણે નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉભા થયા છે.આ પાણી કોઈ એક દિવસમાં નહી પરંતુ ઘણા સમયથી વહી રહ્યાં છે.

સાવરકુંડલામાં ગટરના પાણીથી લોકો ત્રાહિમામ

સાવરકુંડલા નગરપાલિકાની બેદરકારીના કારણે ગટરના પાણી ગટરમાંથી બહાર આવીને વહી રહ્યાં છે,જેના કારણે સ્થાનિકોને ગટરના પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે,આ ગટરના પાણીની દુર્ગધ એટલી મારે છે કે આસપાસના રહેણાંક મકાનમાં રહેતા લોકોને હાલાકી પડી રહી છે,સ્થાનિકોએ અવાર-નવાર નગરપાલિકાને રજૂઆત કરી છે તેમ છત્તા તેનું નિરાકરણ આવતું નથી,સ્થાનિકોએ કહ્યું કે જો આ સમસ્યાનો નિકાલ નહી આવે તો નગરપાલિકામાં જઈને ધરણા કરવામાં આવશે.


રોગચાળો ફેલાવાની શકયતા

જે રીતે ગટરના પાણી બેક મારી રહ્યાં છે તે જોઈનું સ્થાનિકોનું કહેવું છે કે,ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે,તેમજ તાવ અને ડેન્ગયુના કેસો પણ વધી રહ્યાં છે.વરસાદના સમયે તો એવી સ્થિતિ સર્જાય છે કે,વરસાદના પાણી સાથે ગટરના પાણી પણ બેક મારે છે,પરંતુ હાલ વરસાદ નહી હોવાના કારણે ગટરના પાણી બેક મારી રહ્યાં છે.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.