Sabarkantha: પોળો ફોરેસ્ટમાં રહેશે કરફયુ જેવો માહોલ, 18 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લાગ્યો
સાબરકાંઠાના ઈડરના વિજયનગરમાં આવેલા પોળોના જંગલો 18 ડિસેમ્બર સુધી બંધ રહેશે તેવું જાહેરનામું સાબરકાંઠા કલેકટરે બહાર પાડયું છે.ભારે વાહનો તેમજ પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ લાગ્યો છે.સાથે સાથે પ્રદૂષણ ના ફેલાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.પોળોના જંગલોમાં ફોર વ્હીલર તેમજ ભારે વાહનો લઈ જવા પર પ્રતિબંધ લાગ્યો છે.જે પણ લોકો આ જાહેરનામાનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી કરવાના આદેશ કલેકટરે આપ્યા છે.પ્રદૂષણ ના ફેલાય તે માટે લેવાયો નિર્ણય દિવાળીના સમયે રજાઓમાં તમે જો પોલો ફોરેસ્ટ જવાનો પ્લાન કરતા હોય તો હવે તે માંડી વાળજો કેમકે હવે પોળોના જંગલો 18 ડિસેમ્બર 2024 સુધી બંધ રહેશે અને આ નિર્ણય જિલ્લાના કલેકટર દ્રારા લેવામાં આવ્યો છે,પ્રદૂષણને અટકાવવા તેમજ જંગલની જાળવણી કરવાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે,જે પણ લોકો આ નિયમનો અને જાહેરનામાનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તે વાત ચોક્કસ છે.પોળોના શારણેશ્વર મંદિરથી લઇ જંગલ વિસ્તાર વણજ ડેમના ત્રણ રસ્તા સુધી પ્રતિબંધ રહેશે,ઇકો ટુરિઝમ હેઠળ આ જગ્યા પર કુદરતી સૌંદર્ય જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકવા આવતા હોય છે.પોળોમાં જંગલમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનોનો પ્રતિબંધ સાબરકાંઠા વિજયનગર પોળોમાં જંગલમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનોનો પ્રતિબંધ છે. જેમાં પ્રવાસન ધામ પોળો ફોરેસ્ટ ચારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવા માટે અનેક પ્રયાસ થઇ રહ્યાં છે. તેમાં પ્રવાસીઓની સુવિધા વધારવા માટે વિસ્તારની પોલ્યુશન ફ્રી, ઇકો ટુરીઝમ તરીકે વિકાસવા માટે અગાઉ પણ કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું હતુ. તેમાં વાણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર ચક્રિય વાહનો અને તેથી ભારે વાહન ઉપર પ્રતિબંધ હતો. પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે પોળો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદિરો મળી આવેલા છે. આ મંદિરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ 'પ્રવેશદ્વાર' થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠાના ઈડરના વિજયનગરમાં આવેલા પોળોના જંગલો 18 ડિસેમ્બર સુધી બંધ રહેશે તેવું જાહેરનામું સાબરકાંઠા કલેકટરે બહાર પાડયું છે.ભારે વાહનો તેમજ પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ લાગ્યો છે.સાથે સાથે પ્રદૂષણ ના ફેલાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.પોળોના જંગલોમાં ફોર વ્હીલર તેમજ ભારે વાહનો લઈ જવા પર પ્રતિબંધ લાગ્યો છે.જે પણ લોકો આ જાહેરનામાનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી કરવાના આદેશ કલેકટરે આપ્યા છે.
પ્રદૂષણ ના ફેલાય તે માટે લેવાયો નિર્ણય
દિવાળીના સમયે રજાઓમાં તમે જો પોલો ફોરેસ્ટ જવાનો પ્લાન કરતા હોય તો હવે તે માંડી વાળજો કેમકે હવે પોળોના જંગલો 18 ડિસેમ્બર 2024 સુધી બંધ રહેશે અને આ નિર્ણય જિલ્લાના કલેકટર દ્રારા લેવામાં આવ્યો છે,પ્રદૂષણને અટકાવવા તેમજ જંગલની જાળવણી કરવાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે,જે પણ લોકો આ નિયમનો અને જાહેરનામાનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તે વાત ચોક્કસ છે.પોળોના શારણેશ્વર મંદિરથી લઇ જંગલ વિસ્તાર વણજ ડેમના ત્રણ રસ્તા સુધી પ્રતિબંધ રહેશે,ઇકો ટુરિઝમ હેઠળ આ જગ્યા પર કુદરતી સૌંદર્ય જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકવા આવતા હોય છે.
પોળોમાં જંગલમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનોનો પ્રતિબંધ
સાબરકાંઠા વિજયનગર પોળોમાં જંગલમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનોનો પ્રતિબંધ છે. જેમાં પ્રવાસન ધામ પોળો ફોરેસ્ટ ચારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવા માટે અનેક પ્રયાસ થઇ રહ્યાં છે. તેમાં પ્રવાસીઓની સુવિધા વધારવા માટે વિસ્તારની પોલ્યુશન ફ્રી, ઇકો ટુરીઝમ તરીકે વિકાસવા માટે અગાઉ પણ કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું હતુ. તેમાં વાણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર ચક્રિય વાહનો અને તેથી ભારે વાહન ઉપર પ્રતિબંધ હતો.
પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે
પોળો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદિરો મળી આવેલા છે. આ મંદિરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ 'પ્રવેશદ્વાર' થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે.