Gujaratમાં ફરી એક વાવાઝોડાનું એંધાણ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 72 કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.નવરાત્રિ દરમિયાન ખૈલેયાઓ માટે વરસાદ બની શકે વિલન અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે નવરાત્રિ દરમિયાન ખૈલેયાઓ માટે વરસાદ વિલન બની શકે છે. 27 સપ્ટેમ્બરથી હસ્ત નક્ષત્ર હોવાથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને 3 ઓક્ટોબરથી 5 ઓક્ટોબરની વચ્ચે વરસાદનો પ્રારંભ થશે. 3, 4, 5 ઓક્ટોબર વચ્ચે નવરાત્રીમાં વરસાદ આવી શકે છે, ત્યારબાદ 9થી 12 ઓક્ટોબર વચ્ચે વરસાદ આવવાની શક્યતા છે. શરદ પૂર્ણિમાની આજુબાજુ દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે 3 ઓક્ટોબરથી રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને 3થી 5 વચ્ચે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટાં ગાજવીજ અને પવન સાથે વરસી શકે છે અને 9થી 12 ઓક્ટોબર વચ્ચે વરસાદની માત્રા વધી શકે છે. દરિયાકિનારે ભારે પવન ફૂંકવાની વકી રહેશે. નવરાત્રિ બાદ 17 અને 18 ઓક્ટોબરે એટલે કે શરદ પૂર્ણિમાની આજુબાજુ દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાની હલચલ રહેશે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર શ્યામ વાદળમાં ઢંકાયેલો હશે તો વાવાઝોડું પણ આવી શકે છે, તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ વખતે અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપ સાગરમાં વાવાઝોડા બનવાની પણ શક્યતાઓ છે. 10થી 14 ઓક્ટોબરે બંગાળ ઉપ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શકયતા રહેશે. અરબી સમુદ્રમાં વાવાઝોડાની હલચલ રહેશે અને ચક્રવાત બનાવની શક્યતા રહેશે. રાજ્યમાં આ વખતે ઠંડી વહેલી આવી શકે 27 અને 28 ઓક્ટોબરે ચક્રવાત ભારે પણ બની શકે છે. ભારે ચક્રવાતના કારણે તેની અસરના લીધે છેક ગુજરાત સુધીનો વાતાવરણ પ્રભાવિત થઈ શકે છે. અરબી સમુદ્રનું વાવાઝોડું ઓમાન તરફ આગળ વધશે. આ સિસ્ટમનો ટ્રેક જે તે વખતે ખબર પડશે. ત્યારે 6થી 7 નવેમ્બરની આસપાસ સહેજ ઠંડીની અસર પણ રાજ્યમાં જોવા મળશે. ત્યારબાદ 18થી 20 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત બનશે અને 26થી 28 નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે. રાજ્યમાં આ વખતે ઠંડી વહેલી આવી શકે છે. 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશમાં ભારે હિમ વર્ષા થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આગામી 72 કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
નવરાત્રિ દરમિયાન ખૈલેયાઓ માટે વરસાદ બની શકે વિલન
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે નવરાત્રિ દરમિયાન ખૈલેયાઓ માટે વરસાદ વિલન બની શકે છે. 27 સપ્ટેમ્બરથી હસ્ત નક્ષત્ર હોવાથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને 3 ઓક્ટોબરથી 5 ઓક્ટોબરની વચ્ચે વરસાદનો પ્રારંભ થશે. 3, 4, 5 ઓક્ટોબર વચ્ચે નવરાત્રીમાં વરસાદ આવી શકે છે, ત્યારબાદ 9થી 12 ઓક્ટોબર વચ્ચે વરસાદ આવવાની શક્યતા છે.
શરદ પૂર્ણિમાની આજુબાજુ દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે
3 ઓક્ટોબરથી રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને 3થી 5 વચ્ચે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટાં ગાજવીજ અને પવન સાથે વરસી શકે છે અને 9થી 12 ઓક્ટોબર વચ્ચે વરસાદની માત્રા વધી શકે છે. દરિયાકિનારે ભારે પવન ફૂંકવાની વકી રહેશે. નવરાત્રિ બાદ 17 અને 18 ઓક્ટોબરે એટલે કે શરદ પૂર્ણિમાની આજુબાજુ દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે.
અરબી સમુદ્રમાં વાવાઝોડાની હલચલ રહેશે
શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર શ્યામ વાદળમાં ઢંકાયેલો હશે તો વાવાઝોડું પણ આવી શકે છે, તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ વખતે અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપ સાગરમાં વાવાઝોડા બનવાની પણ શક્યતાઓ છે. 10થી 14 ઓક્ટોબરે બંગાળ ઉપ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શકયતા રહેશે. અરબી સમુદ્રમાં વાવાઝોડાની હલચલ રહેશે અને ચક્રવાત બનાવની શક્યતા રહેશે.
રાજ્યમાં આ વખતે ઠંડી વહેલી આવી શકે
27 અને 28 ઓક્ટોબરે ચક્રવાત ભારે પણ બની શકે છે. ભારે ચક્રવાતના કારણે તેની અસરના લીધે છેક ગુજરાત સુધીનો વાતાવરણ પ્રભાવિત થઈ શકે છે. અરબી સમુદ્રનું વાવાઝોડું ઓમાન તરફ આગળ વધશે. આ સિસ્ટમનો ટ્રેક જે તે વખતે ખબર પડશે. ત્યારે 6થી 7 નવેમ્બરની આસપાસ સહેજ ઠંડીની અસર પણ રાજ્યમાં જોવા મળશે. ત્યારબાદ 18થી 20 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત બનશે અને 26થી 28 નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે. રાજ્યમાં આ વખતે ઠંડી વહેલી આવી શકે છે. 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશમાં ભારે હિમ વર્ષા થશે.