Rajkot: સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધાને સારવાર ન આપનાર બે ડોક્ટર સસ્પેન્ડ

રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીના કેસમાં વૃદ્ધાને સારવાર ન આપનાર બે ડોક્ટરને સસ્પેન્ડ કરાશે. જેમાં ડોક્ટરે વૃદ્ધાને સારવાર આપવાના બદલે રેઢી મુકી હતી. તેમાં સમગ્ર મામલે સાત સભ્યોની ટીમે રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ મેડિકલ સુપ્રીટેનડન્ટને સોંપવામાં આવ્યો છે. તેમજ વૃદ્ધાને રેઢી મૂકી દેનાર બે ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.તપાસ માટે 7 સભ્યોની ટીમની રચના થઇ હતી વૃદ્ધાને સારવાર ન આપનાર અને રેઢી મુકનાર બે ડોક્ટરને સસ્પેન્ડ લેટર અપાશે. જેમાં ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલમાં આવા બનાવ ન બંને તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 70 વર્ષીય વર્ષાબેન સાથે સિવિલ હોસ્પિટલમાં અમાનવીય વ્યવહાર થયો હતો. તેમાં સારવાર આપ્યા વગર વૃદ્ધાને પીએમ રૂમની બહાર મૂકી દેવામાં આવ્યા હતા.બનાવની ગંભીરતાને ધ્યાને લઈને તપાસ માટે 7 સભ્યોની ટીમની રચના થઇ હતી. જાણો શું હતો સમગ્ર મામલો શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે રેસીડન્ટ ડોક્ટર દ્વારા માનવતા નેવે મૂકવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ગુરુવારની રાત્રે 10 વાગ્યાની આસપાસ 108 દ્વારા મવડી વિસ્તારમાં રહેતી 70 વર્ષીય વર્ષાબેન ભાસ્કર નામની વૃદ્ધાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે વર્ષાબેન ભાસ્કર નામની વૃદ્ધા સાથે તેના કોઈપણ સગા સંબંધી ન હોવાના કારણે સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હેલ્પ ડેસ્ક દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રથમ ઇમરજન્સી વોર્ડ અને ત્યારબાદ તેમને અન્ય વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે શુક્રવારના રોજ વહેલી સવારે છ વાગ્યા આસપાસ હેલ્પ ડેસ્કની ટીમ દ્વારા વૃદ્ધા બાબતે તપાસ કરવામાં આવતા વૃદ્ધા તેમના બેડ પર જોવા નહોતા મળ્યા. જેના કારણે સીસીટીવી કેમેરા ચેક કરતા વૃદ્ધા પીએમ રૂમ પાસે સ્ટ્રેચરમાં પડેલા જોવા મળ્યા હતા. સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના RMO દ્વારા તપાસ કરવામાં આવતા રેસીડેન્ટ ડોક્ટર દ્વારા વૃદ્ધાની સારવાર ન કરવી પડે તે માટે પીએમ રૂમ પાસે સ્ટ્રેચરમાં લઈ જવામાં આવ્યા હતા. વૃદ્ધાને હાથમાં સડો થઈ ગયો હોવાના કારણે સિવિલ હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Rajkot: સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધાને સારવાર ન આપનાર બે ડોક્ટર સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીના કેસમાં વૃદ્ધાને સારવાર ન આપનાર બે ડોક્ટરને સસ્પેન્ડ કરાશે. જેમાં ડોક્ટરે વૃદ્ધાને સારવાર આપવાના બદલે રેઢી મુકી હતી. તેમાં સમગ્ર મામલે સાત સભ્યોની ટીમે રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ મેડિકલ સુપ્રીટેનડન્ટને સોંપવામાં આવ્યો છે. તેમજ વૃદ્ધાને રેઢી મૂકી દેનાર બે ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તપાસ માટે 7 સભ્યોની ટીમની રચના થઇ હતી

વૃદ્ધાને સારવાર ન આપનાર અને રેઢી મુકનાર બે ડોક્ટરને સસ્પેન્ડ લેટર અપાશે. જેમાં ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલમાં આવા બનાવ ન બંને તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 70 વર્ષીય વર્ષાબેન સાથે સિવિલ હોસ્પિટલમાં અમાનવીય વ્યવહાર થયો હતો. તેમાં સારવાર આપ્યા વગર વૃદ્ધાને પીએમ રૂમની બહાર મૂકી દેવામાં આવ્યા હતા.બનાવની ગંભીરતાને ધ્યાને લઈને તપાસ માટે 7 સભ્યોની ટીમની રચના થઇ હતી.

જાણો શું હતો સમગ્ર મામલો

શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે રેસીડન્ટ ડોક્ટર દ્વારા માનવતા નેવે મૂકવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ગુરુવારની રાત્રે 10 વાગ્યાની આસપાસ 108 દ્વારા મવડી વિસ્તારમાં રહેતી 70 વર્ષીય વર્ષાબેન ભાસ્કર નામની વૃદ્ધાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે વર્ષાબેન ભાસ્કર નામની વૃદ્ધા સાથે તેના કોઈપણ સગા સંબંધી ન હોવાના કારણે સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હેલ્પ ડેસ્ક દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રથમ ઇમરજન્સી વોર્ડ અને ત્યારબાદ તેમને અન્ય વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે શુક્રવારના રોજ વહેલી સવારે છ વાગ્યા આસપાસ હેલ્પ ડેસ્કની ટીમ દ્વારા વૃદ્ધા બાબતે તપાસ કરવામાં આવતા વૃદ્ધા તેમના બેડ પર જોવા નહોતા મળ્યા. જેના કારણે સીસીટીવી કેમેરા ચેક કરતા વૃદ્ધા પીએમ રૂમ પાસે સ્ટ્રેચરમાં પડેલા જોવા મળ્યા હતા. સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના RMO દ્વારા તપાસ કરવામાં આવતા રેસીડેન્ટ ડોક્ટર દ્વારા વૃદ્ધાની સારવાર ન કરવી પડે તે માટે પીએમ રૂમ પાસે સ્ટ્રેચરમાં લઈ જવામાં આવ્યા હતા. વૃદ્ધાને હાથમાં સડો થઈ ગયો હોવાના કારણે સિવિલ હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.